2 પ્રકારની ચાર્ટ ચટણી બનાવવાની રીત | chaat chutney banavani rit | chaat chutney recipe in gujarati

ચાર્ટ ચટણી બનાવવાની રીત - chaat chutney banavani rit - chaat chutney recipe in gujarati
Image credit – Youtube/Butter Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Butter Kitchen YouTube channel on YouTube આજે આપણે બે પ્રકારની ચાર્ટ ચટણી બનાવવાની રીત – chaat chutney banavani rit gujarati ma શીખીશું. આ ચટણી બનાવી તમે ગમે તે ચાર્ટ તૈયાર કરી શકો છો અને એક વખત તૈયાર કરી ફ્રિજર માં મૂકી મહિના સુધી સાચવી શકો છો તો ચાલો chaat chutney recipe in gujarati શીખીએ.

આંબલી ની ખાટી મીઠી ચટણી બનાવવાની સામગ્રી

  • આંબલી 50 ગ્રામ
  • ગોળ 100 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી / સ્વાદ મુજબ
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • પાણી 1 ½ કપ

ધાણા ની ચટણી બનાવવાની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ½ કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • શેકેલ જીરું ¼ ચમચી
  • આદુનો એક ઇંચ ટુકડો
  • લસણ ની કણી (ઓપ્શનલ છે ખાતા હો ના તો ના નાખો)
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ચાર્ટ ચટણી બનાવવાની રીત | chaat chutney recipe in gujarati

ચાર્ટ માટે ખુબજ ટેસ્ટી આંબલી ની ખાટી મીઠી ચટણી અને લીલા ધાણા ની ચટણી બનાવતા શીખીશું.

આંબલી ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત | khati amli ni chatni banavani rit gujarati ma

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં બીજ કાઢેલ આંબલી નાખી ને પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી આંબલી ને ઠંડી થવા દયો આંબલી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને પલ્પ તૈયાર કરી લ્યો

Advertisement

પીસેલી આંબલી ને ગરણી થી ગારી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવો ત્યાર બાદ પીસેલી આંબલી નો પલ્પ નાખી ને મિક્સ કરી લ્યો હવે એમાં ગોળ, સ્વાદ મુજબ મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર ને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે મિશ્રણ ને ધીમા તાપે સાત આઠ મિનિટ સુંધી ચડવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવી લ્યો ને આઠ મિનિટ પછી ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે જાર કે બરણીમાં ભરી લ્યો ને તાજી અથવા ફ્રીજર માં મૂકી જરૂર મુજબ કાઢી ને મજા લ્યો આંબલી ની ખાટી મીઠી ચટણી

લીલા ધાણા ની ચટણી બનાવવાની રીત | lila dhana ni chutney banavani rit gujarati ma

સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ મોટા મોટા સુધારી લ્યો ને સુધારેલ ધાણા ને મિક્સર જારમાં નાખો સાથે ફુદીના ના પાન ને પણ સાફ કરી ધોઈ ને પાણી નિતારી નાખો

 હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ ને શેકેલ જીરું નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને બરણી કે ડબ્બા માં ભરી લ્યો ને તાજી અથવા ફ્રીજર માં મૂકી જરૂર પ્રમાણે કાઢી શકો છો તો તૈયાર છે લીલા ધાણા ની ચટણી

chaat chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Butter Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રીત | corn chaat banavani rit | corn chaat recipe in gujarati 

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit

બીટ નો હલવો બનાવવાની રીત | Beet no halvo banavani rit |Beet no halvo banavani recipe | Beet no halvo recipe in gujarati

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit

ફરાળી સિંધી બટાકા ટુક બનાવવાની રીત | bataka tuk recipe in Gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત | Daal Makhni Recipe

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement