વધેલી રોટલી માથી બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી રોટલી ના લાડવા – Rotli na Ladoo

હેલ્દી રોટલી ના લાડવા - Rotli na Ladoo - વધેલી રોટલી નો નાસ્તો
Image - youtube Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘરમાં બચેલી રોટલી માંથી Yummy હેલ્દી રોટલી ના લાડવા બનાવતા શીખીશું, હેલ્દી રોટલી ના લાડવા, વધેલી રોટલી ના લાડવા, Rotli na Ladoo.

Rotli na Ladoo

વધેલી રોટલી ના લાડવા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • બચી ગયેલી ૭-૮ રોટલી
  • અડધો કપ સુધારેલો ગોળ
  • ત્રણથી ચાર ચમચી ઘી
  • બે-ત્રણ ચમચી કિસમિસ
  • એક થી બે જ એલચી ના ભુક્કા નો પાવડર
  • બે-ત્રણ ચમચી કાજુના કટકા
  • બે-ત્રણ ચમચી બદામ ના કટકા
  • અડધો કપ છીની ને શેકેલો માવો (ના નાખવો હોય તો બી ચાલે)

રોટલી ના લાડવા રેસીપી

રોટલી ના લાડવા – Rotli na Ladoo બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને ગેસ પર તવી મૂકી ગરમ કરી બંને બાજુથી કડક થાય ત્યાં સુધી શેકી લો બધી રોટલી શેકાઈ જાય એટલે એક મિક્સર જારમાં કટકા કરી પીસીને બુકો તૈયાર કરી લો તૈયાર થયેલ ભૂકો એક વાસણમાં કાઢી લ્યો

 હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ કિસમિસ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો આ મિશ્રણની પીસેલી રોટલીના મિશ્રણ સાથે બરોબર મિક્સ કરો હવે તેજ કડાઈમાં છીણેલો ગોળ લઈ તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખી ગોળનો સાદો પાક તૈયાર કરી તૈયાર પાક રોટલીના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો.

Advertisement

ત્યારબાદ તેમાં શેકેલો માવો અને એલચીનો ભૂકો નાખી હાથ વડે બધા જ મિશ્રણને બરોબર મિક્સ કરી મનગમતી સાઈઝના લાડવા તૈયાર કરી લો તો તૈયાર છે બચેલી રોટલી ના હેલ્દી રોટલી લાડવા.

Rotli na Ladoo recipe Video – રોટલી ના લાડવા રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તલ નો ગજક બનાવવાની રીત | tal no gajak banavani rit | tal gajak recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | muda na muthiya banavani rit | mula na muthiya recipe in gujarati

રગડા પેટીસ બનાવવાની રીત | ragda petis banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement