મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki banavani rit | mamara ni tikki recipe in gujarati

મમરા ની ટીક્કી બનાવવાની રીત - mamara ni tikki banavani rit - mamara ni tikki recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે મમરા ની ટીક્કી બનાવવાની રીત – mamara ni tikki banavani rit શીખીશું. જે તમે સવાર સાંજ ના નાસ્તા માં કે પછી અચાનક આવેલ મહેમાન ને નાસ્તામાં બનાવી ને આપી શકો છો તો ચાલો જાણીએ mamara ni tikki recipe in gujarati – મમરા ની ટીક્કી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મમરા ની ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ¼ કપ
  • મમરા 2 કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ અને મરચાની પેસ્ટ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • દહીં ⅓ કપ
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા કે શેકવા મટે તેલ

મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki recipe in gujarati

મમરા ની ટીક્કી બનાવવા માટે સૌ પ્રથમ મમરા ને બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો

ત્યાર બાદ મમરા એક વાસણમાં લ્યો અને એમાં બેસન, ચોખા નો લોટ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, આદુ લસણ અને મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, દહીં, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું nakhibrobr મિક્સ કરી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી હાથ માં તેલ લગાવી એની ગોળ કે પછી મનગમતા આકાર ની ટીક્કી બનાવી લ્યો ને તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ટીક્કી નાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો

અથવા જો તમારે તરેલ ના બનાવી હોય તો તવી પર તેલ લગાવી ધીમા તાપે ટીક્કી ને એક બાજુ શેકી ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અથવા ગોળ બનાવી અપ્પમ પાત્ર માં મૂકી ફેરવી ફેરવી ને તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો

આમ બધી ટીક્કી ને ગોલ્ડન તરી લ્યો અને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો મમરા ની ટીક્કી

mamara ni tikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સિંધી ડોડા બનાવવાની રીત | sindhi doda banavani rit | sindhi doda recipe in gujarati

રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad banavani rit | mix vegetable salad recipe in gujarati

છોલે પાલક પુલાવ બનાવવાની રીત | chole palak pulao banavani rit | chole palak pulao recipe in gujarati

જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati

સોજી બાટી બનાવવાની રીત | soji ni bati banavani rit | Soji bati recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement