ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત | cheese chilli toast banavani rit | cheese chilli toast recipe in gujarati

ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત - cheese chilli toast banavani rit - cheese chilli toast banavani rit gujarati ma - cheese chilli toast recipe in gujarati
Image credit – Youtube/Ajay Chopra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત – cheese chilli toast banavani rit gujarati ma શીખીશું. આ એક ખૂબ ઝડપી બની ને તૈયાર થતી વાનગી છે ને સાંજ ની હલકી ફુલ્કી ભૂખ માં ખાઈ શકાય અથવા લંચ બોકસ માં પણ આપી શકાય છે તો ચાલો જાણીએ cheese chilli toast recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા જરૂરી સામગ્રી | cheese chilli toast ingredients

  • બ્રેડ 4-6
  • કેપ્સીકમ ¼ કપ ઝીણી સુધારેલ
  • ટમેટા બીજ વગર ના ઝીણા સમારેલા ¼ કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી ¼ કપ
  • મોઝરેલા ચીઝ 1 કપ છીણેલું
  • પ્રોસેસ ચીઝ 1 કપ છીણેલું
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ક્રીમ 1 ચમચી
  • માખણ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત | cheese chilli toast recipe in gujarati

ચીઝ ચિલી ટોસ્ટ બનાવવા સૌપ્રથમ ગેસ પર તવી ગરમ કરવા મૂકો ને ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં બ્રેડ ની સ્લાઈજ ને બને બાજુ ધીમા તાપે શેકી લ્યો ( આમ બ્રેડ ને શેકી લેવાથી એના પર જ્યારે તૈયાર કરેલ મિશ્રણ નાખશું ત્યારે બ્રેડ પોચી નહિ થાય)

એક વાસણમાં કેપ્સીકમ ઝીણી સુધારેલ, ટમેટા બીજ વગર ના ઝીણા સમારેલા, ડુંગળી ઝીણી સુધારેલી, મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા, ક્રીમ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

હવે શેકેલ બ્રેડ પર માખણ લગાવો ને એના પર તૈયાર કરેલ મિશ્રણ ને સારી માત્રામાં મૂકી ને ફેલાવી લ્યો હવે જો તવી પર મૂકવી હોય તો ગેસ પર તવી ધીમા તાપે ગરમ મૂકો એના પર માખણ લગાવી ને તૈયાર બ્રેડ મૂકો ને ઢાંકી ને ચાર મિનિટ ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો અને બે મિનિટ પછી તવી પર બે ત્રણ ચમચી પાણી નાખી ઢાંકી ને ચીઝ પીગળાવી લ્યો

ચીઝ ઓગળે એટલે પ્લેટમાં કાઢી લ્યો અથવા જો ઓવેન માં કરવા માંગો તો તૈયાર ટોસ ને ઓવેન પ્લેટ માં મૂકી 180 ડિગ્રી પર પાંચ મિનિટ મૂકી ચીઝ પીગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ને તૈયાર કરી શકો છો ને ગરમ ગરમ સોસ સાથે કે ચીઝ ડીપ સાથે સર્વ કરો ચીઝ ચિલી ટોસ્ટ.

cheese chilli toast banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati

બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati

હેલ્ધી પાલક ની પૂરી જે ઘરમાં દરેક ને પસંદ આવશે | Palak puri recipe in Gujarati

નવી રીતે બનાવો સોફ્ટ આલુ પરોઠા અને પોષ્ટિક રાયતું | Aloo Paratha with rayta recipe in Gujarati

હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા બનાવવાની રીત | Muda na muthiya

હેલ્ધી અને ઝટપટ રવા ઈડલી બનાવવાની રીત | Instant Rava idli recipe Gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement