નાના બાળકોને કફ થવાના કારણ અને તેને દૂર કરવાના 6 ઉપાય – Kaf thava na karan

Badko ma Kaf Thava na karan ane tena upay - કફ થવાના કારણ - નાના બાળકોને કફ
Advertisement

શિયાળો આવતાંની સાથે ઘરની અંદર નાના બાળકોને શરદી ઉધરસ ની સાથે કફ ની સમસ્યાઓ થવા માંડે છે અને જેના કારણે તેઓ આખો દિવસ બેચેન થઈને રહે છે તેઓ કંટાળી જાય છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કફ ખૂબ જ પરેશાન કરે છે તો ચાલો જાણીએ આ કફ દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય – કફ થવાના કારણ – Badko ma Kaf Thava na karan ane tena upay

નાના બાળકોને શરદી ઉધરસ અને કફ થઈ જાય તો સંપૂર્ણ પરિવાર તેમને ચિંતામાં જ દિવસ ગુજારે છે અને છેલ્લે એલોપથી દવા નો સેવન કરાવવાની જરૂર પડે છે તો ચાલો જાણીએ કફ થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાય

કફ થવાના કારણ – Kaf Thava na karan

નાના બાળકોને સામાન્ય રીતે શરદી ઉધરસ કે કફ( Kaf Thava na karan ) થવા માટે વાયરલ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર છે આ સિવાય જો બાળક ઠંડા પાણીનું સેવન કરે તેને કોઈ પણ વસ્તુની એલર્જી હોય અથવા તો તેની ઈમ્યુનિટી પાવર ઓછી હોય તો તેને શરદી ઉધરસ અને કફ થાય છે – કફ થવાના કારણ – Kaf Thava na karan.

Advertisement

કફ દુર કરવાના ઘરેલું ઉપાય – Kaf Dur Karvana Upay

બાળકોને બાસ્પ આપો

ગરમ બાસ્પ એ બાળકોના છાતીમાંથી જમા થયેલા કફને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ બાસ્પ નાકની અંદર થોડું ભેજનું વાતાવરણ ઉભું કરે છે જે કફને સુકાતા રોકે છે જેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી આ સિવાય માર્કેટમાં અવેલેબલ ગેજેટ વેપોરાઇઝર અથવા તો હ્યુમિડિફાયર( Humidifier ) નો ઉપયોગ કરી શકો છો

લીંબુ અને મધ

નાના બાળકોને જમા થયેલા કફ થી છુટકારો મેળવવા માટે લીંબુ અને મધનો તમે ઉપયોગ કરી શકો છો આ બન્ને વસ્તુ જમા થયેલા કફને ઢીલું કરવામાં મદદરૂપ થાય છે લીંબુ કે જેની અંદર વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે,

જે આપણી ઇમ્યુનસિસ્ટમને સારી કરવામાં મદદરૂપ થાય છે જો બાળકની ઉંમર એક વર્ષથી ઓછી હોય તો તેને લીંબુ અને મધનું સેવન કરાવવું નહીં

ડુંગળીનો રસ

ડુંગળી ની અંદર સલ્ફર, કવરેટિન અને માઇક્રોબાયલ, ગુણો હોય છે જે કફ થવા દેતા નથી અને જમા થયેલા કફને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે જો તમે ડુંગળી ના રસ નો સેવન કરવા ઈચ્છો છો તો એક ડુંગળીને પીસી તેના રસ ને  નવશેકા પાણી અંદર ઉમેરી બાળકને પીવડાવી શકો છો જેથી બાળકને કફમાં રાહત મળશે

ગરમ પાણીથી સ્નાન કરવું

ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે તેમજ આ ગરમ પાણી બાળકના બંધ થયેલા નાકને ખોલવામાં તેમજ કફ નીકાળવામાં મદદરૂપ થશે 

હળદરનું સેવન કરો – Kaf Thava na karan ane tena upay

આપણે સૌ જાણીએ છીએ કે હળદર એ રામબાણ છે તેની અંદર કરક્યુમીન નામનું તત્વ હોય છે જે કફની કાઢવામાં મદદરૂપ થાય છે જો તમે હળદરનું સેવન કરવા ઈચ્છો છો તો નવશેકા પાણીની અંદર થોડી હળદર એક ચમચી કાળા મરી મિક્સ કરીને બાળકને પીવડાવી શકો છો ધ્યાન રહે કે બાળકને વધુ પ્રમાણમાં હળદર આપવી નહીં

જેઠીમધ – Kaf Thava na karan ane tena upay

જેઠીમધ એ કફમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જેઠીમધ ની અંદર રહેલ વિટામિન સી છાતીની અંદર જમા થયેલા કફને દૂર કરે છે તેમજ ગળાની અંદર થતી તકલીફો પણ દૂર કરવામાં મદદરૂપ છે 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda

 ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot

 બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય – Bandh Naak

 ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર – Ges Na Gharelu Upay

 શિયાળામાં લીલાધાણા નું સેવન કરી મેળવો આ 5 ઉત્તમ ફાયદા – Lila Dhana

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement