વજન ઘટાડવા માટે ઉપાય તરીકે પીવો ઘરે બનતા આ 8 પીણા માંથી કોઈ પણ એક

weight loss drinks at home in Gujarati - વજન ઘટાડવા માટે ઉપાય - vajan ghatadva pivo 8 pina
Advertisement

વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ સર્વે નો પ્રશ્ન છે અને સ્વસ્થ રહેવું હેલ્ધી રહેવું આપણે બધા ને ગમે છે અને આજકાલ તો જાણે એ ટ્રેન્ડ થઇ ગયો છે. આજે અમે તમાર માટે લાવ્યા છીએ વજન ઘટાડવા માટે ઉપાય – vajan ghatadva na upay, જેમાં વજન ઘટાડવા માટે ઘરે બનાવી શકો છો પીણા,  vajan ghatadva pivo 8 pina ,weight loss drinks at home in Gujarati.

weight loss drinks at home in Gujarati – વજન ઘટાડવા માટે પીવો – vajan ghatadva na upay

જીમ જવું, યોગા કરવા, ડાયટ પર ધ્યાન આપવું. હેલ્ધી ફૂડ ખાવું. જાડા દેખાવું આપણે કોઈ ને નથી ગમતું માટે આપણો વજન વધે એટલે સૌથી પહેલા તેની અસર આપણા પેટ પર જ દેખાય છે.

સ્ત્રીઓ માં તો આ પેટ વધી જવાની સમસ્યા બહુ જ જોવા મળે છે. ખાસ કરી ને ડીલીવરી પછી મોટાપો ઓછો કરવા માટે આપણે ડાયટીંગ કરતા હોઈએ છીએ.

Advertisement

ખાવા માં ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ તમે એવા પીણા લેવાનુ શરુ કર્યું છે કે જે આ ચરબી ઘટાડવા માં મદદ કરે. શરીર ના ટોકસિન્સ ને બહાર કાઢે છે, મેટાબોલીઝમ ઓછુ કરે, ફેટ્સ ઓછુ કરે.

આજ તમને એવા ડ્રીન્કસ વિષે જણાવશું જે ફેટ્સ ઓછુ કરશે, મેટાબોલીઝમ ઠીક કરશે, પેટ ની ચરબી ને અમુક જ દિવસો માં ઓછી કરવામાં મદદ કરશે

વજન ઘટાડવા માટે ડાર્ક ચોકલેટ શેક.

ચોકલેટ આપણી બધાની ફેવરેટ હોય છે. પણ ક્યારેય સાંભળ્યું છે કે ચોક્લેટ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ડાર્ક ચોકલેટ ની એક બાર માં ૭૦% કોકોઆ હોય છે જે એક પ્રકાર નું ફ્લેવોનોઈડ છે જે વજન ઓછું કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે.

ખાધા પછી જો ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો તે તમારા બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી બોડી માસ ઇન્ડેક્સ અને બોડી ફેટ દ્વારા શરીર માં રહેલુ ફેટ્સ ઝડપ થી ઓછું થાય છે.

ધ્યાન રાખવું કે ચોકલેટ શેક બનાવતી વખતે માત્ર અને માત્ર લો ફેટ દૂધ કે સોયા દૂધ નો જ ઉપયોગ કરવો. તેમાં ખાંડ ની જગ્યા એ મધ નાખો.

જેથી શરીર માં વધારા ની ચરબી જમા થાય નહી. સવાર ના નાસ્તા માં આ શેક નો સમાવેશ કરો.

વજન ઘટાડવા માટે તરબૂચનું જ્યુસ.

તરબૂચ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે તે પાણી નો મુખ્ય સ્ત્રોત છે. જે શરીર માં રહેલા ટોક્સીન ને હટાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તરબૂચ માં લાઈકોપીન નામનું તત્વ પણ હોય છે જે હૃદય ના રોગ ને ઠીક કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે.

ત્વચા ને જવાન રાખે છે. તરબૂચ નું જ્યુસ હમેશા તાજું જ પીવું બહાર ના પેકેટ માં મળતું જ્યુસ નહિ. દિવસ માં બે વાર આ જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે.

વજન ઘટાડવા માટે લીંબૂ પાણી સાથે ગ્રીન ટી.

લીંબૂ માં અમ્લીય ગુણ હોય છે જે શરીર માં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢી ને શરીર ને સ્વસ્થ બનાવે છે. તે શરીર ના પી એચ સ્તર ને જાળવી રાખવામાં મદદ કરે છે.

સવારે ઉઠી ને બ્રશ કરતા પહેલા ગરમ પાણી માં અડધા લીંબૂ ને નીચોવી ને પીવાથી વજન ઘટાડવામાં ખુબજ મદદ મળે છે.

લીંબૂ પાણી માં પેક્ટીન હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ગ્રીન ટી માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. જે મેટાબોલીઝમ ઠીક કરવામાં મદદ કરે છે.

રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂ નો રસ નાખી ને પીવાથી પેટ પર જમા થયેલી ચરબી ઓછી થઇ જાય છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીર માં ઉર્જા કાયમ રહે છે.

વજન ઘટાડવા માટે અનાનસ અને આદુનો જ્યુસ.

અનાનસ અને આદું શરીર ના મેટાબોલીઝમ ને ઠીક રાખે છે. અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અનાનસ માં વિટામીન-સી નું પ્રમાણ વધારે હોય છે.

સીઝન પ્રમાણે તમે આદું સાથે ખાટા ફળ નો ઉપયોગ કરી શકો છો. આના માટે થોડાક ટુકડા અનાનસ ના અને એક ટુકડો આદું નો લઇ ને મીક્ષર માં પીસી લો.લગભગ એક ગ્લાસ જેટલું જ્યુસ બનાવી લો.

સીઝન પ્રમાણે તમે સંતરા સાથે પણ આદું નો જ્યુસ પણ પી શકો છો. મોસંબી પણ લઇ શકો છો. ટુકમાં કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરો. દરરોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી જરૂર થી ફાયદો થાય છે.

સાથે સાથે યોગા અને કસરત કરવાનું પણ રાખવું. જેથી વધારે અસર કરે.

મેથી નું પાણી નો વજન ઘટાડવા માટે ઉપયોગ કરો

મેથી ના પાણી માં ફેટ્સ બર્ન કરવાના ગુણ હોય છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે તમારી પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે.

દરરોજ રાત્રે સુતા પહેલા મેથી નું પાણી પીવાથી ખોરાક પચાવવા માં સરળતા રહે છે. તેના માટે મેથી ના દાણા ને પાણી માં પલાડી નાખો અને સુવાના અડધા કલાક પહેલા આ પાણી પીવું.

પેટ પર જામેલી ચરબી ના થર ઝડપ થી ઘટવા લાગશે,weight loss drinks at home in Gujarati.

વજન ઘટાડવા માટે ઉપાય એલોવેરા જ્યુસ નો ઉપયોગ કરો

vajan ghatadva pivo એલોવેરા જ્યુસ પીવાથી પેટ ની ચરબી ઝડપ થી ઓછી થવા લાગે છે. તેમાં રહેલા તત્વો મેટાબોલીઝમ ને મજબૂત કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે, તેની સાથે સાથે એલોવેરા શરીર ને ડીટોકસ કરે છે.

તમે બઝાર માં મળતું તૈયાર એલોવેરા જ્યુસ પી શકો છો. દરરોજ રાત્રે સુતા પહેલા એલોવેરા જ્યુસ ને એક ગ્લાસ પાણી માં નાખી ને પીવાથી ફાયદો અવશ્ય થાય છે.

વજન ઘટાડવા માટે ઉપાય વરીયાળીનું પાણી.

આપણી ભારતીય સંસ્કૃતિ નો એક હિસ્સો છે કે આપને જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી આપતા હોઈએ છીએ અથવા તો ખાતા હોઈએ છીએ. ખાધા પછી કાચી વરિયાળી ખાવાથી ખાધેલો ખોરાક પચવામાં સરળતા રહે છે.

પેટ ની ચરબી ઘટાડવા માટે પણ આપણે કાચી વરિયાળી નો ઉપયોગ કરી શકીએ છીએ. વરીયાળી નું પાણી આપણી ચયાપચય ની પ્રક્રિયા એટલે કે મેટાબોલીઝમ ને ઠીક કરે છે.

વરીયાળી નું પાણી બનાંવા માટે તમે એક ચમચી કાચી વરીયાળી ને રાત્રે એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે એ પાણી પી જાઓ.

થોડાક મહિના માં જ તમને તમારું વજન ઓછુ થતું દેખાશે.

વજન ઘટાડવા માટે ઉપાય જીરું નું પાણી.

જીરું ના પાણી માં એન્ટી ઓક્સીડેન્ટ , વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અને તે આપણી પાચન ક્રિયા માટે ફાયદેમંદ છે. જીરું પાણી પીવાથી ઉલટી, ઝાડા, ગેસ જેવી સમસ્યા માંથી છુટકારો મળે છે.

vajan ghatadva pivo જીરું નું પાણી પીવાથી શરીર મા જમા થયેલા કાર્બોહાઈડ્રેટ, ફેટ, અને ગ્લુકોઝ ને તોડી ને વધારા ની ચરબી દૂર થાય છે.

જીરું પાણી બનવા માટે રાત્રે એક ચમચી જીરું ને એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે આ પાણી પી જાઓ.

નિયમિત આ પાણી પીવાથી અને અમુક કસરતો કરવાથી જરૂર થી પેટ પર જમા થયેલી ચરબી દૂર થઇ જશે.   

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ફક્ત ગરમ પાણી પી ને ઘટાડો વજન – Weight loss using hot water

ગોળ ના ફાયદા તેમજ ગોળ નો ઉપયોગ કરી વજન ઉતારવા ની ટીપ્સ

અનાનસ શરીર શુદ્ધ કરવાની સાથે કરે છે આ 10 ફાયદા – pineapple benefits in gujarati 

ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત – Golden milk recipe in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

Advertisement