એલોવેરા નો ઉપયોગ પેટ, પાચનતંત્ર અને આતરડા ના રોગોમાં કરવાની રીત

એલોવેરા નો ઉપયોગ પેટ, પાચનતંત્ર અને આતરડા ના રોગોમાં
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે એલોવેરા નો ઉપયોગ પેટ, પાચનતંત્ર, આતરડા ના વિવિધ રોગોના ઘરેલું ઉપચાર મા કેવી રીતે કરવો તેના વિશે માહિતી આપેલ છે

એલોવેરા

કુદરતે જે રીતે આપણને વિપુલ માત્રામાં તુલસી, આંબળા, આદું, લીંબૂ, લસણ વગરે અનેક આરોગ્ય વર્ધક ઔષધી ઉત્તપન્ન કરી છે. આમાં પ્રકૃતિની અનહદ કૃપાના પ્રસાદરૂપ એક ઔષધી છે એલોવેરા-’કુવારપાઠું’. તેના અમૃતમય ગુણોના લીધે તેને ‘અમૃત-ઔષધ’ કહી શકાય.

એલોવેરા આપણા દેશના તમામ મેદની પ્રદેશોમાં કુદરતી રીતે ઉગી નીકળે છે. દરિયાકિનારે, રણવિસ્તારમાં, પહાડી પ્રદેશોમાં, એ વધારે પ્રમાણ માં થાય છે.

Advertisement

પ્રાચીન યુગમાં ભારતમાં એલોવેરાના ટુકડા કરીને ઘીમાં તળીને દર્દીને અપાતા હતા. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન માં કુવારપાઠાનો ઉપયોગ સૌદર્ય પ્રસાધનોમાં વિપુલ પ્રમાણમાં વિવિધરૂપે થઇ રહ્યો છે.

એલોવેરાના અનુકુલન સાધવાન ગુણ ને કારણે એનો ફેલાવો ઠેર ઠેર થયેલો છે. એ વિશ્વભરના ગરમ પ્રદેશોમાં ફેલાયેલું છે. એ કોઈપણ આબોહવામાં, કોઈપણ ઋતુમાં, કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ જમીનમાં ઉગી નીકળે છે.

એલોવેરાને જમીન માંથી ઉખાડીને હવામાં લટકાવી દો તો એનું મૂળ હવામાંથી ભેજ શોષીને પણ લાંબા સમય સુધી જીવી શકે છે.

એલોવેરાનો એક ફાયદો એ છે કે એની આસપાસની હવા શુધ્ધ રહે છે. મચ્છર માખીનો ત્રાસ ઘટી જાય છે. રણમાં ઉડતી રેતીને રોકવા માટે અને રણવિસ્તારને ફેલાતો અટકાવવા માટે એ ઘણું ઉપયોગી છે.

એલોવેર એક  એવી ઔષધી છે જેને ઉછેરવા માટે વધારે સમય ફાળવવાની કે વિશેષ માવજતની જરૂર પડતી નથી. ઔષધીના રૂપે એલોવેરાનો ઉપયોગ હજારો વર્ષો થી થતો આવ્યો છે. આજે અનેક બીમારીઓ માટે તેનો ખુબ જ ઉપયોગ થઇ રહ્યો છે.

તો ચાલો એલોવેરા ના અનેક એવા રોગો માં થતા ઉપ્યો માંથી આજે પેટ, પાચનતંત્ર અને આતરડા ના રોગો માં એલોવેરા ના ઘરગથ્થું ઉપચારો વિષે માહિતી આપીશું.

એલોવેરા નો ઉપયોગ પેટ, પાચનતંત્ર અને આતરડા ના રોગો મા

એક ચમચી એલોવેરા ના રસમાં પા ચમચી ખડી સાકર નાખી દિવસમાં ત્રણ વાર લેવાથી એસીડીટી મટે છે, એકલો રસ પણ નિયમિત પી શકાય છે.

૨૦૦ ગ્રામ એલોવેરા નો ગર્ભ લઈને તેને ઘી અને જીરામાં વઘારવો તેમાં સાકર, સિંધા નમક, કાળા મરી તથા હળદર જરૂર પ્રમાણે નાખવા આ રીતે બનાવેલ શાકનું સેવન કરવાથી પીડાદાયક ઉદરશૂળ હોય તો મટી જાય છે.

સારણગાંઠ(હર્નિયા) થઇ હોય તો એલોવેરા નો એક થી બે ઇંચ નો ટુકડો ખાવો. એલોવેરાના રસમાં હળદર અને સહેજ મીઠું નાખીને સાધારણ ગરમ કરીને સારણગાઠ પર બાંધવાથી ફાયદો થાય છે.

જલંધર થયો હોય તો એલોવેરાનો એક એક ચમચી રસ દિવસમાં ત્રણ વખત આપવો. પેટ પર એલોવેરા ના રસ નો લેપ કરવો. રાતે સુતી વખતે એલોવેરાના એક ચમચી રસમાં સુંઠ અને મરી નાખી ને પી જવું.

એલોવેરાના ગર્ભમાં એરંડિયું ભેળવી હરસ-મસા ઉપર બાંધવાથી મસાની બળતરા ઓછી થાય છે અને સોજા મટી જાય છે.

એલોવેરા નો ગર્ભ થોડો થોડો ખાવાથી પેટની અંદર ની ગાંઠ એકાદ મહિનામાં ઓગળી જાય છે.

પેટમાં અને પાચન તંત્રમાં ગડબડ હોય, ભૂખ ઓછી લગતી હોય, ખોરાક પચતો નાં હોય, પેટમાં સતત દુખાવો રહેતો હોય, ગેસ થયો હોય, કબજીયાત રહેતી હોય ત્યારે સવાર સાંજ કુંવારપાઠું નો ૫ થી ૧૦ ગ્રામ ગર્ભ લેવાથી જરૂર થી ફાયદો થાય છે.

પેશાબ ઓછો આવતો હોય, અટકી અટકીને આવતો હોય, પેશાબમાં બળતરા થતી હોય,તો એલોવેરા ના રસ માં સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે.

રક્તપિત્ત એટલે કે ઝાડામાં કે ઉલ્ટીમાં લોહી પડતું હોય, તો દિવસમાં બે વાર એલોવેરા નો રસ ૧૫ થી ૨૦ મીલીગ્રામ પીવાથી ફાયદો થાય છે.

અર્શના દર્દીઓ માટે એલોવેરા નો ઉપયોગ કરવાની રીત

સવારે એલોવેરાનું એક પાંદ કાપીને તેમાંથી જે પીળા રંગ નું દ્રવ્ય નીકળે છે, તેને કાચના વાસણમાં ભેગું કરો. તેમાં એ જ પાંદ નો ગર્ભ ૨૦ ગ્રામ જેટલો નાખીને ભેળવી દો. તેમાં એક બે ગ્રામ દળેલી હળદર, તથા ૨૦ ગ્રામ સાકર મેળવીને અર્શના દર્દીને આપો. ૧૦-૧૫ દિવસ આનું સેવન કરવાથી અર્શ સબંધી તમામ દર્દો દૂર થાય છે અને બળ તથા ઉત્સાહ ની વૃદ્ધિ થાય છે.

પેટ ફૂલી ગયું હોય કે પેટ પર કરચલીઓ પડી ગઈ હોય ત્યારે એલોવેરા ના ગર્ભ માં સિંધા નમક તથા હળદર નાખીને રોજ ખાઓ. એનો ગર્ભ પેટ પર લગાવીને આખી રાત રહેવા દો. ધીમે ધીમે પેટ પરની કરચલીઓ દૂર થશે અને પેટનો ફુલાવો પણ મટી જાય છે.

એલોવેરા નો ગર્ભ પેટના અલ્સર ને અટકાવે છે તથા પાચનક્રિયા સરળ કરીને આતરડાની આકુચન-સંકુચન ની શક્તિને વધારે છે.

એલોવેરાનો એક કપ ગર્ભ લઇ, તેમાં હળદર અને સિંધા નમક નાખીને નરણા કોઠે ચાવીને ખાઈ જવો. તેનું સેવન કર્યા પછી એકાદ કલાક સુધી કાઈ જ ખાવું કે પીવું નહિ, આ પ્રયોગ ત્રણ થી છ અઠવાડિયા સુધી કરવો, એનાથી મેદ થતો અટકે છે અને લીવર ના રોગો મટે છે તથા ભૂખ ઉઘડે છે.

એલોવેરા નો ગર્ભ અથવા તેના બાફેલા પાન પેટ ઉપર બાંધવાથી પેટની અંદર ની ગાઠ ઓગળી જાય છે. પેટ કઠણ હોય તો પોચું પડે છે અને મળનો જમાવ દૂર થાય છે.

કાયમી ગેસ રહેવો, અપાનવાયુ ન છૂટવો, લીવર કે બરોળ વધવા, પાચનશક્તિ બરાબર નાં હોવી, ભુક ના લાગવી, આફરો ચડવો, વગેરે તકલીફો હોય તો એલોવેરા નો રસ, અજમો,અને મીઠું નાખીને બનાવેલી રોટલી કે ભાખરી ખાવાથી આ બધી સમસ્યા માંથી છુટકારો મળે છે.

એલોવેરા ના ૨૦ થી ૨૫ ગ્રામ મૂળને કચરીને ૪૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. ૧૦૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે તેમાં એક ચપટી હિંગ મિલાવીને હુંફાળું પાણી પી જવાથી પેટની પીડા મટી જાય છે.

બરોળ કે લીવર ના રોગમાં એલોવેરાનો ૧૦ ગ્રામ રસ તથા લીલી હળદર નો રસ ૧૦ ગ્રામ મિલાવીને પીવાથી ફાયદો થાય છે.

પેટના ગોળા માં એટલે કે ગુલ્મ ના રોગમાં એલોવેરાનો ગર્ભ અને ગાય નું ઘી ભેગા કરીને લેવાથી ફાયદો થાય છે. એલોવેરાનો ગર્ભ, સાટોડી ના પાન તથા આંબા હળદર સરખા ભાગે લઈને તેમાં એક ના વજન ના ત્રીજા ભાગ નો સાજીખાર લઈને આ બધું પીસીને પેટના ગોળા ના ભાગે લેપ કરવાથી વાયુનો ગોળો ચડ્યો હોય તો મટે છે.

એલોવેરા નો ગર્ભ ૫૦૦ ગ્રામ તથા નવસાગર ૫૦૦ ગ્રામ ભેગા કરીને ૧૫ દિવસ સુધી હવાચુસ્ત બરણી માં ભરી રાખો. તેમાંથી દરરોજ ૧૦ થી ૧૫ ગ્રામ રસ સહેજ હળદર મેળવીને સવાર સાંજ લેવાથી બરોળના રોગો તથા આતરડા ની તકલીફો મટે છે.   

પાચનપથ્ય સમસ્યા મા એલોવેરા નો ઉપયોગ

ઘઉંનો જાડો ચાળેલો લોટ ૨૫૦ ગ્રામ લઇ, તેમાં ઘી નાખી એલોવેરાના ગર્ભના રસમાં તેની કઠણ લોટ બાંધો, લોટ બાંધતી વખતે તેમાં અજમો, સિંધા નમક, શેકેલી હિંગ, કાળા મરી અને સુંઠ માપસર નાખીને તેની ભાખરી બનાવીને ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે, ઝાડો સાફ આવે છે.

કાળું મીઠું ૧૦ ગ્રામ, નવસાગર ૧૦ ગ્રામ, તથા એલોવેરાનો રસ ૫૦ ગ્રામ ભેગા કરવા. સવાર સાંજ જમ્યા પછી ૧૫ મિલી. આ રસ નું સેવન કરવું. તેનાથી અપચો મટે છે અને ગેસના રોગીઓને પુષ્કળ લાભ થાય છે.

આંબા હળદર વાટીને પેટ ઉપર લગાડવી.તેના ઉપર કાપીને ગરમ કરેલું એલોવેરા નું પાન બાંધવું. આનાથી વાતશૂળ મટે છે.

એલોવેરાના ૨૦ ગ્રામ રસમાં ૩ ગ્રામ સુંઠનું ચૂર્ણ મેળવીને સેવન કરવાથી હેડકી મટે છે. એલોવેરા ના રસ માં વરીયાળી પીસીને નાખીને તેનું સેવન કરવાથી કબજીયાત મટે છે.

મંદાગ્ની-અગ્નિમાન્ધ્ય વગેરેમાં એલોવેરા

નવસાગર તથા તુલસીના પાન બે-બે ગ્રામ લઇ, એલોવેરાના ગર્ભમાં મેળવી, ખરલ કરીને તડકામાં સુકાવા મૂકી દો. એ ચૂર્ણ ની નાનીનાની ગોળીઓ બનાવી દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે બે-બે ગોળીઓનું સેવન કરવાથી મંદાગ્ની મટી જશે. તથા ભૂખ પણ સારી લાગશે. ખોરાકનું પાચન પણ વ્યવસ્થિત થશે.

એલોવેરા ના અમુક નુકસાનો

ગર્ભવતી સ્ત્રીઓને એલોવેરા નું સેવન કરવું નહિ.

રક્તસ્ત્રાવ થતો હોય કે ઇન્ટરનલ હેમરેજ થયું હોય ત્યારે એલોવેરા નો ઉપયોગ કરવો નહિ.

એલોવેરા જો વધારે માત્રામાં લેવાઈ જાય તો ઝાડા થવાની સંભાવના રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ટામેટા નો ફેસપેક બનાવવાની રીત | સ્કિન માટે ટામેટા નો ઉપયોગ | ફેસપેક બનાવવાની રીત | Tameta no face pack banavani rit | Tomato benefits for skin in Gujarati

મગફળી ના ફાયદા | મગફળી ખાવાના ફાયદા અને ધ્યાનમા રાખવાની બાબત | Peanuts Benefits in Gujarati

પેટ ની સમસ્યા કબજીયાત, ગેસ, ઝાળા, ઉલ્ટી, કોલેરા, બાળકોને કૃમિ ની દવા અને ઘરેલું ઉપચાર | Pet ni samasya na gharelu upchar

ફણસ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર | ફણસ ના નુકશાન | Fanas na fayda | Jackfruit benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement