મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati

મીની ડ્રાય સમોસા - Mini dry samosa - મીની ડ્રાય સમોસા બનાવવાની રીત - mini dry samosa recipe in gujarati - mini dry samosa banavani rit
Image credit – Youtube/Cooking With Pooja
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મીની ડ્રાય સમોસા બનાવવાની રીત – mini dry samosa banavani rit  શીખીશું. do subscribe Cooking With Pooja YouTube channel on YouTube  If you like the recipe આ સમોસા તમે કોઈ તહેવાર કે પ્રસંગ હોય એ પહેલા અઠવાડિયા અગાઉ તૈયાર કરી રાખી શકો છો ને પંદર વીસ દિવસ સુંધી તૈયાર કરી ખાઈ શકો છો તો ચાલો જાણીએ mini dry samosa recipe in gujarati – ડ્રાય મીની સમોસા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મીની ડ્રાય સમોસા બનાવવા જરૂરી સામગ્રી | mini dry samosa ingredients

  • સમોસા નો લોટ બાંધવા માટેની સામગ્રી
  • મેંદા નો લોટ 150 ગ્રામ
  • અજમો ¼ ચમચી
  • તેલ 5-6 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સમોસા નું પુરણ બનાવવા માટેની સામગ્રી

  • ચેવડા નમકીન 50 ગ્રામ
  • મગદાળ નમકીન 50 ગ્રામ
  • આલુભૂજીયા 50 ગ્રામ
  • વરિયાળી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • કીસમીસ ના ટુકડા 2-3 ચમચી
  • ઝીણા સુધારેલા કાજુ ના ટુકડા 5-6 ચમચી
  • ઘી 2 ચમચી

મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa recipe in gujarati

ડ્રાય મીની સમોસા બનાવવા પહેલા લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું પૂરણ તૈયાર કરી મીની સમોસા તૈયાર કરીશું

સમોસા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ચાર ચમચી તેલ નાખી લોટ અને તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી ઢાંકી ને એક બાજુ મૂકો

Advertisement

સમોસા નું પુરણ બનાવવાની રીત

પૂરણ બનાવવા મિક્સર જાર માં મિક્સ ચેવડો, આલુભૂજિયા, મગદાળ, વરિયાળી અને ખાંડ નાખી પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, કાજુના ટુકડા, કીસમીસ ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઘી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો

ડ્રાય મીની સમોસા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના સમોસા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે લુવા ને લંબગોળ વણી  લ્યો અને ચાકુ થી વચ્ચેથી એક સરખા ભાગ કરી લ્યો ત્યાર બાદ બધી બાજુ પાણી વારી આંગળી લગાવી  ચાકુ થી કાપેલ ભાગને એક ઉપર એક થી ચોંટે એમ ચિપકાવી લઈ કોન બનાવી લ્યો

હવે કોન માં તૈયાર કરેલ પુરણ થોડું ભરી લ્યો ને ઉપર ના ભાગમાં રહેલ કિનારી પર પાણી લગાવી હાથ વડે દબાવી ને ચિપકાવી લ્યો આમ બધા સમોસા વણી ને ભરી લ્યો ને પેક કરી લ્યો અને એક બાજુ મૂકતા જાઓ

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં પહેલા તૈયાર કરેલ સમોસા નાખી ધીમા તાપે તરવા એક બાજુ થોડા તરી લીધા બાદ બીજી બાજુ ઉથલાવી નાખવા આમ બધી બાજુ ઉથલાવી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ કાઢી લેવા આમ બધા સોમસા તરી ને તૈયાર કરી લ્યો

સમોસા તરી લીધા બાદ બિલકુલ ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને મજા લ્યો ડ્રાય મીની સમોસા

mini dry samosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Pooja ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha banavani rit | palak paratha recipe in gujarati

શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવાની રીત | shekela dariya dal ni barfi banavani rit

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

પાલક ના ભજીયા બનાવવાની રીત | palak na bhajiya banavani rit | palak na bhajiya recipe in gujarati

ફરસી પુરી બનાવવાની રીત | farsi puri recipe in gujarati | farsi puri banavani rit

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement