તલની ચીકી બનાવવાની રેસીપી | tal ni chikki banavani rit recipe in gujarati

તલની ચીકી બનાવવાની રેસીપી - તલની ચીકી બનાવવાની રીત, તલ સાકરી બનાવવાની રીત - tal sakri banavani rit - tal sakri recipe in gujarati - tal ni chikki recipe in gujarati - tal ni chikki banavani rit - tal ni chikki gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘણા વ્યક્તિ કરવામાં આવતી રીક્વેસ્ટ તલની ચીકી બનાવવાની રીત બતાવો તો આજ શીખીએ તલની ચીકી બનાવવાની રેસીપી – તલની ચીકી બનાવવાની રીત, તલ સાકરી બનાવવાની રીત – tal sakri banavani rit, tal sakri recipe in gujarati,tal ni chikki recipe in gujarati,tal ni chikki banavani rit,tal ni chikki gujarati

તલની ચીકી | તલ પાપડી | તલ સાકરી | Tal ni chikki

 શિયાળો આવતા જ બધા ને સ્વાસ્થ્ય વર્ધક અનેક વાનગીઓ ખવાતી હોય છે કેમ કે શિયાળામાં સારા શાકભાજી, વસાણા, મળતા હોય છે જે ખાવા ના કારણે બાર મહિના સુંધી શરીરમાં કોઈ તકલીફ થતી નથી આવીજ એક વસાણું એ તલ છે તલ માં ખુબ માત્રામાં તેલ ની માત્રા હોય છે જેના કારણે સાંધાના દુખાવા, ગેસ, કફ માટે ખુબજ લાભકારી હોય ને એમાં પણ જો તલ સાથે ગોળ મળી જાય તો તો જાણે સોના માં સુગંધ ભળ્યા જેવું લાગે તો ચાલો આજ આપણે એવી જ બે ગુણકારી વસ્તુ માંથી એક મસ્ત વાનગી બનાવીએ

તલની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | tal ni chikki banava jaruri samgri

  1. તલ 200 ગ્રામ
  2. ગોળ 180 ગ્રામ

તલની ચીકી બનાવવાની રેસીપી | તલની ચીકી બનાવવાની રીત | તલ સાકરી બનાવવાની રીત | tal ni chikki banavani rit

સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરો કારણ કે ક્યારેક તલ માં જીણા જીણા કાંકરા હોય શકે છે જો હાથ વડે બરોબર સાફ ના થાય તો તલ ને પાણીમાં ઓરારી ને સાફ કરી શકાય

( તલ ને ઓરારવા માટે એક મોટા વાસણમાં તલ લ્યો ને એમાં પાણી નાંખી હાથ વડે બરોબર હલાવી લ્યો ત્યાર બાદ બીજા એક વાસણમાં હલાવતા રહો ને પાણી સાથે તલ ને બીજા વાસણમાં જવા દયો આપ પાણી નાખતા જઈ એક વાસણમાંથી બીજા વાસણમાં તલ જવા દયો ને છેલ્લે તમે જોસો તો બધી કાંકરી બેસી ગયેલી હસે આમ તલ બરોબર સાફ થઈ જશે ને છેલ્લે તલ માંથી પાણી કાઢી કપડા પર નાખી તડકામાં તલ ને સૂકવી લ્યો)

હવે ગોળ ને ચાકુ વડે સુધારી લ્યો અથવા તો કપડા માં મૂકી ધસ્તાં થી ફૂટી ને પોચો કરી લ્યો

હવે ગેસ પર એક જાડા તળિયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તલ નાખી તલ ને હલાવતા રહી  પાંચ સાત મિનિટ શેકો (તલ તતળવા મંડે એટલે તલ બરોબર શેકાઈ ગયા છે)

ત્યાર બાદ શેકેલા તેલ ને એક કોરા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં સુધારેલો ગોળ નાંખી ગોળ નો પાક તૈયાર કરવા ગોળ ને હલાવતા રહો  સાત આઠ મિનિટ પછી એક વાટકામાં થોડું પાણી લ્યો એમાં ઓગળેલા ગોળ ના એક બે ટીપાં નાખો જે બે સેકન્ડ પછી હાથ વડે એ ગોળ ને તોડી જોવો જો ગોળ નરમ હોય તો હજી બે ત્રણ મિનિટ હલાવતા થી ગોળ ને ચડાવો (ગોળ હલાવતા રહેવું જરૂરી છે નહિતર ગોળ કડાઈમાં નીચે બરી જસે જેનો સ્વાદ સારો નહિ લાગે)

હવે ફરી વાટકી પાણી માં ઓગળેલા ગોળ ના એક બે ટીપાં નાખી ને બે સેકન્ડ પછી હાથ વડે તોડી જોવો જો ગોળ બરોબર તૂટે તો ગેસ બંધ કરી નાખો

પછી ગોળ ના પાકમાં શેકેલા તેલ નાખી બરોબર મિક્સ કરો

હવે તેલ થી  ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર તૈયાર તલ ગોળ નું મિશ્રણ નાખો ને તેલ લગાડેલી વાટકી થી બરોબર ફેલાવો ને થોડું ઠંડું કરો ત્યાર બાદ તેલ લગાડેલ વેલણ વડે રોટલી વણી એ એમ બધી બાજુ થી વણો ને પાતળી તલની ચીકી બનાવો હવે થોડી ગરમ હોય ત્યારે જ ચાકુ થી કટકા ના કાપા પાડી નાખો ત્યાર બાદ ઠંડી થવા મૂકો

પાંચ સાત મિનિટ માં તલની ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી એર ટાઈટ ડબ્બામાં ભરી મૂકો ને મજા માણો તલની ચીકી

tal ni chikki recipe notes

  • ગોળ ની મીઠાસ વધુ ઓછી કરી શકો છો ને ગોળ જગ્યાએ ખાંડ પણ વાપરી શકાય
  • ગોળ નો પાક તૈયાર થઈ જાય એટલે એમાં એક ચમચી સૂંઠ પાવડર  નાખશો તો કફ ઉધરસ માં ફાયદો કરશે

Tal ni chikki recipe in gujarati | tal sakri banavani rit | tal sakri recipe in gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit | Papad chavanu recipe

ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | Gujarati kadhi recipe in gujarati

દાલ ફ્રાય તડકા બનાવવાની રીત | દાલ ફ્રાય તડકા રેસીપી | Dal fry tadka banavani rit | Dal fry Tadka recipe in Gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે