નાનખટાઈ બનાવવાની રીત ઓવન વગર – Nankhatai recipe in Gujarati

Nankhatai in Cooker - નાનખટાઈ બનાવવાની રીત - Nankhatai recipe in Gujarati
Image - youtube NishaMadhulika
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઓવન વગરની નાનખટાઇ જે ખુબ્સ્જ સ્વાદિષ્ટ બને છે બહાર જેવીજ તો ચાલો જોઈએ , નાનખટાઈ બનાવવાની રીત ઓવન વગર , Nankhatai In Cooker , Nankhatai recipe in Gujarati, Nankhatai recipe in cooker in Gujarati.

Nankhatai recipe in Gujarati

નાનખટાઇ બનાવવા નીચે મુજબની સામગ્રીઓ જોઈએ

  • ૧ કપ મેંદો
  • બે ચમચી સોજી
  • બે ચમચી બેસન
  • અડધો કપ ઘી/તેલ/માખણ
  • પા કપ પીસેલી ખાંડ
  • અડધી ચમચી એલચીનો ભૂકો
  • ૧ નાની ચમચી બેકિંગ સોડા

નાનખટાઈ બનાવવાની રીત – Nankhatai recipe in Gujarati

નાનખટાઇ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેદો સોજી અને બેસનને બરોબર મિક્સ કરી સાઈડમાં મુકી દો

હવે નાનખટાઇ બનાવવા માટે બીજા એક વાસણમાં ઘી લ્યો અને તેમાં પીસેલી ખાંડ નાખી પાંચથી સાત મિનિટ સુધી બરોબર મિક્સ કરો મિશ્રણ થોડું ફલપી થાય પછી તેમાં બેકિંગ સોડા અને એલચીનો ભૂકો નાખી ફરીથી થોડી વાર હલાવો,

Advertisement

હવે આ ખાંડ ઘી ના મિશ્રણમાં પહેલા તૈયાર કરેલ નાન ખટાઇ નો લોટ નાખો અને હાથ વડે બરોબર લોટ બાંધી લો.

એક કૂકર માં નીચે થોડું મીઠું અથવા રેતી નાખી તેના પર સ્ટેન્ડ મૂકી ફુલ તાપે કુકર ને દસ મિનિટ ગરમ કરવા મૂકો કુકર ગરમ થાય ત્યાં સુધીમાં કુકરમાં રહી શકે એ સાઇઝની થાળીમાં ઘી લગાડી દો

હવે તૈયાર નાન ખટાઇ ના લોટ ના નાના નાના ગોલ બનાવી લોયા નો આકાર આપી ઘી લગાડેલી થાળીમાં થોડા થોડા અંતરે મૂકી થાળીને કુકર ની અંદર મીડીયમ ફુલ ગેસ પર દસથી બાર મિનિટ ચડાવો

હવે એક વખત કુકર ( Nankhatai In Cooker ) ખોલી નાન ખટાઇ ચડી છે કે નહીં તે જોઈ લો જો ચડી ન હોય તો ફરીથી ચારથી પાંચ મિનિટ ફુલ તાપે ચડાવી નાનખટાઈ તૈયાર થઇ ગયા બાદ તેને કૂકરમાં થી થાળી કાઢી સાઈડ પર ઠંડી થવા દો

આવી રીતે બધી જ નાનખટાઈ વારાફરથી તૈયાર કરી લો બધી જ નાનખટાઈ તૈયાર થઈ જાય એટલે એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને રાખો ને મહિના સુધી નાનખટાઇ નો સ્વાદ માણો.

Nankhatai recipe in cooker in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Madhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ મગદાળ હલવો

આ રીતે બનાવો જટપટ સ્વાદિષ્ટ વેજ પુલાવ કુકર મા

લીલા ચણા ના કબાબ રેસીપી | Lila chana na kabab recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement