પંજાબી શાક ની સફેદ ગ્રેવી | Panjabi shaak ni safed greavy

પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવાની રીત - Panjabi shaak ni safed greavy banavani rit
Image credit – Youtube/Zee Zest
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવાની રીત – Panjabi shaak ni safed greavy banavani rit શીખીશું, do subscribe Zee Zest YouTube channel on YouTube If you like the recipe , આપણે હોટલ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે અમુક પંજાબી શાક મંગાવીએ ત્યારે એમાં સફેદ ગ્રેવી માં શાક આવતા હોય છે ત્યારે વિચારતા હોઈએ કે આ સફેદ ગ્રેવી કેમ બનાવી હસે તો આજ આપણે ઘરે સફેદ ગ્રેવી બનાવી અઠવાડિયું ફ્રીઝ માં સાચવી શકાય એવી ગ્રેવી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવા માટે કઈ કઈ સામગ્રી.

પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ ટુકડા 1 કપ
  • ડુંગળી 4-5
  • તેલ 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • એલચી 1-2
  • લીલા મરચા સુધારેલા 2
  • મોરો માવો છીણેલો ¼ કપ
  • પીસેલું દહી  ½ કપ
  • સફેદ મરી પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવાની રીત

સફેદ ગ્રેવી બનાવવા માટે સૌ ગેસ પર એક કડાઈ માં એક કપ પાણી ગરમ કરો એમાં ડુંગળી ના મોટા મોટા કટકા કરી નાખો ને ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો અને બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં કાજુ નાખી એને દસ મિનિટ ઉકાળી લ્યો

કાજુ ને ડુંગળી નરમ થાય એટલે બને ને અલગ અલગ પાણીથી અલગ કરી લ્યો ને બને ને અલગ અલગ મિક્સર માં નાખી ને પેસ્ટ બનાવી લ્યો

Advertisement

હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એમાં એલચી નાખો ત્યાર બાદ પીસેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ નાખી ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ લીલા મરચા નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી ને હલાવતા રહો આઠ દસ મિનિટ ચડાવી લ્યો ગ્રેવી ઘટ્ટ થાય અને તેલ અલગ થવા લાગે  ત્યાં સુંધી ચડાવો

ત્યાર બાદ એમાં દહી માં સફેદ મરી મિક્સ કરી નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને છેલ્લે લીલા મરચા ના કટકા કાઢી લ્યો તો તૈયાર છે  પંજાબી શાક માટેની સફેદ ગ્રેવી.

Panjabi shaak ni safed greavy banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zee Zest ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મોમોઝ ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit | momos chutney recipe in gujarati

અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake banavani rit

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement