રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit recipe in gujarati

શક્કરિયા નું શાક - શક્કરિયા નું શાક બનાવવાની રીત - sakariya nu shaak recipe - shakkariya nu shaak banavani rit - shakkariya nu shaak recipe in gujarati - shakkariya nu shaak recipe gujarati ma - rasa vada batata nu shaak
Image credit – Youtube/Spice Swad
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Spice Swad YouTube channel on YouTube આજે આપણે રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત – rasa vada batata nu shaak banavani rit શીખીશું બજારમાં મળતા પુરી શાક જેવા જ રસા વાળા બટાકાનું શાક જે પુરી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર બનાવી શકાય છે તો ચાલો જાણીએ રસાવાળું બટાકા નું શાક બનાવવાની રીત – rasa vada batata nu shaak recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

rasa vada batata nu shaak ingredients

  • બટાકા 500 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak recipe in gujarati

સૌપ્રથમ બટકા ને અડધો કલાક પાણીમાં પલાળી રાખો જેથી બટાકા માં રહેલ સ્ટાચ ઓછું થાય છે  ત્યાર બાદ બટાકા ને ધોઇ સાફ કરી કૂકરમાં નાખો ને સાથે બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી બાફી લેવા

બટાકા બફાઈ જય એટલે ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો ને ત્યાર બંધ ઢાંકણ ખોલી બટકા કાઢી છોલી ને કટકા કરી લ્યો અને અમુક કટકા મેસ કરી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા  નાખી મિક્સ કરી લ્યો અને હળદર અને લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરવું (અહી ચપટી ખાંડ નાખો તો ટેસ્ટ વધારે સારો લાગશે)

હવે એમાં બાફી ને કટકા કરેલ બટકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક થી દોઢ કપ પાણી અને જરૂર મુજબ મીઠું નાખી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે ચડવા દયો ( તમે ખટાસ માટે ચાર્ટ મસાલો ના વાપરવો હોય તો ટમેટા કે લીંબુ વાપરી શકો છો)

શાક ખદખદવા લાગે એટલે એમાં કસૂરી મેથી ને હાથ થી મસળીને નાંખો અને ચાર્ટ મસાલો અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને બીજા બે ત્રણ મિનિટ ચડાવો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો રસા વાળા બટાકાનું શાક.

રસાવાળું બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Spice Swad ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement