
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ટર્કિશ બ્રેડ જે ઘર ના દરેક વ્યક્તિ ને પસંદ આવશે,ટર્કિશ બ્રેડ રેસીપી, Turkish Bread recipe in Gujarati.
Turkish Bread recipe
ટર્કિશ બ્રેડ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- ૫૦૦ ગ્રામ મેંદો/ઘઉં નો લોટ
- ૧-૨ ચમચી યીએસ્ટ
- ૧ કપ નવશેકું પાણી
- જરૂર મુજબ નવશેકું દૂધ
- ૨-૩ ચમચી તેલ
- જરૂર મુજબ ચીલી ફ્લેક્સ/ઓરેગાનો
- સ્વાદ મુજબ મીઠું
- જરૂરત મુજબ માખણ
ટર્કિશ બ્રેડ રેસીપી – Turkish Bread recipe in Gujarati
ટર્કિશ બ્રેડ બનાવવા એક વાટકી માં નવશેકું પાણીમાં લઈ તેમાં yeast નાખી ૧૦ મિનિટ એક બાજુ મૂકી રાખો ત્યાર બાદ એક વાસણ માં લોટ માં મીઠું નાંખી મિક્સ કરો ત્યાર બાદ તૈયાર કરેલ yeast નાખી તેમજ ૨-૩ ચમચી તેલ નાખી હાથ વડે મિક્સ કરો ત્યાર બાદ જરૂરત પ્રમાણે નવશેકું દૂધ નાખતા જઈ નરમ લોટ બાંધી ને ૫-૧૦ મિનિટ મસળો ત્યાર બાદ એક મોટા વાસણમાં તેલ લગાડી બાંધેલો લોટ તેમાં રાખી તેલ લગાડી બરોબર ઢાંકી ને ૧-૨ કલાક મૂકી રાખો
બે કલાક પછી ટર્કિશ બ્રેડ બનાવવા બાંધેલા લોટ ના સરખા ભાગ કરી નરમ હાથે લુવા બનાવી કોરો લોટ લઈ ને મીડી યમ આકાર ની રોટલી બનાવો ને તેને તવી પર બને બાજુ ગોલ્ડન સેકી લ્યો ને આમ બધી જ ટર્કિશ બ્રેડ બનાવી લ્યો
બ્રેડ ને ગાર્નિશ કરવા એક વાટકી માં માખણ લઈ તેમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી મિશ્રણ તૈયાર કરી તૈયાર કરેલી ટર્કિશ બ્રેડ પર લગાવી ને તૈયાર કરો મજા માણો ટર્કિશ બ્રેડ ની , Turkish Bread recipe.
રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit
ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati
રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati
5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ Faradi Lot Recipe
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે