પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત | Palak soji no swadisht nasto banavani rit

પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો - Palak soji no swadisht nasto - પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત - Palak soji no swadisht nasto banavani rit
Image credit – Youtube/Vijay Nima Vlogs
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત – Palak soji no swadisht nasto banavani rit શીખીશું, do subscribe Vijay Nima Vlogs YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ઓછા તેલ માં આ નાસ્તો બની ને તૈયાર થઈ જાય છે. અંદર થી સોફ્ટ અને ઉપર થી એકદમ ક્રિસ્પી બને છે. બાળક હોય કે મોટા દરેક ને આ નાસ્તો ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવતા શીખીએ.

પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી ૧ કપ
  • પાણી ૧ ૧/૨ કપ
  • ઝીણી સુધારેલી પાલક ૨ કપ
  • મરી પાવડર ૧/૪ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧
  • લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બાફેલા બટેટા ૩
  • તેલ
  • ઓરેગાનો

પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત

સોજી અને પાલક નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સોજી નાખો. હવે તેને એક થી બે મિનિટ સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાણી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાલક નાખો. હવે તેને પણ હલાવી ને સરસ થી મિક્સ કરી લ્યો. બે થી ત્રણ મિનિટ માં સરસ થી હાર્ડ મિશ્રણ તૈયાર થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મિશ્રણ ને થોડું ઠડું થવા દયો.

Advertisement

ત્યાર બાદ સોજી અને પાલક ના મિશ્રણ ને એક મોટા બાઉલમાં કાઢો. હવે તેમાં મરી પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને બાફેલા બટેટા ને છૂંદી ને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી મિક્સ કરી લ્યો.

હવે એક પ્લેટ લ્યો. તેને તેલ લગાવી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને નાખો. અને સરસ થી ફેલાવી લ્યો. હવે તેના ઉપર સફેદ તલ છાંટો. હવે તવિથા ની મદદ થી તેને દબાવી ને સેટ કરી દયો.

હવે ચાકુ ની મદદ થી ડાયમંડ કે ચોરસ કટ લગાવી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેની ઉપર સોજી પાલક ના મિશ્રણ ના પીસ મૂકો. પીસ ઉપર થોડું ઓરેગાનો છાંટો. હવે બંને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

  તૈયાર છે પાલક અને સોજી ની હેલ્થી અને ટેસ્ટી નાસ્તો. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો. અને ગરમા ગરમ પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો ખાવાનો આનંદ માણો.

Palak soji no swadisht nasto notes

  • સેલો ફ્રાય ની જગ્યા એ તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો.
  • પાલક સોજી ના મિશ્રણ ના પીસ સરસ થી ના થાય તો તેને ફ્રીઝ માં થોડી વાર રાખી સેટ કરી શકો છો.
  • ઓરેગાનો ની જગ્યા એ મિક્સ હર્બસ નો ઉપયોગ કરી શકો છો.

Palak soji no swadisht nasto banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vijay Nima Vlogs ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સમોસા પૂરી બનાવવાની રીત | Samosa puri banavani rit | Samosa puri recipe in gujarati

બેસન પાપડી બનાવવાની રીત | Besan papdi banavani rit | Besan papdi recipe in gujarati

ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત | Farali moro chevdo banavani rit

મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi banavani rit | Milk baar barfi recipe in gujarati

સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement