મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit recipe in gujarati

મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત - mix fruit jam banavani rit - mix fruit jam banavani recipe in gujarati - mix fruit jam recipe in gujarati
Image credit – Youtube/My Lockdown Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત – mix fruit jam banavani rit શીખીશું. do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube  If you like the recipe  આ જામ માં તમે મિક્સ ફ્રૂટ માંથી અથવા તમારી પસંદ ના ફ્રુટ માંથી પણ તૈયાર કરી શકો છો અને ઘરે સીઝન ના ફ્રુટ માંથી જરૂર મુજબ મહિના મહિના નો બનાવી ને બાળકો ને આપી શકો છો તો ચાલો જાણીએ mix fruit jam recipe in gujarati – mix fruit jam banavani recipe in gujarati –  મિક્સ ફ્રૂટ જામ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મિક્સ ફ્રુટ જામ બનાવવા જરૂરી સામગ્રી

  • પાકા પપૈયાં ના ટુકડા 1 કપ
  • કેળા ના ટુકડા 1 કપ
  • દાડમ દાણા 1 કપ
  • સફરજન ટુકડા 1 કપ
  • દ્રાક્ષ 1 કપ
  • આંબા ના ટુકડા 1 કપ
  • અનાનસ ના ટુકડા 1 કપ
  • સંતરા 1 કપ
  • ખાંડ જરૂર મુજબ
  • લીંબુનો રસ 2 ચમચી

mix fruit jam recipe in gujarati | mix fruit jam banavani recipe in gujarati

મિક્સ ફ્રૂટ જામ બનાવવા સૌપ્રથમ બધા જ ફ્રુટ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક ને સુધારી ને એક વાસણમાં નાખતા જાઓ બધા ફ્રુટ ને સુધારી લીધા બાદ મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી બરોબર પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો

હવે મોટી ગરણી વડે પીસેલા ફ્રુટ ની પ્યુરી ને એક વાસણમાં ગાળી લ્યો અને એક વાટકા કે કપ ના માપ વડે માપતા જઈ કડાઈ માં નાખતા જાઓ જેટલા વાટકા કે કપ પ્યુરી થાય એટલા વાટકા કે કપ ખાંડ નાખો અને મિક્સ કરી ગેસ પર મૂકો

Advertisement

ગેસ મિડીયમ તાપે રાખી ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ખાંડ બરોબર ઓગળી જાય ત્યાર બાદ પંદર થી વીસ મિનિટ વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહી ચડવા દયો વીસ મિનિટ પછી એક ચમચી જામ લઈ થાળી માં મૂકી થાળી આડી કરી ચેક કરો જો જામ ઝડપથી ફેલાઈ જાય તો બીજી પાંચ મિનિટ ધીમા તાપે ચડાવો

પાંચ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો જો જામ ઝડપથી ના ફેલાય તો હવે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને જામ ને ઠંડો થવા દયો

જામ ઠંડો થાય ત્યાં સુધી માં જામ ને ભરવા માટેની બરણી તૈયાર કરો એ માટે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો

પાણી ઉકળવા લાગે એટલે તેમાં જે બરણીમાં જામ ભરવો છે એ કાંચ ની બરણી ને ઢાંકણ નેઉકળતા પાણીમાં નાખો ને બે મિનિટ ચમચા કે સાણસી વડે ફેરવી ફેરવીને  ગરમ કરી લ્યો

ત્યાર બાદ બહાર કાઢો ને કપડા થી લુછી કોરી કરી તૈયાર કરેલ જામ ભરી લ્યો ને મજા લ્યો ઘરે બનાવેલ મિક્સ ફ્રૂટ જામ

મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત | palak pauva ni cutle banavani rit

મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati

ગુલગુલે બનાવવાની રીત | gulgule banavani rit | gulgule recipe in gujarati

દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement