કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati

kothimbir vadi recipe in Gujarati - કોથમીર વડી રેસીપી
Image - Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી જે હેલ્ધી હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે, kothimbir vadi recipe in Gujarati , (લીલા ધાણા)કોથમીર વડી રેસીપી.

Kothimbir vadi recipe in Gujarati

કોથમીર વડી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૨ કપ કોથમીર
  • ૧ કપ બેસન
  • ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી લાલ મરચાંનો ભૂકો
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરૂ ભૂકો અડધી ચમચી ગરમ મસાલો ૧ ચમચી તલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધા લીંબુ નો રસ
  • તરવા માટે તેલ
  • ગાર્નિશ કરવા છીણેલું નાળિયેર
  • જરૂર પ્રમાણે પાણી

કોથમીર વડી રેસીપી

 કોથમીર વડી બનાવવા સૌપ્રથમ કોથમીરને(ધાણા) પાણીમાં બરોબર સાફ કરી ધોઈ લો ત્યારબાદ તેની ઝીણી ઝીણી સમારી લો સમારેલી કોથમીર(ધાણા) એક વાસણમાં લઈ તેમાં ૧ કપ બેસન સ્વાદ પ્રમાણે મીઠું ,લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરા નો ભૂકો ,હળદર, તલ, આદુ મરચાની પેસ્ટ, છેલ્લે લીંબુ નીચોવી હાથ વડે બરાબર મિક્સ કરો,

મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટને પાંચ મિનિટ એક બાજુ મૂકી દેવો

Advertisement

હવે ગેસ પર એક વાસણ માં ૨-૩ ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે તેલ લગાડેલ ચારણી માં બાંધેલા લોટ નો રોલ બનાવી ને ૧૫-૨૦ બાફવા મૂકી  દેવો બરોબર બફાઈ જાય એટલે એને ઠંડા થવા દેવા ને ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા

એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ વડી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી ને છેલ્લે નારિયળ થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ ચાય સાથે કે ચટણી સાથે પીરસો,kothimbir vadi recipe in Gujarati.

Kothimbir vadi recipe Video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | Dry fruit chikki recipe in Gujarati

ક્રીમી દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati

બાજરી ગુંદર ની રાબ બનાવવાની રીત | Bajri Gundar ni raab banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement