ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી | Dal Dhokri Recipe in Gujarati

Dal dhokri Recipe in Gujarati - Traditional Dal dhokri Recipe - દાળ ઢોકરી - Gujarati Dal dhokri
Image- Youtube - Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો રોજ એક નવી રેસીપી લાવીએ છીએ તો આજે અમે આપણી સૌની પ્રિય દાળ ઢોકરી ની રેસેપી વિશે તમામ માહિતી આપીશું તો ચાલો બનાવીએ પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી, જે ખુબજ સ્વાદિષ્ટ છે, Dal Dhokri Recipe in Gujarati, Traditional Dal Dhokri recipe.

Dal Dhokri Recipe in Gujarati

દાળ ઢોકળી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧ કપ તુવેર દાળ ૧ કલાક ધોઈ ને પાલડી રાખેલ
  • ૩-૪ ચમચી સીંગદાણા
  • ઘી/તેલ
  • ૧ ચમચી રાઈ જીરું
  • પા ચમચી હિંગ
  • ૧-૨ આખા લાલ મરચા
  • મીઠા લીમડા ની દાડી ૧
  • ટામેટા ના કટકા ૧-૨ 
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧ કપ ઘઉં નો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી હળદર
  • ૨-૩ ચમચી લાલ મરચા નો ભૂકો
  • ૨-૩ ચમચી ધાણજીરૂ નો ભૂકો
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી ગોળ
  • લીંબુ નો રસ ૧ ચમચી 
  • અડધી ચમચી ગરમ મસાલો

Dal Dhokri Recipe in Gujarati

Traditional Dal Dhokri બનવાવા સૌપ્રથમ કુકર મા પલાળેલી તુવેર દાળ ને જરૂરત મુજબ નું પાણી મીઠું ને સીંગદાણા નાખી કુકર  બંધ કરી ૩-૪ સિટી વગાડી બાફી લો.

ત્યાર બાદ ઢોકળી માટે એક  વાસણ માં લોટ લઈ તેમાં એક  ચમચી લાલ મરચું, હળદર પા ચમચી , એક ચમચી ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદાનુસાર ને અજમો ને તેલ  નાંખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂરત મુજબ નું પાણી નાખી મુલાયમ લોટ બાંધી ને ૫-૧૦ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દયો

Advertisement

ત્યાર બાદ દાળ ના વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખો રાઈ જીરું તતડે એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તેમાં મીઠો લીમડો ને સૂકા આખા લાલ મરચા આદુ લસણ ની પેસ્ટ નાખી સેકો,

તેમાં સુધારેલા ટામેટા નાખો ને ટમેટા ને સાતડો ટમેટા શેકાઈ જાય એટલે તેમાં લાલ મરચા નો ભૂકો ,  ધાણા જીરું નો ભૂકો, હળદર , મીઠું ને ગરમ મસાલો નાખી સેકો ત્યાર તેમાં બાફેલી તુવેર દાળ નાખી જરૂર મુજબ પાણી નાખી પાતળી દાળ બનાવો,

જયારે તેમાં ઉભરો આવે એટલે ગોળ ને લીંબુ નો રસ નાખી ઉકળવા દયો.

ત્યાર ઢોકળી માટે જે લોટ બાંધેલો હતો તેમાં થી લુવા બનાવી તેને રોટલી જેમ વની લ્યો ને વાનેલી રોટલી ના ડાયમંડ આકાર ના કે તમને ગમતા આકાર ના કટકા કરી નાખો.

દાળ ઢોકળી માટે હવે ઉકળતી દાળ માં કટકા કરેલી રોટલી ના કટકા નાખો ને બરોબર મિક્સ કરો ત્યાર બાદ   ઢાંકણ ઢાંકી બંધ કરી ૧૫-૨૦ મિનિટ ચડવા દયો છેલ્લે લીલા ધાણા નાખી દયો તો તૈયાર છે દાળ ઢોકળી, Dal Dhokri Recipe in Gujarati,Traditional Dal dhokri recipe.

દાળ ઢોકળી બનાવવાની રીત

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા | Masur ni Dal

ઘરે બનાવો રાજસ્થાની દાલ બાટી ચુરમા | Rajasthani dal bati churma

ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી | Healthy Moong dal Idli

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા  Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement