અમરવેલ ના ફાયદા | અમરવેલ નો ઉપયોગ ઉપચારમા | amar vel na fayda

અમરવેલ ના ફાયદા - અમરવેલ નો ઉપયોગ - અમરવેલ નો શરબત બનાવવાની રીત - અમરવેલ નું તેલ બનાવવાની રીત - amar vel na faida - amar vel na fayda in Gujarati - amarvel no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે અમરવેલ વિશે માહિતી લાવ્યા છીએ જેમાં અમરવેલ નો ઉપયોગ વિવિધ ઉપચારમા કરવાની રીત, અમરવેલ ના ફાયદા ,અમરવેલ ના ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત, અમરવેલ નો શરબત બનાવવાની રીત, અમરવેલ નું તેલ બનાવવાની રીત , amar vel na faida, amar vel na fayda in Gujarati, amarvel no upyog વિશે માહિતી છે

અમરવેલ | અમરવેલ શું છે    

પીળા રંગની એક વેલા સ્વરૂપે થતું આ છોડ છે. જેના મૂળ નાં ની બરાબર હોય છે. જેના પણ ઝાડ પર ચડે છે તેના ગુણધર્મો તે વેલમાં આવી જાય છે. આ વેલ બબુલ, પીપળો, લીમડા વગેરે વૃક્ષો પર છવાયેલી જોવા મળે છે. તે જે પણ વૃક્ષ પર ચડે છે તેને સુકવી જ નાખે છે. આ વેલ વસંત ઋતુમાં અને ઉનાળામાં ખુબ જ વિકાસ પામે છે અને શીયાળા માં સુકાઈ જાય છે. તેના પાંદડા ખુબ જ નાના નાના હોય છે, અને તેના બીજ રાઈના દાણા જેવા હોય છે. અમરવેલ માં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે, પ્રાચીનકાળથી તેનો ઉપયોગ વિવિધ રોગો દૂર કરવા માટે થતો આવ્યો છે.

અમરવેલ ને નમૂળી, નીર્મુલી, આકાશવેલ ના નામે પણ ઓળખવામાં આવે છે તેમજ અંગ્રેજીમાં DODDER, Cuscuta પણ કહેવાય છે.

Advertisement

અમરવેલ ના ફાયદા અને અમરવેલ નો ઉપયોગ | amar vel na fayda | amar vel na faida

વાળ માટે અમરવેલ ના ફાયદા | amar vel na fayda vad mate :-

વાળ ખરતા હોય, રુક્ષ થઇ ગયા હોય, માથામાં ટાલ પડી ગઈ હોય ત્યારે અમરવેલ નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તાજી અમરવેલ ને લઈને તેને તલના તેલમાં નાખીને માથામાં નાખવાથી ટાલ થઇ ગઈ હોય તો તેમાં ફાયદો થાય છે. વાળ મજબૂત બને છે.

૫૦ ગ્રામ અમરવેલ ને કચડીને ૧ લીટર પાણીમાં નાખીને ઉકાળી તે પાણીથી માથું ધોવાથી વાળ ચમકદાર અને સિલ્કી બને છે. વાળમાં ખોળો પણ થતો નથી, વાળ મજબૂત થાય છે.

ઘાવ/જખમ પર અમરવેલ નો ઉપયોગ | amarvel no upyog ghaa pr :-

અમરવેલ નો ઉકાળો બનાવીને વાગ્યા વાળા જખમ ધોવાથી ખુબ જ ફાયદો થાય છે.

અમરવેલને પીસીને માખણમાં નાખી તેમાં સુંઠ મિલાવીને વાગ્યા પર લગાવવાથી ઘાવ જલ્દી રુઝાઈ જાય છે.

અમરવેલ તાજી ના મળે તો તેનું ચૂર્ણ લઈને તેને ઘી અથવા માખણ નાખી મિલાવીને લેપ કરવાથી પણ રાહત થાય છે.

પેટના રોગોમાં અમરવેલ ના ફાયદા | amar vel na fayda pet na rogo ma:-

અમરવેલ ને પીસીને તેનો ઉકાળો બનાવીને દરરોજ સવારે ૨૦ થી ૪૦ મિલીલીટર ની માત્રામાં સેવન કરવાથી પેટ ચડી આવ્યું હોય તો તે ઓછું થઇ જાય છે. આ પ્રયોગ કરવામાટે ફક્ત લીલા રંગની જ અમરવેલ નો ઉપયોગ કરવો.    

અમરવેલ ને ઉકાળીને પછી તેને પેટ પર બાંધવાથી ખાટા ઓડકાર આવતા બંધ થઇ જાય છે.

અમરવેલના ૫૦૦ મિલીલીટર રસ ને ૧ કિલોગ્રામ ખાંડમાં નાખીને તેનો શરબત બનાવી લો. આ શરબત દરરોજ સવાર-સાંજ પાણીમાં નાખીને પીવાથી પેટમાં ગેસ ભરાઈ ગયો હોય તે તરત જ મટી જાય છે અને પેટમાં દુખાવો ઓછો થઇ જાય છે.

અમરવેલ અને કાળી દ્રાક્ષ બન્ને સરખા ભાગે લઈને પાણીમાં નાખી ઉકાળી કાઢો બનાવી ગાડીને તેમાંથી દરરોજ ૩ ચમચી રાત્રે સુતા પહેલા પીવાથી પેટના કૃમીઓ મરી જાય છે.

લીવરની સમસ્યામાં અમરવેલ નો ઉપયોગ | amarvel no upyog liver ni samsya ma :-

લીવર ની સમસ્યામાં અમરવેલ ઉપયોગી સાબિત થઇ શકે છે. લીવર ના વિકારોમાં અમરવેલ નો ૪૦-૬૦ મિલી. ઉકાળો પીવડાવવાથી ફાયદો થાય છે.

તાજી પીળા રંગ ની અમરવેલનો ૧૦ મિલી. રસ સવાર-સાંજ પીવાથી પણ ફાયદો થાય છે.

બળવર્ધક છે અમરવેલ :-

૧૨ ગ્રામ જેટલી તાજી અમરવેલને લઈને તેને કુટીને એક કોટન ના કપડામાં પોટલી બનાવી લો. હવે આ પોટલીને ૦૦ મિલી. દૂધમાં નાખીને ધીમા તાપે ઉકાળો. જયારે ૧/૪ દૂધ વધે ત્યારે નીચે ઉતારી ઠંડુ કરી તેમાં ખાંડ નાખીને પીવાથી કમજોરી દૂર થાય છે.

ડાયાબીટીશ માં અમરવેલ ના ફાયદા અને ઉપયોગ | amarvel no upyog diabetes ma :-

amarvel – અમરવેલ ના બીજ નું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણ ને ૫ ગ્રામ ની માત્રામાં સેવન કરવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે. ચૂર્ણ ના હોય તોખાલી તેના બીજ ખાવાથી પણ ડાયાબીટીશ માં રાહત મળે છે અને શુગર લેવલ નિયંત્રિત રહે છે.

અમરવેલ નો ઉપયોગ અન્ય સમસ્યામાં કરવાની રીત | amarvel no upyog :-

અમરવેલ નો ઉકાળો બનાવીને પીવાથી વધી ગયેલો પિત્ત શાંત થઇ જાય છે અને લોહી શુધ્ધ થાય છે.(અમરવેલની તાજી ડાળખી નો ઉપયોગ કરવો)

બાળકોને અમરવેલનો કટકો કરી દોરામાં બાંધીને હાથમાં બાંધી દેવો અથવા ગળામાં પહેરાવવાથી બાળકોના રોગો મટી જાય છે.

અમરવેલને કાપીને તેનો રસ કાઢીને તેમાં સાકર નાખીને તેને આંખ પર લગાવી રાખવાથી મોતિયાબિંદમાં આંખોના રોગોમાં અત્યંત ફાયદેમંદ સાબિત થાય છે.

અમરવેલના ૧૦-૨૦ મિલીલીટર રસને નરણે કોઠે પાણીમાં નાખીને પીવાથી માથાને લગતી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

અમરવેલ ને પીસીને તેનો લેપ શરીર પર લગાવવાથી ખંજવાળ મટી જાય છે.

અમરવેલના પાણીની સ્ટીમ બાથ લેવાથી સાંધા ના દુખાવામાં અત્યંત રાહત મળે છે.

અમરવેલ ના ૧૦ગ્રામ રસમાં ૫ગ્રામ કાળા મરીનો ભુક્કો નાખીને બારીક ચૂર્ણ ટીયર કરી લો. આ ચૂર્ણ નું નિયમિત સવાર-સાંજ લગાતાર ૪ દિવસ સુધી સેવન કરવાથી હરસ મસા માં ખુબ જ ફાયદો થાય છે.

અમરવેલ ની તાજી ડાળખીને તોડીને તેને તુલસીના પાન સાથે ચાવી-ચાવીને ખાઈ જવાથી લોહીમાં થયેલો બગાડો દૂર થઇ ને લોહી શુધ્ધ થઇ જાય છે.

અમરવેલના ઉકાળાને મધ સાથે સેવન કરવાથી લોહી ના વિકારોમાં ફાયદો થાય છે.

બાળકો ની હાઈટ વધતી ના હોય ત્યારે આંબાના ઝાડમાં લપેટાઇલી અમરવેલ લઈને તેને સુકવી તેનું ચૂર્ણ બનાવી દરરોજ સવાર-સાંજ એક એક ચમચી આ ચૂર્ણ પાણી સાથે સેવન કરવાથી તેઓની ઉચાઇ વધવામાં મદદરૂપ થાય છે.

નજર કમઝોર છે અથવા તો આંખો પર સોજો આવી જાય છે તથા આંખના દર્દો રહેતા હોય ત્યારે અમરવેલ નો લેપ બનાવીને તેને આંખો પર બાંધવાથી અને માથામાં માલીશ કરવાથી ફાયદો થાય છે.

અમરવેલ નો શરબત બનાવવાની રીત :-

અમરવેલ ના બીજ ૧૦ ગ્રામ, ચિકોરીના બીજ ૨૦ગ્રામ, લાલ ગુલાબના ફૂલ ૨૦ગ્રામ, ચિકોરીના મુળિયા ૪૦ ગ્રામ, નીલોફર ના ફૂલ ૧૦ ગ્રામ આ બધી વસ્તુઓને લઈને તેને પીસી લો. હવે અમરવેલ ની ડાળખી લઇ તેને એક કપડાની પોટલીમાં બાંધી લો. હવે ૩ કિલોગ્રામ જેટલું પાણી લઈને તેમાં બનાવેલું ચૂર્ણ અને પોટલી નાખીને ઉકાળો. જયારે પાણી ઉકળીને અડધું બાકી રહે ત્યારે તેમાં ૧ કિલોગ્રામ ખાંડ નાખીને એક તાર ની ચાશની બનાવી શરબત બનાવી લો.

આ શરબત ધાતુ પરીવર્તક છે, તેને પીવાથી તાવ માં અને બીજા અન્ય રોગોમાં ફાયદો થાય છે. જલોધર, હાથ પગ ના સોજા, પાંસળીનો દુખાવો, લીવર નો દુખાવો, પેટના દર્દો વગેરેમાં ખુબ જ ફાયદેમંદ છે આ શરબત.

અમરવેલ નું તેલ બનાવવાની રીત :-

અમરવેલ ની કાચી ડાળખીઓને તોડીને તેને કચડી લો. ૨૫૦ ગ્રામ તલનું તેલ અથવા નારીયેલ તેલ લઇ તેને ધીમા તાપે ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં કચ્દેલી અમરવેલ નાખી ને થોડીવાર ઉકાળો. ઉકળતા ઉકળતા કચ્દેલી અમરવેલ નો રંગ બદલીના જાય ત્યાં સુધી ઉકાળી ને ઉતારી લઇ ઠંડુ કરી ગાળી તેને બોટલ માં ભરી લેવું. 

આ તેલની માથામાં માલીશ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. વાળ માટે ખુબ જ ફાયદેમંદ છે આ તેલ.

અમરવેલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

અમરવેલ english name | અમરવેલ ને અંગ્રેજીમાં શું કહેવાય ?

dodder, Cuscuta ના નામે અમરવેલ ને અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે.

અમરવેલ ને વાળમાં લગાવવાથી શું ફાયદો થાય છે?

અમરવેલ એ વાળ માટે રામબાણ ઔષધી છે. અમરવેલ નું તેલ માથામાં નાખવાથી ખુબ જ ફાયદો થાય છે. અમરવેલને કચડીને તેને પાણીમાં નાખીને ઉકાળીને તે પાણી વડે વાળ ધોવાથી વાળ સિલ્કી અને મજબૂત બને છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

અઘેડા ના ફાયદા | અઘેડા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | agheda na fayda | aghedo na fayda | apamarga plant benefits in Gujarati

ગુગળ ના ફાયદા | ગુગળ ના પ્રકાર | ગુગળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Guggal na fayda in Gujarati | Guggal no upyog

જાસુદ ના ફૂલ અને પાંદડા નો ઉપયોગ | જાસુદ ના ફૂલ ના ફાયદા વાળ માટે | Jasud na phool na fayda | jasud na phool no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement