મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | mosambi na fayda

મોસંબી ખાવાના ફાયદા - મોસંબી ના ફાયદા - mosambi na fayda in gujarati - મોસંબીનો જ્યૂસ
Advertisement

આજ ના આર્ટીકલ મા માહિતી આપીશું મોસંબી વિશે જેમાં મોસંબી ના ફાયદા અથવા તો મોસંબી ખાવાના ફાયદા,મોસંબી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા , mosambi na fayda in gujarati

મોસંબી વિશે માહિતી

પૌષ્ટિક આહાર તરીકે પુષ્કળ વપરાતી ,મોસંબી સૌ કોઈ ની પ્રિય છે. ભારત માં મધ્યપ્રદેશ, પંજાબ, આસામ તેમ જ મહારાષ્ટ્ર માં તથા ગુજરાત માં સૌરાષ્ટ્ર માં મૌસંબીનું વાવેતર મોટા પાયા પર થાય છે.

મોસંબી નું ફળ એકાદ મહિના સુધી બગડતું નથી. તેથી તેનો વેપાર પુષ્કળ પ્રમાણ માં ચાલે છે.

Advertisement

મોસંબી એ લીંબુની જ જાત નું ફળ છે અને લીંબૂ કરતા અનેક ગણું ફાયદાકારક છે.

mosambi – મોસંબી રોગી કે નીરોગી સૌ કોઈ માટે શ્રેષ્ઠ છે. કેટલીક બીમારીઓમાં તો દર્દીઓને ફક્ત મોસંબીના રસ ઉપર જ રાખવામાં આવે છે.

મોસંબીના ફળ ને અંગ્રેજી માં “Sweet lemon” કહે છે. મુંબઈ અને ગુજરાત માં તેને મોસંબી કહે છે. ઉત્તરપ્રદેશ માં તેને મીઠું લીંબૂ કહે છે. મોન્ઝાબીક બેટ પરથી તેનું નામ મોસંબી પડ્યું છે.

મોસંબીમાં વિટામીન એ બી અને સી હોય છે. મોસંબીનો રસ બાળકો માટે ખુબ જ સારો માનવામાં આવે છે. તેઓની પાચનશક્તિ સતેજ બને છે. અને લોહી અને શરીર નું તેજ વધે છે.

મોસંબીનો જ્યૂસ વજન ઘટાડવા માટે

Mosambi Juice – મોસંબીનો જ્યુસ પીવાથી પાચનતંત્ર ને ફાયદો થાય છે. પાચનશક્તિ માં વધારો થાય છે. જેના કારણે શરીર માં મેટાબોલીઝમ સારું રહે છે. એટલે જ મોસંબીનું જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે.

મોસંબી ના ફાયદા તે ખીલ અને દાગ ધબ્બા દૂર કરે છે

ખીલ ની સમસ્યા ટીન એજ માં વધારે થતી હોય છે. તેને દૂર કરવા માટે મોસંબીની છાલ ને સુકવીને તેનો પાવડર બનાવી લો.

હવે આ પાવડર માં મુલતાની માટી, હરિદ્રા ચૂર્ણ, અને લીંબૂ ના ૨-૩ ટીપાં નાખીને લેપ બનવી લો.

આ લેપ ને ચહેરા પર લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે અને ત્વચા પર કરચલીઓ જલ્દી પડતી નથી.

મોસંબી ના ફાયદા પેશાબ સબંધી સમસ્યાઓમા | mosambi na fayda

પેશાબ કરતી વખતે બળતરા થાય છે, પેશાબ રોકાઈ રોકાઈ ને આવે છે તો મોસંબીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

મોસંબીના રસ ને દરરોજ ૫૦ થી ૧૦૦ મિલી પીવાથી ઝડપ થી ફાયદો થાય છે.

મોસંબી ખાવાના ફાયદા ઝાડા મા | mosambi na fayda loose motion ma

ખાવા પીવા માં ફેરફાર ને કારણે ઝાડા ની સમસ્યા થઇ જતી હોય છે.

ઝાડા માં મોસંબીના રસ માં વરીયાળી અને સહકાર મિલાવીને પીવાથી ઝાડા માં ઝડપ થી ફાયદો થાય છે.

કોલેરા માં મોસંબીનો રસ નો ઉપયોગ

ખરાબ પાણી પીવાઈ જવાથી કોલેરા ની બીમારી થવાનો સંભવ રહે છે.

આવામાં આતરડા માં ઇન્ફેકશન થઇ જવાથી કોલેરા થઇ જતો છે.

કોલેરા માં મોસંબીનો જ્યુસ પીવાથી ઘણો ફાયદો થાય છે અને પિત્ત, ઉલટી, અને ઝાડા જેવી સમસ્યા માં પણ ફાયદો થાય છે.

મોસંબી નો ઉપયોગ દાંત ના દુખાવામાં

મોસંબી ની છાલ ને દાંત ના દુખાવામાં રાહત મેળવવા માટે ઘસવામાં આવે છે.

અથવા તો તેની છાલ ને પીસી ને પેસ્ટ બનાવી લો. હવે જ્યાં દાંત માં દુખાવો થાય છે તે ભાગ પર આ પેસ્ટ લગાવવાથી દાંત ના દુખાવામા માં ખુબ જ ફાયદો થાય છે.

મોસંબીનો જ્યુસ ના ફાયદા શરદી-ઉધરસ અને તાવ મા

શરદી, ઉધરસ, અને તાવ માં મોસંબીનો જ્યુસ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

મોસંબીના જ્યુસ માં ચપટી એક મીઠું, અને ૫ થી ૬ ટીપાં આદુના રસ ના નાખીને તાવ અને શરદી ઉધરસ માં પીવડાવવું જોઈએ.

જો ઉધરસ છે તો મોસંબી અને સંતરા જેવા ખાટા ફળો નો જ્યુસ પીવો નહિ.

ડેન્ગ્યું, વાઈરલ ફીવર, અને સામાન્ય તાવ માં મોસંબીનો જ્યુસ પીવું ફાયદેમંદ સાબિત થાય છે.

મોસંબી ખાવાના ફાયદા ગર્ભાવસ્થા દરમિયાન

મોસંબીનો જ્યુસ ગર્ભાવસ્થા દરમિયાન પીવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

કારણ કે મોસંબીમાં કેલ્શિયમ અને પોટેશિયમ ની માત્રા ખુબ જ સારા પ્રમાણ માં હોય છે જે ગર્ભના વિકાસ માટે ખુબ જ ફાયદેમંદ છે.

મોસંબી નો જ્યુસ પાચનશક્તિ સારી બનાવે છે. તેથી જ ગર્ભવતી મહિલાઓને મોસંબીનો જ્યુસ પીવડાવવાથી તેમણે કબજિયાત ની સમસ્યા થતી નથી.

જો તમને શરદી અને ઉધરસ છે તો મોસંબીનો જ્યુંસ ઠંડો પીવો નહિ.

મોસંબી ના ફાયદા અને ઘરગથ્થું ઉપચાર

વજન ઘટાડવા માટે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મોસંબીનો જ્યુસની સાથે નવસેકા પાણીમાં મધ નાખીને પીવું.

મોસંબીના જ્યુસનું સેવન  કરવાથી વાળની દરેક સમસ્યા માંથી છુટકારો મળે છે. અને વાળ વધવાનો ગ્રોથ પણ ઝડપ થી વધે છે.

દરરોજ મોસંબીનો જ્યુસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે.

મોસંબી નો જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે, અને લોહી શુદ્ધ થવાથી ત્વચા ને લગતી તમામ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે.

મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર

ઉનાળા માં તો મોસંબીનો જ્યુસ ખાસ પીવો જોઈએ ગરમીમાં લૂ લાગી જવી, તડકા થી બચવા માટે મોસંબીના જ્યુસ નું સેવન અવશ્ય કરવું જોઈએ. મોસંબીનો જ્યુસ ડીહાઈડ્રેશન દૂર કરે છે અને શરીર માં જરૂરી મિનરલ્સ ની ઉણપ ને પણ દૂર કરે છે.

મોસંબીની તાસીર ઠંડી હોય છે. તેથી માનસિક તાણ વાળી વ્યક્તિઓએ મોસંબીના જ્યુસ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

અસ્થમા અને શ્વાસ ની બીમારી વાળા દર્દીઓએ મોસંબીના જ્યુસ માં જીરું અને સુંઠ નો ભુક્કો નાખીને સેવન કરવું જોઈએ.

મોસંબીનો જ્યુસ એક ડીટોક્ષ એજન્ટ છે. પ્રદુષણ, સ્ટ્રેસ, તણાવ, વગેરે ને દૂર કરે છે મોસંબીનો જ્યુસ. મોસંબી નો જ્યુસ પીવાથી શરીર માં રહેલા ઝેરી દ્રવ્યો બહાર નીકળી જાય છે.

શરીર માં યુરિક એસીડ ઓછું કરવા માટે મોસંબીનો જ્યુસ કરગર નીવડે છે. મોસંબી નો જ્યુસ શરીરમાં એકઠું થયેલું વધારાનું યુરિક એસીડ ને બહાર કાઢી નાખે છે.

મોસંબી ખાવાના ફાયદા અને ઘરગથ્થું ઉપચાર

પેટ કે મોઢાના છાલમાં મોસંબી નો જ્યુસ ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તેમાં લીમોમીન ગ્લુકોસાઈડ નામક તત્વ હોય છે જે પેટ ના અલ્સર અને મોઢાના છાલા બન્ને ને મટાડવામાં મદદ કરે છે.

મોસંબી નો જ્યુસ જ ફક્ત ફાયદેમંદ નથી તેના છિલકા પણ એટલા જ ફાયદેમંદ છે. મોસંબીની છાલ ને સુકવી ને તેનો ભુક્કો કરીને ચહેરા પર લગાવવાથી પીમ્પ્લ ની સમસ્યા માંથી રાહત મળે છે.

જો તડકા માં વધારે ફરવાથી સ્કીન નો રંગ ડાર્ક થઇ ગયો છે તો મોસંબીના છાલ ના ભૂક્કા માં હળદર અને મધ મિલાવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ચહેરા પર લગાવી ને સૂકવો દો. સુકાઈ જાય એટલે પાણી ની મદદ થી ધોઈ લો. અઠવાડિયા માં બે વખત આ ઉપાય કરવાથી તડકા થી કાળી પડી ગયેલી ત્વચા માં નીખર આવી જશે.

મોસંબી ના નુકશાન

સાઈટ્રીક એસીડ અને વિટામીન સી ની ઉપસ્થિતિ ને કારણે મોસંબીનું જ્યુસ નું વધારે સેવન શરીર માં એસીડ ની માત્રા વધારી શકે છે.

મોસંબીના જ્યુસ નું વધારે સેવન કરવાથી દાંત ની જે સફેદ પરત હોય છે તે ઓછી થઇ જાય છે અને આને કારણે તે દાંતને સવેન્દન શીલ બનાવે છે.

વધારે પ્રમાણ માં મોસંબીના જ્યુસ નું સેવન કરવાથી ઉલટી અને પેટ નો દુખાવો થઇ શકે છે. આવું એટલે થાય છે કારણકે મોસંબીમાં વિટામીન સી હોય છે અને વિટામીન સી નું વધારે પડતું સેવન આ સમસ્યા ઉભી કરી શકે છે.

મોસંબી ને લગતા લોકો ને મુજાવતા કેટલાક પ્રશ્નો

મોસંબી ને અંગેજી મા શું કહેવાય | મોસંબી in English

અંગ્રેજી મા મોસંબી ને sweet lime, sweet lemon,sweet limetta જેવા વિવિધ નામો છે

ભૂખ્યા પેટે મોસંબીનો જ્યુસ પીવાથી શું થાય છે?

મોસંબી નો જ્યુસ શરીર ને ડીટોકસીફાઈ કરે છે તેનાથી શરીર માં રહેલા નકામાં તત્વો બહાર નીકળી જાય છે. આંખો માટે પણ મોસંબીનો જ્યુસ ખુબ જ સારો માનવામાં આવે છે.

શું મોસંબી નો જ્યુસ વજન ઘટાડવામાં ઉપયોગી છે?

હા, મોસંબી નો જ્યુસ વજન ઘટાડવા માટે કારગર સાબિત થાય છે.

શું મોસંબી નો રસ કીડની માટે સારો છે?

હા, કીડની માટે મોસંબી ના જ્યુસ નું સેવન લાભકારી છે.

શું મોસંબીના રસ નું સેવન રાત્રે કરી શકાય?

ના, મોસંબી ના જ્યુસ નું સેવન રાત્રે કરવું જોઈએ નહિ. કોઈપણ ફળ ના જ્યુસ નું સેવન રાત્રે કરવું જોઈએ નહિ. કારણ કે તેમાં એસીડ નું પ્રમાણ હોય છે અને રાત્રે જ્યુસ પીવાથી એસીડીટી ની સમસ્યા થઇ શકે છે.

મોસંબી ખાવાનો કરવાનો ઉત્તમ સમય?

તમે મોસંબી ને નાસ્તા તરીકે જ્યારેપણ ભૂખ લાગે ત્યરે લઇ શકો છો જેથી તમારા શરીર નુઈ અંદર વધુ કેલેરી જશે નહિ તેમજ મોસંબી તમારા શરીર માંથી ખરાબ તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે અને તમારા શરીર મા રહેલ ફેટ ને બાળવામાં પણ મદદરૂપ થાય છે

Mosambi na fayda in Gujarati

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગાજર નું સેવન કરવાના 10 ફાયદા | Gajar na fayda

ઘઉં ના જવારા નો જ્યુસ અનેક બીમારીઓ નો રામબાણ |ઘઉં ના જવારા નો જ્યુસ ના ફાયદા | Ghau na javara juice na fayda

બીટ ખાવાના ફાયદા | બીટ નું જ્યુસ પીવાના અનેક ફાયદાઓ | benefits of beetroot in Gujarati

વજન ઘટાડવા માટે ઉપાય તરીકે પીવો ઘરે બનતા આ 8 પીણા માંથી કોઈ પણ એક | weight loss Drinks details in Gujarati

દુધી ના ફાયદા | દુધી નો જ્યુસ બનાવવાની રીત | દુધી ના ઘરેલું ઉપચાર વિશે માહિતી | Dudhi na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement