જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati

જૈન સમોસા - Jain samosa - Jain samosa banavani rit - Jain samosa recipe in gujarati
Image credit – Youtube/My Jain Recipes
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જૈન સમોસા બનાવવાની રીત – Jain samosa banavani rit શીખીશું, do subscribe My Jain Recipes YouTube channel on YouTube If you like the recipe , સમોસા નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. સાથે દરેક ને ભાવે છે.  આજે આપણે બજાર માં મળતા સમોસા કરતા પણ ટેસ્ટી સમોસા ઘરે બનાવતા શીખીશું. ઉપર થી એકદમ ખસ્તા અને ખૂબ જ  સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે બજાર માં મળતા સમોસા કરતા પણ ટેસ્ટી Jain samosa recipe in gujarati શીખીએ.

જૈન સમોસા માટે લોટ બાંધવા માટે ની સામગ્રી

  • મેંદો ૧ કપ
  • ઘઉં નો લોટ ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો ૧/૨ ચમચી
  • ઘી ૨ ચમચી
  • તેલ ૨ ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • સફેદ વટાણા ૧/૪ કપ
  • આખા ધાણા ૧ ચમચી
  • વરિયાળી ૧ ચમચી
  • અજમો ૧ ચમચી
  • લીલાં મરચાં ૪
  • મીઠો લીમડો ૨૦-૨૫
  • લીલાં ધાણા ૧ કપ
  • કાચી કેળા ૬
  • તેલ ૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • હિંગ ૧/૨ ચમચી
  • સોંઠ પાવડર ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાંડ ૧ ચમચી
  • આમચૂર પાવડર ૧/૨ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી

જૈન સમોસા નો લોટ બાંધવા માટે ની રીત

સમોસા નો  લોટ બાંધવા માટે સૌથી પેહલા એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં તેલ અને ઘી નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી ને બાંધી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સાઇડ પર રાખી દયો.

Advertisement

સ્ટફિંગ બનાવવા માટેની રીત

હવે વટાણા ને કુકર માં બાફી ને એક બાઉલ માં કાઢી ને લઇ લ્યો.

ત્યાર બાદ કાચી કેળા ને બાફી ને તેના છીલકા કાઢી લ્યો. ત્યાર બાદ કેળા ઠંડી થાય બાદ તેને મેસર નું મદદ થી સરસ થી મેસ કરી લ્યો.

હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં આખા ધાણા, વરિયાળી અને અજમો નાખો. હવે તેને દરદરુ પીસી ને ડ્રાય મસાલો તૈયાર કરી લ્યો. હવે તેને  એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તે જ જાર માં લીલાં મરચાં, મીઠો લીમડો અને લીલાં ધાણા નાખો હવે તેને પણ દર્દરુ પીસી ને ગ્રીન પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે તેને પણ એક બાઉલ માં કાઢી લ્યો.

ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં પીસી ને રાખેલો ડ્રાય મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં હિંગ અને પીસી ને રાખેલી ગ્રીન પેસ્ટ નાંખો. હવે તેમાં સોઠ પાવડર  અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સરસ થી સેકી લ્યો.

હવે તેમાં બાફી ને રાખેલા વટાણા અને મેસ કરી ને રાખેલી કેળા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચૂર પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ મસાલા ને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા લીલાં ધાણા નાખો અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે સમોસા નું સ્ટફિંગ.

જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa recipe in gujarati

સમોસા બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લુવો બનાવી ઓવેલ સેપ માં રોટલી વણી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેને વચ્ચે થી કટ લગાવી લ્યો.

હવે તેમાં થી એક ભાગ લ્યો. હવે તેને કટ કર્યું તું તે ભાગ ને પાણી લગાવી દબાવી ને જોઇન્ટ કરો. જેથી એક કોન તૈયાર થઈ જશે. હવે તેમાં સ્ટફિંગ નાખો. ત્યાર બાદ તેની ઉપર પાણી લગાવી સમોસા ને બંધ કરી દયો. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે સમોસા નાખો. હવે ધીમા તાપે સમોસા ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સમોસા તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી જૈન સમોસા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી જૈન સમોસા ખાવા નો આનંદ માણો.

Jain samosa recipe in gujarati notes

  • કેળાં ઠંડા થાય બાદ જ મેસ કરવા  ગરમ મેસ કરસો તો કેળા ચીકણા થઈ જાસે.
  • મસાલા માં આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ નો રસ નાખી શકો છો.
  • ગ્રીન પેસ્ટ બનાવવા માં પુદીના ના ના પાન પણ નાખી શકો છો.

Jain samosa banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Jain Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત | Ghau na lot ni aalu masala puri banavani rit

રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત | Ragi vegetable soup banavani rit | Ragi vegetable soup recipe in gujarati

રવાની કેક બનાવવાની રીત | રવો કેક બનાવવાની રીત | rava cake banavani rit

વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત | Vagharel Idiyappam banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement