ટ્રેન્ડીંગ ટોર્ટિલા વ્રેપ બનાવવાની સરળ રીત | Tortilla wrap recipe in Gujarati

Tortilla wrap recipe in Gujarati - ટોર્ટિલા વ્રેપ બનાવવની રીત - ટોર્ટિલા વ્રેપ રેસીપી
Image – Youtube/Chef Ranveer
Advertisement

મિત્રો ઘરમાં આપણે ઘણીવાર છોલે નું શાક કે પછી પરોઠાં/રોટલી વધારે થઈ જાય અને વિચાર આવે કે આ પરોઠાં/ રોટલી શાક નું શું કરવું તો અમે લાવ્યા છીએ તમારા માટે આ વધેલી સાક-રોટલી નું હમણાં બહુ ચાલી રહેલા ટોર્ટિલા વ્રેપ બનાવવની રીત,ટોર્ટિલા વ્રેપ રેસીપી, Tortilla wrap recipe in Gujarati.

ટ્રેન્ડીંગ ટોર્ટિલા વ્રેપ રેસીપી

તમે જો વધેલું સાક ન હોય તો ફ્રેશ પણ બનાવી શકો છો.અમારા અમૃત્સરી છોલે બનાવવાની રેસીપી પણ નીચે લિંક માં આપી છે.

ટોર્ટિલા વ્રેપ બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી/પરોઠા ૨-૩
  • ચીઝ સ્પ્રેડ ૧ પૅકેટ
  • છોલે ની સબ્જી ૧ વાટકો
  • માખણ ટરત્તિલ્લા સેકવા માટે

કચુંબર માટે સામગ્રી:-

  • ટામેટું ૧ સુધારેલ
  • પાનકોબી  સુધારેલ ૧ વાટકી
  • ડુંગળી સુધારેલી ૧
  • લીંબુ ૧ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ૧/૨ ચમચી
  • આમચૂર પાઉડર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર

મસાલા કોર્ન માટે સામગ્રી:-

  • અમેરિકન મકાઈ બાફેલી ૧
  • ચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી
  • ઓરેગાનો ૧/૨ ચમચી
  • ચીઝ છીનેલો ૧ ટૂકડો
  • લીંબુ નો રસ ૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર

Tortilla wrap recipe in Gujarati

ટોર્ટિલા વ્રેપ બનાવવા માટે પહેલા તમારે છોલે, મસાલા કોર્ન, કચુંબર તૈયાર કરવું પડે.તો ચાલો તૈયાર કરીએ.

Advertisement

કચુંબર બનાવવા માટે એક બાઉલમાં બીજ કાઢી ને સુધારેલ ટામેટું, પાંકોબી ડુંગળી, લઈ એમાં લીંબુ નો રસ લાલ મરચાનો પાઉડર અને આમચૂર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરવું.

મસાલા કોર્ન માટે એક બાઉલ માં બાફેલી મકાઈ માં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લીંબુ, મીઠું નાખી ને બરાબર મિક્સ કરીને તેમાં છીણેલું ચીઝ નાખી ધીમે હાથે હલાવવું.

હવે એક પાટલા પર એક રોટલી/પરોઠું મૂકી એમાં વચ્ચે થી અડધો કાપો મૂકીને ને એ રોટલી ના ચોથા ભાગમાં થોડુક કચુંબર મૂકવું, બીજા ચોથા ભાગમાં થોડુક છોલે નું શાક, ત્રીજા ચોથા ભાગમાં મસાલા કોર્ન અને ચોથા ભાગમાં એક ચમચો ચીઝ સ્પ્રેડ લગાવી એને ફોલ્ડ ( વાળવું) કરવું.

હવે એક તવો ગરમ કરીને તેમાં ૧ ચમચી માખણ લગાવી રોટલી ના વરેપ ને બંને બાજુ સેકી લો,તો તૈયાર છે ટોર્ટિલા વ્રેપ.

ટોર્ટિલા વ્રેપ બનાવવની રીત

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

અમૃતસરી છોલે રેસીપી – Amritsari choley recipe in Gujarati

સુરત નો ફેમસ કોર્ન ચાર્ટ બનાવવાની રીત – Masala Corn chaat recipe in Gujarati

પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા બનાવવાની સરળ રીત

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement