ગોળ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ | ગોળ નો ઉપયોગ વજન ઘટાડવા

ગોળ ખાવાના ફાયદા - Gol na fayda in Gujarati - Jaggery Benefits in Gujarati - ગોળ ના ફાયદા - Jaggery Benefits in Gujarati - Jaggery For Weight Loss - god khavana fayda - god na fayda
Advertisement

દરેક વ્યક્તિ ને મીઠુ ખાવું ખુબ જ પસંદ હોય છે. મીઠાઈ ખાવી ખુબ જ પસંદ હોય છે. મીઠાઈ ની વાત આવે એટલે આપણે ખાંડ વિષે જ વિચારીએ પણ ખાંડ ની અવેજી રૂપે એક બીજો પદાર્થ પણ છે જે ખાંડ કરતા ૧૦ ગણો ફાયદેમંદ છે અને તે છે ગોળ, ગોળ કે જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે મીઠી વાનગીઓ બનાવવા કરીએ છીએ તે ગોળ આપણે ઝડપથી વજન ઉતારવામાં પણ મદદ કરી શકે છે સામાન્ય રીતે ગોળ બનાવવા કોઈ રસાયણનો ઉપયોગ થતો નથી તેમજ તે ખાંડ કરતા ખૂબ જ સારો વિકલ્પ છે ચાલો જાણીએ,ગોળ નો ઉપયોગ વજન ઘટાડવા ,ગોળ નું પાણી પીવાના ફાયદા, ગોળ ની ચાય પીવાના ફાયદા,ગોળ ખાવાના ફાયદા – ગોળ ના ફાયદા – Gol na fayda in Gujarati, Jaggery Benefits in Gujarati, god na fayda, Jaggery For Weight Loss.

Table of contents

ભારતમાં ગોળ નો ઉપયોગ દૈનિક ભોજન માં વર્ષો થી થતો આવ્યો છે. ગોળ ને શેરડી માંથી એટલે કે શેરડી ના રસ માંથી બનાવવામાં આવે છે. સ્વાદમાં એકદમ મીઠો ગોળ અનેક ગુણો થી ભરપૂર છે. સ્વાસ્થ્ય, ત્વચા,અને શરીર બધા માટે ખુબ જ ફાયદેમંદ છે ગોળ. કુદરતી રીતે મીઠાશ નો ગુણ ધરાવતો ગોળ અનેક બીમારિયો સામે શરીર ને રક્ષણ આપે છે.

ગોળ ના ઘરેલું ઉપચાર

એક વાટકી તાજા દહીં માં ૩ ગ્રામ કાળા મરી અને ૧૦ગ્રામ ગોળ મિલાવીને લગાતાર ૩ દિવસ સુધી સવારે સેવન કરવાથી જૂની શરદી, તાવ, નાક ને મોઢા માંથી દુર્ગંધ આવવી અને સુખી ઉધરસ મટી જાય છે.

Advertisement

૧૦ ગ્રામ ગોળ માં ૧૦ ગ્રામ જેટલું સરસીયું તેલ મિક્સ કરીને નિયમિત સવારે લેવાથી એલર્જી, દમ, અને શ્વાસ ની બીમારીમાં ફાયદો થાય છે.

ગોળ માં આંબળા નું ચૂર્ણ મિક્સ કરીને દરરોજ ૫ ગ્રામ ની માત્ર માં સેવન કરવાથી પેશાબ ની સમસ્યામાં, રક્તપિત્ત માં ખુબ જ ફાયદો થાય છે.

નિયમિત દરરોજ ગાયના દૂધ માં ગોળ નાખીને તે દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે.

૫ ગ્રામ ગોળ ની સાથે ૫ ગ્રામ બીલી ના ફળ નું ચૂર્ણ મિક્ષ કરી ખાઈ તેના પર તાજું દહીં ખાવાથી આતરડા માં આવેલા સોજા, આમવાત, કબજિયાત, વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે.

અજમા ને પીસીને તેમાં ગોળ નાખીને તેની નાની નાની ગોળીઓ બનાવીને લગાતાર ૪૫ દિવસ સુધી ૨-૨ ગોળી સવારે ખાવાથી લોહીમાં થયેલો બગાડ દૂર થઇ જાય છે.

૭૦ ગ્રામ લીંબડા ની છાલ, ૫ ગ્રામ અજમો, અને ૧ લીટર પાણી લઈને તે પાણી ૧૨૫ ગ્રામ જેટલું વધે ત્યારે તેમાં થોડોક ગોળ મિક્સ કરી તે પાણી દરરોજ રાત્રે સુતા પહેલા ૩ દિવસ સુધી પ્રયોગ કરવાથી પેટ માં થઇ ગયેલા કીડાઓ નાશ પામે છે.

૫ ગ્રામ ગોળમાં ૨ ગ્રામ આદુનો રસ અને થોડોક લીંબુનો રસ નાખીને પીવાથી અપચો, પેટમાં મરોડ આવવી, માંન્દાગની વગેરે માં ફાયદો થાય છે.

જે બાળકોને પથારીમાં પેશાબ કરવાની ટેવ હોય છે તેઓએ કાળા તલ ના લાડુ બનાવીને આપવાથી ખુબ જ ફાયદો થાય છે.

૩ ગ્રામ ગોળ માં ૧ ગ્રામ આદુનો રસ મિલાવીને પીવાથી ઉલટી માં રાહત થાય છે.

હરડેના ચૂર્ણ સાથે ગોળને પીગળાવીને તેની નાની નાની ગોળીઓ બનાવી તે ૧-૧ ગોળી પાણી અથવા ઠંડા દૂધ સાથે લેવાથી ઉનાળા માં થતી શરીરમાં બળતરા ઝડપથી દૂર થાય છે.

૧૦૦ ગ્રામ ગોળમાં ૬ ગ્રામ કાળા તલ પીસીને માથા પર લેપ કરવાથી આધાશીશી નો દુખાવો બંધ થઇ જાય છે.

દરરોજ ૫ ગ્રામ જેટલો ગોળ સૂર્યોદય પહેલા ખાવાથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે.

ગોળ ની અંદર રેહલ પોષકતત્વો ની માહિતી

ઘણા બધા ઘરની અંદર બપોરે જમવા સાથે ગોળ હોય છે જે આશરે ૧૦ ગ્રામ જેટલું સેવન તો આપણે કરતા હોઈએ છીએ ચાલો જાણીએ 10 ગ્રામ ગોળ ની અંદર કેટલા પોષક તત્વો રહેલા છે

  • કેલ્શિયમ – 8 મિલીગ્રામ
  • કોલેશિયમ – 13 મિલીગ્રામ
  • મેગ્નનીશિયમ – 16 મિલીગ્રામ
  • પ્રોટીન – 0.01 ગ્રામ
  • પાણી – 0.04 ગ્રામ
  • સુગર –9.7 ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ – 9.8 ગ્રામ
  • કેલેરી – 38.3

ગોળ ના ફાયદા | Gol Na Fayda in Gujarati | God na fayda | God khavana Fayda

ગોળ ખાવાથી શરીર માં લોહી વધે છે.

આંખો નું તેજ વધે છે.

યાદશક્તિ પણ વધે છે.

જો ગળું બેસી ગયું છે બોલી શકાતું નથી તો તમે ખાલી ગોળ નો નાનો કટકો ચૂસી શકાય છે અથવા ગરમ ભાત માં ગોળ મિક્ષ કરીને  ખાવાથી પણ ફાયદો થાય છે.

ખાટા ઓડકાર આવે છે તો ગોળ માં સિંધા નમક નાખીને ચાટવાથી લાભ થાય છે.

ગોળ ખાવાના ફાયદા તે શરદી અને ઉધરસમાં રાહત અપાવે છે

વાતાવરણ માં ફેરફાર ને કારણે થઇ જતી શરદી અને ઉધરસ માં ગોળ નું સેવન કરવું ફાય્દેમદ સાબિત થાય છે. ગરમ દૂધ માં ગોળ નાખીને પીવાથી શરદી અને ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે.

પાચન શક્તિ મજબૂત બનાવે છે

જમ્યા પછી ગોળ ખાવાથી તે શરીર માં ડાયઝેસ્ટીવ એજન્ટ તરીકે નું કામ કરે છે. જે આપણી પાચન શક્તિ ને મજબૂત બનાવે છે. માટે જ ખાંડ થી બનેલી વસ્તુ કરતા ગોળ અથવા તેનાથી બનેલી વસ્તુ નું સેવન કરવું વધારે ફાયદેમંદ છે.

એનીમિયા માં ઉપયોગી

એનીમિયા માં શરીર માં લાલ રક્ત કણો ઓછા થઇ જાય છે. જેના લીધે થાક અને કમજોરી આવી જાય છે. એનીમિયા ની સમસ્યા શરીર માં આયરન ની ઉણપ ને કારણે થતી હોય છે અને ગોળ ને આયરન નો સ્ત્રોત માનવામાં આવે છે માટે એનીમિયા ના દર્દી એ ગોળ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

ગોળ ના ફાયદા લીવર માટે

gol – ગોળ નું સેવન કરવાથી લીવર મજબૂત રહે છે, ગોળ નું સેવન કરવાથી લીવર માં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

ગોળ ખાવાના ફાયદા તે ઈમ્યુંનીટી વધારે છે

કહેવામાં આવે છે કે શુદ્ધ દેશી ગોળ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે માટે રોજીંદા ખોરાક માં ગોળ નું સેવન અવશ્ય કરવું જોઈએ. જમ્યા પછી જો મીઠી વસ્તુ ખાવાની ટેવ હોય તો બીજી ખાંડ થી બનેલી વસ્તુ ખાવા કરતા ગોળ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

વજન ઓછો કરવામાં મદદરૂપ

ગોળ માં ફાઈબર સારી એવી માત્ર માં હોય છે. જે ખાંડ ની તુલના માં શરીર માં ધીમે ધીમે પચે છે જે શરીર માં ઉર્જા નું પ્રમાણ બનાવી રાખે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને લીધે મોટાપા થી બચી સકાય છે.

ગોળ ના ફાયદા તે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે

ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખી શકાય છે. ગોળ માં આયરન ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી તે બ્લડ પ્રેશર ને નોરમલ રાખી શકે છે. સાથે સાથે ગોળ માં પોટેશિયમ અને સોડીયમ પણ મળી રહે છે જે શરીર માં એસીડ ની માત્ર ને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને તેના કારણે જ બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે.

હૃદય માટે ફાયદેમંદ છે

હૃદય ને સારી રીતે કામ કરવા માટે મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનીયમ, વગેરે જેવા તત્વો ની જરોર હોય છેઆ બધા તત્વો ગોળ માંથી મળી રહે છે. માટે જો હૃદય રોગ નો દર્દી જો ગોળ નું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

શરીર ને એનર્જી પૂરી પડે છે

ગોળ ને એનર્જી આપવાનો એક સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા તત્વો અને વિટામીન શરીર ને દિવસભર એનર્જી પૂરી પડે છે. ગોળ શરીર માં ધીમે ધીમે પચે છે માટે તે શરીર ને લાંબા સમય સુધી એનર્જી પૂરું પડતું રહે છે.

ગોળ ના ફાયદા તે અસ્થમા ને દૂર કરે છે

ગોળમાં એન્ટી એલર્જીક તત્વો હોય છે જે અસ્થમા ના દર્દીઓ માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. અસ્થમા ના દર્દીઓએ ગોળ અને કાળા તલ ના લાડુ બનાવીને ખાવાથી ફાયદો થાય છે.

સાંધા ના દુખાવામાં ફાયદેમંદ છે

ગોળ ને આદું સરખા પ્રમાણ માં મિક્ષ કરીને દરરોજ નિયમિત તેનું સેવન કરવાથી ફાયદો થાય છે અને સાંધા ના દુખાવામાં રાહત મળે છે.

એસીડીટી માટે ફાયદેમંદ છે

ગોળ માં મેગ્નેશિયમ ભરપૂર માત્ર માં હોય છે જે આતરડા ને મજબૂત બનાવે છે. તેનાથી ખોરાક ઝડપ થી પછી જાય છે.

કઈ રીતે ખાવો ગોળ

સ્વાદમાં મીઠા ગોળ ની તાસીર ગરમ હોય છે, જેથી તેને સીધો જ ખાવામાં આવે તો.

ગોળ ને પાણી માં ઓગળી ને તે પાણી પીવામાં આવે તો ગોળ ની તાસીર ઠંડી થઇ જાય છે.

રોટલી સાથે પણ ગોળ ખાઈ શકાય છે.

ગોળ અને તલ ના લડવા બનાવી ને પણ ખાઈ શકાય છે.

ડાયેટ કરતી વ્યક્તિઓ એ ખાંડ ની જગ્યા એ ગોળ ની ચાય પીવી જોઈએ.

ગોળ નું પાણી પીવાના ફાયદા

ગોળ નું પાણી પીવાથી પેટ ને લગતી તમામ બીમારીઓ થી બચી શકાય છે અને પાચન તંત્ર પણ મજબૂત બને છે.

પથરી ની બીમારી થી દૂર રહી શકાય છે.

દરરોજ ગોળ નું પાણી પીવાથી ઊંઘ સારી આવે છે. અનિદ્રા ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

ગોળ ની ચાય પીવાના ફાયદા

ગોળમાં ખાંડ ની તુલના માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે સેહત માટે ખુબ જ સારા માનવામાં આવે છે.

ગોળની ચાય પીવાથી માઈગ્રેન ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

આયરન ની ઉણપ જો શરીર માં હોય તો ગોળ ની ચાય પીવાથી તે દૂર કરી શકાય છે.

ગોળ વજન ઘટાડવામાં કેવી રીતે ફાયદાકારક? | Jaggery For Weight Loss

ગોળ કે તેના અંદર રહેલા ખૂબ જ સારા ગુણોને કારણે આપણા પેટ્ની અંદર ખૂબ જ સરળતાથી પચી જાય છે તેમજ ઉપર જણાવ્યું તેમ તેની અંદર આઠ પ્રકારના પોષક તત્વો રહેલા છે તે સિવાય તે આપણે પાચનક્રિયા સારી કરે છે,

તેમજ આપણા લીવરની અંદર રહેલા ખરાબ તત્વો પણ બહાર કાઢવામાં મદદ કરે છે આવા જ ખૂબ સારા ગુણોને કારણે તે આપણને વજન ઉતારવામાં મદદ કરે છે

જો તમને વજન ઓછું કરવું હોય તો તમારૂ પાચનતંત્ર ખૂબ મજબૂત હોવું જોઈએ અને ગોળ ની અંદર રહેલ ખૂબ જ સારા વિટામીન અને ખનીજ પદાર્થો તમારી પાચનક્રિયાને સારી કરવામાં મદદ કરે છે

તેમજ તેની અંદર રહેલ પોષક તત્વો ઇલેક્ટ્રોલાઇટ સંતુલન કરવા માટે મદદ કરે છે

જો આપણા શરીરની અંદર ખરાબ તત્વો હશે તો તે પણ વજન વધારા નું કારણ બની શકે છે ત્યારે ગોળ એ આવા ખરાબ તત્વો કાઢી અને આપણા શરીરને detox કરવામાં પણ મદદ કરે છે, Jaggery For Weight Loss.

ગોળ ની અંદર રહેલા તત્વો આપણા શરીરનું હીમોગ્લોબિનનું નું સ્તર સારું કરે છે તેમજ તે આપણા લોહીની શુદ્ધિ કરણ પ્રક્રિયામાં પણ ખૂબ જ સારું યોગદાન આપે છે – ગોળ ના ફાયદા – Gol na fayda

ગોળ ની અંદર રહેલા પોષક તત્વોમાં પોટેશિયમ પણ છે એવું માનવામાં આવે છે કે જો આપણા શરીરની અંદર યોગ્ય માત્રામાં પોટૅશિયમ હોય તો તે આપણા શરીરની અંદર પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે

જેથી આપણા શરીરની અંદર પાણીની કમી થતી નથી તેના પરિણામે તે તમને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

વજન ઉતારવા આ રીતે કરો ગોળનું સેવન 

આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી રીતે ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ જો તમે ગોળ ની મદદથી વજન ઓછું કરવા ઇચ્છો છો તો ચાલો જાણે કે કેવી રીતે ગોળનું સેવન કરવું અને વજન ઓછું કરવું, Jaggery Benefits in Gujarati .

ગોળ ની ચાય નું સેવન કરીને

જો તમે ચાય મા પણ ગોળની ચાનું સેવન કરો છો તો તે તમને વજન ઉતારવામાં ફાયદો કરી શકે છે આ ચાય બનાવવા માટે તમને ફક્ત ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો છે

જે  આપણા શરીર ના અંદર રહેલ ખરાબ તત્વો દૂર કરે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે

જો તમે ગોળ ની ચાય નું સેવન કરવા ઈચ્છો તો એક દિવસની અંદર વધુમાં વધુ બે કપ ચાય નું સેવન કરી શકો છો જેમાં સવારે અને સાંજે એક કપ ચાય પીવી જોઈએ,

ગોળની ચીક્કી બનાવી ને

શિયાળામાં આપણે ગોળ ની અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવતા હોઈએ છીએ આ ચીક્કી તમે સીંગદાણાની કે તલ બંને માંથી કોઈ પણ ની બનાવી સેવન કરી શકો છો

તમે ગોળ ની મદદ થી બનાવેલી ચીક્કી નું સેવન કરવા ઈચ્છો તો મધ્યમ આકાર ની ચીક્કી નું સેવન કરી શકો છો તેમજ રાતના ભોજન કર્યા પછી તેનું સેવન કરવું જેથી તે તમારા પાચનતંત્રને ફાયદા કારક રહેશે

ગોળનું પાણીનું સેવન કરીને

ગોળનું પાણી પણ વજન ઉતારવા માટે એક ઉત્તમ પ્રયોગ છે જેમાં તમને આ પાણી બનાવવા માટે થોડો ગોળ, બે-ત્રણ ફુદીનાનાં પાંદડાં, એક ચમચી લીંબુનો રસ, તુલસીના બીજ, અને બે ગ્લાસ પાણી ની જરૂર પડશે

એક વાટકા ની અંદર ગોળ અને પાણી ને સારી રીતે મિક્સ કરી તેની અંદર ફુદીનાનાં પાંદડાં, પલાળેલ તુલસીના બીજ ચચરી ઉમેરી એની અંદર થોડો લીંબુનો રસ ઉમેરી સરખી રીતે મિક્સ કરો,

આ મિશ્રણને ઠંડુ કરવા માટે ફ્રિઝમાં રાખો અને ઠંડુ થયા પછી તેનું સેવન કરો, સામાન્ય રીતે આ ગોળનું પાણી ની ઉનાળામાં ખૂબ જ સારું રહે છે અને તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

જો તમે ગોળના પાણીનું સેવન કરવા ઈચ્છો તો એક દિવસની અંદર વધુમાં વધુ એક ગ્લાસ પાણીનું સેવન કરવું તે તમે સવાર-બપોર-સાંજ ગમે ત્યારે જોઈ શકો છો- Gol na fayda in Gujarati. 

સામાન્ય રીતે રોજિંદા જીવનમાં અતિશય ગોળનો ઉપયોગ કરવો જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે, Jaggery Benefits in Gujarati.

ગોળ ના નુકસાન

ગોળ ની તસીર ગરમ હોય છે તેથી ઉનાળામાં પ્રમાણસર ખાવું જોઈએ, વધારે ખાઈ લેવાથી નાક માંથી લોહી નીકળવાની સમસ્યા થઇ શકે છે.

શુગર ના દર્દીઓએ ગોળનું સેવન પ્રમાણસર કરવું જોઈએ. તેનાથી શુગર લેવલ વધી જવાની સંભાવના રહે છે.

ગોળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ગોળ નું અંગ્રેજી નામ

ગોળને અંગ્રજી મા jaggery કહેવાય છે

શું ગોળ ખાંડ કરતા શ્રેષ્ઠ છે?

હા, ગોળ ખાંડ કરતા શ્રેષ્ઠ અને વધારે પૌષ્ટિક છે.

ગોળ ની તાસીર કેવી હોય છે?

ગોળ ની તાસીર ગરમ હોય છે પરંતુ જો ગોળ ને પાણી માં નાખીને તેનું પાણી પીવામાં આવે તો તેની તાસીર બદલાઈ જાય છે.

શું ગોળ ની ચાય પીવી જોઈએ?

હા, ખાંડ કરતા ગોળ ની ચાય પીવી શરીર અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે.

દરરોજ ગોળ ખાવાથી શું થાય?

દરરોજ ગોળ ખાવાથી હાડકા મજબૂત બને છે, બ્લડ પ્રેશર માં ફાયદેમંદ છે, યાદશક્તિ વધે છે, અબ્જીયાત અને ગેસ ની સમસ્યા દૂર થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

અળસી ખાવાના ફાયદા | અળસી ના ફાયદા | benefits of flax seed in Gujarati

મેથી વજન ઓછુ કરવા સાથે કરે છે બીજા 7 મેથી ના ફાયદા | મેથી ના ફાયદા | Methi na fayda

કાળા મરી ની ચાય જે વજન ઉતારવા સાથે કરે બીજા ફાયદા | મરી ની ચાય ના ફાયદા | Black Pepper Tea benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement