સમોસા પૂરી બનાવવાની રીત | Samosa puri banavani rit | Samosa puri recipe in gujarati

સમોસા પૂરી - Samosa puri - સમોસા પૂરી બનાવવાની રીત - Samosa puri banavani rit - Samosa puri recipe in gujarati
Image credit – Youtube/Rasoi Ghar
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે સમોસા પૂરી બનાવવાની રીત – Samosa puri banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને એક દમ કુરકુરી બને છે, do subscribe Rasoi Ghar YouTube channel on YouTube If you like the recipe ,આ પૂરી ને તમે ક્યાંય ફરવા નીકળ્યા છો ત્યારે હરતા ફરતા કે સાંજ ના સમયે ચાય સાથે ખાઈ શકો છો. સાથે સમોસા પૂરી ને એકવાર બનાવ્યા પછી તેને એક મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો ચાલો આજે આપણે Samosa puri recipe in gujarati શીખીએ.

સમોસા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો ૧/૨ ચમચી
  • વરિયાળી નો ભૂકો ૧/૨ ચમચી
  • રફલી કુટેલા મરી ૧/૨ ચમચી
  • કસૂરી મેથી ૧/૨ ચમચી
  • તેલ ૨ ચમચી

મસાલા પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • કાશ્મીરી લાલ મરચું ૧ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • ચાટ મસાલો ૧/૨ ચમચી
  • મીઠું ૧/૪ ચમચી
  • સંચર પાવડર ૧/૨ ચમચી
  • મકાઈ નો લોટ ૨ ચમચી
  • તેલ ૨ ચમચી

સમોસા પૂરી બનાવવાની રીત | Samosa puri recipe in gujarati

આજ આપણે સમોસા પૂરી માટે લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ મસાલા પેસ્ટ બનાવતા શીખીશું ત્યારબાદ સમોસા પૂરી બનાવવાની રીત શીખીશું

સમોસા પૂરી માટે લોટ બાંધવાની રીત

સમોસા પૂરી માટે લોટ બાંધવા માટે સૌથી પેહલા એક વાસણ માં મેંદો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, વરિયાળી નો ભૂકો, રુફ્લી કૂટેલો મરી પાવડર અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

Advertisement

હવે તેમાં મોણ માટે તેલ નાખો. અને સરસ થી લોટ સાથે મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી રોટલી માટેનો લોટ બાંધીએ તેવો સોફ્ટ લોટ બાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દયો.

મસાલા પેસ્ટ બનાવવા માટેની રીત

મસાલા પેસ્ટ બનાવવા માટે સૌથી પેહલા એક કટોરી માં કાશ્મીરી લાલ મરચું નાખો. હવે તેમાં ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો અને સચર પાવડર નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો.

હવે એક કટોરી માં બે ચમચી જેટલો મકાઈ નો લોટ નાખો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ અને એક ચમચી જે મસાલો બનાવું ને રાખ્યો તે નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે સમોસા પૂરી માટેની મસાલા પેસ્ટ.

સમોસા પૂરી બનાવવા માટેની રીત

સમોસા પૂરી બનાવવા માટે સૌથી પહેલા લોટ બાંધી ને રાખ્યો હતો તેને સરસ થી મસળી લ્યો. હવે તેમાં થી પૂરી બનાવવા ની સાઈઝ ના નાના નાના લુવા તૈયાર કરી લ્યો.

હવે તેમાં થી એક લુવો લ્યો. અને સરસ થી પૂરી વણી લ્યો. હવે પૂરી ઉપર  ચારે બાજુ સરસ થી મસાલા પેસ્ટ લગાવો. હવે પૂરી ને ફોલ્ડ વાળી લ્યો. હવે ફરી થી તેના ઉપર મસાલા પેસ્ટ લગાવો. અને ફરી થી પૂરી ને ફોલ્ડ વાળી લ્યો. આ રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તરવા માટે સમોસા પૂરી નાખો. હવે પૂરી ને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. આ રીતે બધી સમોસા પૂરી તળી ને તૈયાર કરી લ્યો. હવે તેના ઉપર મસાલા પેસ્ટ બનાવવા માટે જે મસાલો બનાવ્યો હતો તે છાંટો.

  તૈયાર છે ટેસ્ટી અને કુરકુરી સમોસા પૂરી. હવે તેને એર ટાઈટ ડબ્બા માં ભરી ને સ્ટોર કરી ને રાખી દયો. અને જ્યારે કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે સમોસા પૂરી ખાવાનો આનંદ માણો.

.

Samosa puri recipe in gujarati notes

  • મસાલા પેસ્ટ બનાવવામાં મકાઈ ના લોટ ની જગ્યાએ આરોરૂટ નો પણ ઉપયોગ કરી શકો છો.

Samosa puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સરગવાના પાન ની દાળ બનાવવાની રીત | Sargva na pan ni daal banavani rit

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit

બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement