નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત | nylon pauva no chevdo banavani rit | nylon pauva no chevdo recipe in gujarati

પૌવા નો ચેવડો - પૌવા નો ચેવડો બનાવવાની રીત - નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત - nylon pauva no chevdo - nylon pauva no chevdo banavani rit gujarati ma - nylon pauva no chevdo recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube આજે પૌવા નો ચેવડો બનાવવાની રીત – nylon pauva no chevdo banavani rit gujarati ma – nylon pauva no chevdo recipe in gujarati શીખીશું. આ ચેવડો બનાવવો ખૂબ સરડ છે ને ખૂબ ઓછી મહેનતે તૈયાર થાય છે ને મહિના સુધી સાચવી શકાય છે તો ચાલો જાણીએ નાયલોન પૌવા નો ચેવડો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

પૌવા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | nylon pauva no chevdo recipe ingredients

 • પાતળા પૌવા 500 ગ્રામ
 • સીંગદાણા 1 કપ
 • દાડિયા દાળ 1 કપ
 • આખા સૂકા ધાણા 1 ચમચી
 • રાઈ 1 ચમચી
 • તલ 1 ચમચી
 • મીઠા લીમડાના પાન 10-12
 • લીલા મરચા ઝીણા સુધારેલ 6-7
 • પીસેલી ખાંડ 2 ચમચી
 • લસણ ટુકડા 1 ચમચી (ઓપ્શનલ છે)
 • હળદર ¼ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • આમચૂર પાઉડર 1 ચમચી
 • તેલ ¼ ચમચી +2 ચમચી

nylon pauva no chevdo banavani rit gujarati ma | pauva no chevdo recipe in gujarati

INSTRUCTIONS :

પૌવા નો ચેવડો બનાવવા સૌપ્રથમ પાતળા પૌવા ને ચારણી થી ચારી ને સાફ કરી લ્યો  હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ માં સાફ કરેલ પૌવા નાખી ને પાંચ સાત મિનિટ અથવા તો પૌવા બરોબર શેકાઈ જાય ત્યાં સુધી હલકા હાથે હલાવી ને શેકી લ્યો

 પૌવા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને શેકેલ પૌવા ને બીજા વાસણમાં કાઢી લ્યો (અહી તમે શેકેલ પૌવા ને ફરી એક વખત ચારણી થી ચારી લેશો તો પૌવા નો થયેલ ભૂકો કે શેકતી વખતે બરેલ પૌવા અલગ થઈ જશે)

 હવે પછી એજ કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી હલાવો ને સિંગદાણા ને શેકો સીંગદાણા અડધા શેકાઈ એટલે એમાં દાળિયા દાળ, મીઠા લીમડાના પાન, મરચા સુધારેલા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

બધી સામગ્રી ગોલ્ડન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં શેકી રાખેલ પાતળા પૌવા નાખી દયો

હવે વઘારિયમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હાથ થી મસળી ને આખા ધાણા, તલ ને હળદર નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને કડાઈમાં રહેલ પૌવા પર નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું, ખાંડ પીસેલી, ને આમચૂર પાઉડર નાખી બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો

 (અહી જો તમને લસણ ના કટકા નાખવા હોય તો વઘારમાં નાખી ને લસણ ના કટકા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા)

કડાઈ માં બધીજ સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ તૈયાર ચેવડા ને ઠંડો થવા દયો ને ઠંડો થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે પૌવા નો ચેવડો.

પૌવા નો ચેવડો બનાવવાની રીત | નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad banavani rit | pan kobi salad recipe in gujarati

તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala recipe in gujarati | tandoori masalo banavani rit gujarati

લચ્છા ડુંગરી બનાવવાની રીત | lachhca dungri banavani rit | laccha pyaaz recipe in gujarati

ઓરેન્જ કેન્ડી બનાવવાની રીત | orange jelly candy banavani rit

દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati | dal palak banavani rit

ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે