લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત - lila valadan na paratha banavani rit - lila valadan na paratha recipe in gujarati
Image credit – Youtube/Ghar Grihasti
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત – lila valadan na paratha banavani rit શીખીશું.  do subscribe Ghar Grihasti YouTube channel on YouTube  If you like the recipe આ પરોઠા ખૂબ ટેસ્ટી લાગે છે ને જેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા નો શોખ હોય એને એક વખત ચોક્કસ આ પરોઠા ને બનાવો જોઈએ તો ચાલો જાણીએ lila valadan na paratha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલા વટાણા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા વટાણા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • જીરું ½ ચમચી

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha recipe in gujarati

લીલા વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને મસળી લ્યો ને ફરી એક ચમચી તેલ લગાવી ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો

હવે લીલા વટાણા ને સાફ કરી ને તપેલી માં એક ગ્લાસ પાણી માં ઢાંકી ને પાંચ સાત મિનિટ બાફી લ્યો ત્યાર બાદ પાણી નિતારી લ્યો  અને દ્રદરા પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો

Advertisement

ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને અને વટાણા નું પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે શેકી લ્યો

ત્રણ ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરી લ્યો (તમે મિશ્રણ ને શેક્યા વગર બધા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો)

હવે બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવો લ્યો ને એને વાટકા નો આકાર આપી એમાં એક બે ચમચી મિશ્રણ નાખી વાટકા ને પેક કરી લ્યો ને હથેળી વચ્ચે દબાવી લ્યો ને હળવે હાથે વણી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો ને એમાં વણેલ પરોઠા ને નાખો ને બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો અને બીજા પરોઠા વણી ને શેકી લ્યો તો તૈયાર છે પરોઠા જેને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો લીલા વટાણા ના પરોઠા.

lila valadan na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Grihasti ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer banavani rit | gajar ni kheer recipe gujarati

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit | beet na parotha recipe in gujarati

આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit

જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit

રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement