પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai banavani rit | parwal ni mithai recipe in gujarati

પરવળની મીઠાઈ બનાવવાની રીત - parwal ni mithai banavani rit - parwal ni mithai recipe in gujarati
Image credit – Youtube/Komal's Desi Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Komal’s Desi Masala Kitchen  YouTube channel on YouTube આજે પરવળની મીઠાઈ બનાવવાની રીત શીખીશું. હા તમે સાચું વાંચ્યું પરવળ ની મીઠાઈ તમે પરવળ નું ભરેલું શાક, બટાકા પરવળ નું શાક કે પછી બીજા કોઈ શાક સાથે પરવળ નું શાક બનાવેલ હસે પણ આજ આપણે થોડી મહેનત કરી પરવળ ની મીઠાઈ બનાવશું જે બનારસ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

પરવળની મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • પરવળ 500 ગ્રામ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી 1 કપ
  • માવો 250 ગ્રામ
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • શેકેલ કાજુ, બદામ ને પિસ્તા ની કતરણ ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai recipe in gujarati

માવા નું મિશ્રણ બનાવવાની રીત

મોરો માવો લ્યો અને છીણી લ્યો ને ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં કાઢી લ્યો ને માવો સાવ ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ,  એલચી પાઉડર ને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મોરો માવો ( અહી તમે મીઠા માવા નો પણ ઉપયોગ કરી શકો છો)

Advertisement

પરવળ તૈયાર કરવાની રીત

પરવળ ને ધોઇ ને સાફ કરી કોરી કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને બને બાજું ની દાડી ને ચાકુથી દુર કરી નાખો હવે જેમ ભરવા માટે વચ્ચે કાપો મૂકીએ એમ વચ્ચે કાપો મૂકી અંદરના બીજ ને ચાકુ કે કાટા ચમચી થી હળવેક થી કાઢી લ્યો ડ્યાં રહે કે પરવળ ના બે કટકા ના થાય

હવે એક વાસણમાં બે થી અઢી ગ્લાસ પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પરવળ ને પાણીમાં નાંખી ને બે મિનિટ ઢાંકી ને ધીમા તાપે ગરમ કરી લ્યો

ત્યારબાદ હવે એક વાસણમાં ઠંડુ પાણી એક બે ગ્લાસ લ્યો એમાં ગરમ પાણી માંથી પરવળ ને કાઢી ને નાખો જેથી પરવળ ઠંડી થઇ જાય પરવળ સાવ ઠંડી થાય એટલે એને ઠંડા પાણી માંથી કાઢી ને થોડી હાથ થી દબાવી ને એક વાસણમાં મૂકો

હવે ગેસ પર એક વાસણ એક કપ ખાંડ એન એક કપ પાણી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી ખાંડ પાણી ને બરોબર ઓગળી લ્યો ખાંડ ઓગળે પછી બે  મિનિટ ચાસણી ને થોડી ચડાવો ત્યાર પછી એમાં પરવળ નાખી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ને બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકણ ખોલી ને પરવળ ને દસ મિનિટ એમાંજ રહેવા દયો

દસ મિનિટ પછી પરવળ ને ચાસણી માંથી કાઢી લ્યો ને હલકા હાથે એમાં તૈયાર કરેલ માવાનું મિશ્રણ નાખી પેક કરી ને સર્વીંગ પ્લેટ માં મૂકો ને ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી લ્યો ને ફ્રીજમા એક થી બે કલાક મૂકો ને ઠંડા ઠંડા પરવળ ની મીઠાઈ ની મજા લ્યો

parwal ni mithai banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Komal’s Desi Masala Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત | nylon pauva no chevdo banavani rit | nylon pauva no chevdo recipe in gujarati

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

મગની દાળના પકોડા બનાવવાની રીત | magni daal na pakoda banavani rit | magni daal na pakoda recipe in gujarati

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement