ઘઉં ના લોટ નો ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો- testy Snack

testy Snack - Wheat Flour testy snack - ઘઉં ના લોટ નો નાસ્તો - ghau na lot ni vangi
image - youtube - Sheetal's Kitchen - Gujarati
Advertisement

આજે આપણે એકદમ નવી રીત થી ને નવા આકાર ના નાસ્તા ની રેસિપી બનાવિશું જે ઘઉં ના લોટ માંથી બને છે અને આપણે  સમોસા હંમેશા તેલમાં તળીને જ બનતા હોય છે પરંતુ આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં તર્યા વગર ના નવા જ પ્રકારનો નાસ્તો બનાવતા શીખીશું આજે આપણે એક અલગ અલગ પ્રકારના પનીર અને પાલકમાંથી બનતા નાસ્તા ને બનાવીશું – ઘઉં ના લોટ નો ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો – testy Snack , ઘઉં ના લોટ નો નાસ્તો ,Wheat Flour testy snack, ghau na lot ni vangi.

Ghau na lot ni vangi – testy Snack

ઘઉં ના લોટ નો નાસ્તો બનાવવા જરૂરી  સામગ્રી

  •  2 વાટકી ઘઉંનો લોટ
  •  અડધી ચમચી મીઠું
  •  બે ચમચી તેલ
  •   પાંચથી છ ચમચી જેવી સૂકી મેથી
  •  બે વાર પાલક સુધારેલી
  •  સો થી દોઢસો ગ્રામ જેટલું પનીર
  •  એક  ચમચી ચાટ મસાલો
  •  આદુ મરચા ની પેસ્ટ
  •  પાણી જરૂરત મુજબ નુ
  •  સાટો બનવા માટે એક થી બે ચમચી ઘી ને એક થી બે ચમચી ચોખા નો લોટ અથવા મેંદા નો લોટ(એક વાટકી માં ૨ ચમચી ઘી લઈ તેમાં ૨ ચમચી ચોખા નો લોટ નાખી ચમચી વડે બરોબર હલાવી ને સમુથ પેસ્ટ તૈયાર કરી લેવો જેને સાટો કહેવાય)
  • સૌપ્રથમ એક મોટા વાસણમાં બે વાડકી ઘઉંનો લોટ સ્વાદ મુજબ મીઠું સૂકી મેથી તથા તેલ નાખી બરોબર હાથ રે મિક્સ કરી દો ત્યારબાદ ધીમે ધીમે પાણી રેલી રોટલી માટે જરૂરી હોય તેવો લોટ બાંધી લો ત્યારબાદ બાંધેલા લોટને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી એક્સાઇડ મૂકી દેવો.

ઘઉં ના લોટ નો નાસ્તો – Wheat Flour testy snack – ghau na lot ni vangi

હવે આપણે નાસ્તા માટે જરૂરી એવું પુરણ તૈયાર કરીશું સૌપ્રથમ એક વાટકામાં 2 વાટકી સુધારેલી પાલક સો થી દોઢસો ગ્રામ જેટલું પનીર લઈ તેમાં આદુ મરચા ની પેસ્ટ  સ્વાદ મુજબ મીઠુ તથા આમચૂર પાવડર નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લો.

હવે બાંધેલા લોટમાંથી ઓછામાં ઓછા ત્રણ થી ચાર લુવા બનાવી લ્યો આ લુવા ની મીડીયમ રોટલી વણી લો હવે એક રોટલી પર બનાવેલો સાટો લગાડો અને તેના પર બીજી રોટલી રાખો

Advertisement

ત્યારબાદ આ બંને રોટલી ને વેલણ વડે ફરીથી વણી લ્યો હવે વણેલી રોટલી પર તૈયાર કરેલું પાલક પનીર વાળો મિશ્રણ ને રોટલી ની એક બાજુ લાંબુ મૂકી દયો( જેમ ફ્રેન્ચ રોલ માં મૂકીએ છીએ તેમ) મિશ્રણ મૂક્યા પછી રોટલી ને એક બાજુ થી બંધ કરી એને ગોળ ફેરવી ને લાંબો રોલ બનાવી લઈ ચકુ વડે એક થી દોઢ ઇચ ના કટકા કરી ને એક એક લુવા ને હથેળી વડે દબાવતા જાઓ

Yummy Snack
Yummy Snack

એક તવી માં થોડું તેલ નાખી દબાવી ને બનાવેલ લુવા ને ધીમા તાપે બને બાજુ સોનેરી રંગ ના થાય ત્યાં સુંધી શેકી લ્યો.. તો  તૈયાર છે આપણા ઓછા તેલ માં બનાવેલ ક્રિસ્પી નાસ્તો જેનો આકાર ને સ્વાદ બિલકુલ  જ અલગ છે

જેને તમે સવાર ના નાસ્તા માં કે સાંજ ના નાસ્તા માં કે મહેમાન આવાના હોય તો તેમને આપવા માટે એક દમ નવાજ રંગ રૂપ વાળો નાસ્તો આપી સકો છો તો ચોક્કસ થી એક વાર ટ્રાય કરજો, ghau na lot ni vangi.

Wheat Flour testy snack video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ઘઉં ની બનાના કેક- banana wheat cake

બચેલી રોટલી(chapati) માથી બનાવો સ્વાદિષ્ટ અને Healthy લાડવા(Ladoo)

ખુબજ ટેસ્ટી આંબા ની ગુલ્ફી(Mango Kulfi) આઇસ્ક્રીમ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement