પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese banavani rit

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત - processed cheese banavani rit - processed cheese recipe in gujarati
Image credit – Youtube/My Lockdown Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પ્રોસેસ ચીઝ બનાવવાની રીત – processed cheese banavani rit શીખીશું. આમ તો બજારમાં આજકાલ ઘણા પ્રકારના ચીઝ મળે છે. do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube  If you like the recipe  પણ ખાસ વાપરતા હોય તો મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છે જે અલગ અલગ વાનગી માં નાખી વાનગી નો સ્વાદ અલગ કરી આપે છે તો ચાલો જાણીએ processed cheese recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પ્રોસેસ ચીઝ બનાવવા જરૂરી સામગ્રી | processed cheese ingredients in gujarati

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • લીંબુનો રસ / વિનેગર 5-6 ચમચી
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • બેકિંગ સોડા 1 ચમચી
  • પાણી 1 ચમચી
  • મીઠા વાળુ માખણ ¼ કપ
  • ગરમ કરેલ દૂધ ⅓ કપ
  • મીઠું ¼ ચમચી

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese recipe in gujarati

પ્રોસેસ ચીઝ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને વાસણમાં ગરમ કરવા મૂકો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો દૂધ આંગળી બોળી રાખી શકો એટલું સામાન્ય નવશેકું ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો હવે (ધ્યાન રહે વધારે ગરમ ના થાય)

હવે એક વાટકામાં  એમાં બે ત્રણ ચમચી પાણી અને લીંબુનો રસ/ વિનેગર નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક એક ચમચી કરી દૂધ માં નાખતા જાઓ ને ચમચાથી દૂધ હલાવતા જાઓ દૂધ ફાટી ને પાણી અલગ થાય ત્યાં સુધી લીબું વાળુ મિશ્રણ નાખી હલાવતા રહેવું ત્યાર બાદ એને ઢાંકી ને  ત્રણ ચાર મિનિટ રહેવા દયો

Advertisement

હવે એમાં થી તૈયાર થયેલ ચીઝ ને ઝારા માં કાઢી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો જેથી એમાં રહેલ લીંબુ નો સ્વાદ નીકળી જાય અને પછી મોટી ગરણી માં નાખી દબાવી દબાવી એનું બધું પાણી કાઢી નાખવું અને ચાહો તો હાથે થી દબાવી ને પણ બધું પાણી કાઢી શકો છો બધું પાણી નીકળી જાય એટલે ચીઝ ને એક બાજુ મૂકો

ત્યારબાદ એક વાટકામાં પાણી લ્યો એમાં લીંબુના ફૂલ નાખી બિલકુલ ઓગળી લ્યો લીંબુ ના ફૂલ ઓગળી જાય પછી જ એમાં બેકિંગ સોડા નાખવા ને બરોબર હલાવતા રહો જ્યાં સુંધી સાવ નોર્મલ થાય ત્યાં સુધી એને એક બાજુ મૂકો અને જેમાં ચીઝ ને જમાવા મૂકવું છે એ વાસણ કે એર ટાઈટ ડબ્બા ને ઘી થી બરોબર ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે મિક્સર જારમાં એક બાજુ મુકેલ ચીઝ ને તોડી તોડી નાખો સાથે દૂધ, માખણ અને તૈયાર કરેલ લીંબુના ફૂલ ને સોડા વાળુ મિશ્રણ નાખી ત્રણ ચાર મિનિટ મિકસ કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર ખોલી ચમચી થી બરોબર મિક્સ કરો ને ફરી મિક્સર બંધ કરી ચાર પાંચ મિનિટ હલાવી લ્યો ફરી ખોલી એમાં મીઠું નાખો ને હલાવી લ્યો ને ફરી બે ત્રણ મિનિટ મિક્સર ચાલુ કરો

મિશ્રણ સાવ સ્મુથ ને ક્રીમી થાય એટલે એને એક વાસણમાં કાઢી લ્યો અને ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળે એટલે એના પર ચીઝ કાઢેલ વાસણ મૂકી હલાવતા રહો ને મિક્સ કરતા રહો જ્યાં સુંધી મિશ્રણ સાવ નરમ થઈ જાય ત્યાં સુધી આશરે બાર થી પંદર મિનિટ હલાવતા રહો ને મિક્સ કરતા રહેવું

પંદર મિનિટ પછી ચીઝ તૈયાર થઈ જશે એટલે એને સેટ થવા ગ્રીસ કરેલ વાસણ કે એર ટાઈટ ડબ્બા માં નાખી સિલ્વર ફોઈલ પ્લાસ્ટિક રેપ થી પેક કરી બરોબર બંધ કરી ફ્રીઝર માં ચાર પાંચ કલાક સેટ થવા મૂકો ચીઝ બરોબર સેટ થાય એટલે ડી મોલ્ડ કરી એના કટકા કરી ફરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો પ્રોસેસ ચીઝ.

processed cheese banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati

હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત | hot and sour soup banavani rit | hot and sour soup recipe in gujarati

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha banavani rit | palak paratha recipe in gujarati

મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement