ઉનાળા મા શેતુર ના ફાયદા અને નુકસાન | શેતુર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

શેતુર ના ફાયદા અને નુકસાન - શેતુર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - shetur na fayda - mulberry benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ મા મેળવીશું શેતુર વિશે માહિતી જેમાં શેતુર ના ફાયદા અને શેતુર ના નુકશાન ની સાથે સાથે ઘરેલું સમસ્યામાં કેવી રીતે શેતુર નો ઉપયોગ કરવો તે જાણીશું,સેતુર ના ફાયદા, shetur na fayda,mulberry benefits in Gujarati.

શેતુર વિશે માહિતી

શેતુર એક મીઠું ફળ છે. તેને સૌ પ્રથમ ચીન માં ઉગાડવામાં આવ્યું હતું. કાળી સફેદ અને લાલ એમ ત્રણ જાત ની શેતુર થાય છે.

કાળી અને સફેદ એ બે જાત ના શેતુરના ઝાડ રેશમા ના કીડા ઉછેરવા માટે ઉપયોગી થાય છે. રેશમના કીડા શેતુરીના પાંદડા ખાઈને ઉછરે છે અને રેશમ પેદા કરે છે.

Advertisement

ચીન માં શેતુર ના ઝાડ પુષ્કળ પ્રમાણ માં થાય છે. તેથી જ ચીન માં રેશમ ઘણું ઉત્તપન થાય છે. શેતુર અતિ કોમસ, સ્વાદિષ્ટ અને રસાળ હોય છે. કાચા ખાટ્ટા શેતુર ની ચટણી પણ બનાવવામાં આવે છે.

શેતુર નું લાકડું ખુબ જ મજબૂત હોય છે. તેની ડાળીઓ કાપી ને ટોપલા ટોપલીઓ બનાવાય છે. શેતુર ના પાન બકરીઓ અને ઢોર ને ખવડાવાય છે. શેતુર નું લાકડું કઠણ હોઈ રમત ના સાધનો, ઓઝારો ના હાથા વગેરે બનાવાય છે.

યજ્ઞો અને ધાર્મિક વિધિઓમાં તેનું લાકડું વાપરવામાં આવે છે. તેથીજ તેને પવિત્ર વૃક્ષ મનાય છે.

શેતુર માં વિટામીન સી , વિટામીન કે, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયરન ની માત્ર ભરપૂર પ્રમાણ માં હોય છે. તેની સાથે સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે.

તો ચાલો સેતુર ના ફાયદા અને ઘરગથ્થું ઉપચારો જાણીએ

શેતુર ના ફાયદા અને ઘરગથ્થું ઉપચારો

ગરમીમાં શેતુર નું સાકર વાળું શરબત ગરમીની લૂ થી બચાવે છે. શેતુરમાં રહેલા બી આતરડાની સ્વાભાવિક ગતિને ખુબ વધારી દે છે.

કબજીયાત ના રોગીઓ માટે શેતુર ઉત્તમ ગણાય છે. પાકા શેતુર નું શરબત બનાવી પીવાથી પિત્ત પ્રકોપ અને બળતરા મટે છે.

પાકા શેતુર ભારે, ઠંડા અને મધુર હોય છે. તે હૃદય ને હિતકારી, કૃમિરોગ તેમજ વાયુને મટાડનાર છે.

કાચા શેતુર ભારે, મળને ખસેડનાર છે.

shetur na fayda | Mulberry benefits in Gujarati

શેતુરીના પાન નો ચટણી બનાવી ખાવાથી ડાયાબીટીશ, ઉનવા, તૃષા રોગ અને બળતરા મટે છે.

પેટના કૃમીઓનો નાશ કરવા શેતુર ની છાલ નો ઉકાળો કરીને બાળકોને આપવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.

શેતુરીના પાંદ નો ઉકાળો કરવાથી મોઢા ના છાલા માં રાહત થાય છે.

પિત્ત ને કારણે તાવ આવી જતો હોય તો શેતુર નો શરબત પીવાથી તરસ, ગરમી, દૂર થાય છે.

૫૦ થી ૧૦૦ મિલી શેતુર ની છાલ નો ઉકાળો અથવા ૧૦ થી ૫૦ ગ્રામ શેતુર નો રસ સવાર સાંજ પીવાથી કફ અને કફ ના કારણે થતી ઉધરસ મટી જાય છે.

શેતુર ના ફાયદા તે પાચન પ્રક્રિયા સારી બનાવે છે

શેતુર માં ફાઈબર ની માત્રા સારા એવા પ્રમાણ માં મળી રહે છે અને ફાઈબર યુક્ત ખોરાક ખાવો તો અઆપના પાચનતંત્ર માટે ખુબ જ સારો માનવામાવે છે. 

mulberry – શેતુર નું સેવા કરવાથી કબજિયાત, બ્લોટિંગ, જેવી સમસ્યાઓ થતી નથી. તેની સાથે સાથે સેતુર માં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલ ને પણ નિયમિત રાખે છે.

સેતુરના ફાયદા તે રક્તપરિભ્રમણ માટે સેતુર નું સેવન કરો

શેતુરમાં રહેલું આયરન એક અસામાન્ય ખનીજ તત્વ છે જે બીજા બધા ફળો માં જલ્દી થી મળતું નથી

આ જ આયરન શરીર માં રેડ બ્લડ સેલ્સ ના ઉત્પાદન માં વધારો કરે છે અને આપણી ચયાપચય ની પ્રક્રિયામાં વધારો કરે છે.

શેતુર ના ફાયદા તે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે સેતુર

શેતુર નું સેવન કરવાથી લોહી પહોચડતી નસો માં લોહી નું પરિભ્રમણ નિયમિત થાય છે

આના કારણે લોહીમાં ગત્થ્થા બનતા નથી. અને તેથી જ હૃદય ના હુમલા ની સંભાવના પણ ઘટી જાય છે.

સેતુરના ફાયદા તે આંખો માટે ખુબ જ ફાયદેમંદ છે

સેતુર માં કેરોટીનોઈડ મળી રહે છે, જે આપણી આંખો ને ફાયદેમંદ રહે છે.

શેતુર રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે

વિટામીન સી નું સેવન કોઇપણ બીમારી થી લાદવામાં મદદ કરે છે અને સેતુર માં વિટામીન સી ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે.

સેતુર નું સેવન કરવાથી શરીર ને વિટામીન સી મળી રહે છે. સવારે શેતુર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરી શકાય છે.

શેતુર ના ફાયદા તે હાડકા ને મજબૂત બનાવે છે

સેતુરમાં વિટામીન કે, કેલ્શિયમ અને લોહતત્વ ની સાથે સાથે ફોસ્ફરસ અને મેગ્નેશિયમ રહેલા છે. આ ખનીજ તત્વો અને વિટામિન્સ હાડકા ને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે.

ત્વચા માટે ફાયદેમંદ છે સેતુર

સેતુર એક એન્ટી ઓક્સીડેન્ટ તત્વ થી ભરપૂર હોય છે. તેમાં રહેલા વિટામીન એ અને વિટામીન ઈ ત્વચા માટે ખુબ જ સારા છે.

સાથેસાથે તેમાં લોતીન, બીટા કેરોટીન, અને અલ્ફા કેરોટીન જેવા ઘટક તત્વો પણ મળી રહે છે. આ બધા તત્વો ત્વચા ને ચમકીલી, કરચલી મુક્ત અને કડક બનાવે છે.

શેતુર ના ફાયદા તે ડાયાબીટીશ ના દર્દીઓ માટે

શેતુર માં કુદરતી ગ્લુકોઝ ની માત્રા સારા એવા પ્રમાણ માં મળેછે. જો તમે ટાઈપ-૨ ડાયાબીટીશ ના દર્દી છો તો તમારે સેતુર ની ચાય અને તેના જ્યુસ નું સેવન કરવું જોઈએ.

સેતુરના ફાયદા તે પેટના કૃમીઓનો નાશ કરે છે

શેતુર ના ઝાડ ની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી કીડાઓનો નાશ થાય છે.

૧૦૦ ગ્રામ શેતુર નું સેવન કરવાથી પેટના તમામ કીડાઓનો નાશ થાય છે. ૨૦ ગ્રામ શેતુર અને ૨૦ ગ્રામ ખાટા દાડમ ના છાલ ને પાણી માં ઉકાળીને પીવાથી કીડાઓ મરી જાય છે.

સેતુરના ફાયદા તે હૃદય ને મજબૂત બનાવે છે

શેતુર નો શરબત પીવાથી હૃદય ની બીમારીઓ સામે લડી શકાય છે.

હૃદય ની કમજોરી દૂર કરવા માટે ૨૫૦ મિલી શેતુર નો શરબત લઈને તેમાં ૨૪૦ ગ્રામ પરવા; ભસ્મ મિલાવીને દિવસ માં બે થી ત્રણ વાર પીવું હિતકારી છે.

શેતુર ના ફાયદા તે વાળ ને મજબૂત અને ચમકીલા બનાવે છે

સેતુર માં રહેલા ગુણો વાળ ને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. વાળ વધારવામાં સેતુર નું સેવન કરવું જોઈએ.

સેતુરના ફાયદા તે લૂ અને ગરમીથી બચાવે છે સેતુર

ઉનાળામાં ગરમી અને લૂ થી બચવા માટે દરરોજ સેતુર નું જ્યુસ પીવું જોઈએ. તેનાથી પેટ, કીડની, પેશાબ ની બળતરા પણ દૂર થાય છે.

શેતુર ના ફાયદા તે મોઢા ના ચાંદા દૂર કરવામાં ઉપયોગી છે

એક ચમચી સેતુર ના રસ ને એક કપ પાણી માં નાખીને તે પાણી ના કોગળા કરવાથી મોઢાના છાલા માં ફાયદો થાય છે અને મટી જાય છે.

અપચા ની સમસ્યા દૂર કરે છે સેતુર

સેતુર ના ૫-૬ પાંદડા ને ચાવીને ખાઈ જવાથી અપચા ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

સેતુર ને પકવીને તેમાં નાની પીપળી મુળ નું ચૂર્ણ નાખીને પીવાથી પણ ફાયદો થાય છે.

શેતુર ના ફાયદા તે ગળા ની બધી સમસ્યાઓનો એક ઇલાઝ છે

શેતુર નો શરબત પીવાથી મોઢા માં આવેલા સોજા અને કંઠમાળા ની ગાંઠો દૂર થઇ જાય છે.

mulberry juice – શેતુર નો શરબત પીવાથી ગળા ના દર્દ દૂર થાય છે.

શેતુર નો શરબત પીવાથી અવાજ સારો થાય છે, અને ગળું પણ સાફ રહે છે.

શેતુર ખાવાથી ગળા માં થતી બળતરા મટી જાય છે.

સેતુર નું સેવન કરવાના નુકસાનો

કીડની ની પથરી અને પીતાશય ના રોગીઓએ સેતુર નું સેવન કરવું જોઈએ નહિ. કારણકે સેતુર માં પોટેશિયમ ની માત્રા વધારે હોય છે જે આ રોગ ના દર્દીઓ માટે હાનીકારક છે.

સેતુર ને લોહીમાં રહેલી સુગર ઓછી કરવામાટે ખાવામાં આવે છે, જો વધારે માત્રા માં સેતુર નું સેવન થઇ જાય તો માથાનો દુખાવો, ભૂખ, આંખોની ઝાખાશ, ચક્કર આવવા, વગેરે જેવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

લીવર ની સમસ્યા થી પીડિત વ્યક્તિઓએ સેતુર નું સેવન વધારે કરવું નહિ તેના થી લીવર ભરી થઇ શકે છે.

ગર્ભવતી મહિલાઓએ સેતુર નું સેવન કરવું જોઈએ નહિ.

શેતુર ને અંગ્રેજી માં શું કહેવાય છે? | શેતુર in English | સેતુર meaning in English

અંગ્રેજી માં શેતુર ને “MULBERRY” કહેવાય છે.

શેતુર નું સેવન કરવાથી શું થાય છે?

સેતુર નું સેવન કરવાથી પાચનશક્તિ સારી રહે છે અને શરદી અને તાવ માં ફાયદો થાય છે.

શેતુર ની અંદર ક્યાં પોષક તત્વો રહેલા છે?

શેતુર ની અંદર તમને આયરન, વિટામીન સી, અને કેટલાક બીજા પોષક તત્વો જે તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડસુગર ને કંટ્રોલ કરે છે

સેતુર ના નુકશાન

વધુ માત્રા મા શેતુર નું સેવન કરવામાં આવે તો તમને ઝાડા,અપચો અને બ્લોટિંગ જેવી સમસ્યા થઇ શકે છે

શું શેતુર આંખો માટે ફાયદાકારક છે?

હા, જો તમારી દ્રષ્ટિ કમજોર છે તો શેતુર ની અંદર રહેલ સારા પ્રમાણમાં કેરોટીન અને ઝેક્સંથીન(zeaxanthin) તમારા આખો ની રેતીના ને સ્વાસ્થ રાખવામાં અમદ્દરૂપ થાય છે

mulberry benefits in Gujarati

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | limbu na fayda

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na fayda

દૂધ પીવાના ફાયદા | દૂધ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | dudh na fayda

ગુલાબજળ ના ફાયદા | ઘરેલું ઉપચાર મા ગુલાબજળ નો ઉપયોગ કરવાની રીત | ગુલાબજળ બનાવવાની રીત | gulab jal na fayda | gulab jal banavani rit

દાડમ ની માહિતી જેમાં દાડમ ના ફાયદા , દાડમ ની છાલ,દાણા અને પાંદના ઘરેલું ઉપચારો , દાડમ ના નુકશાન | dadam na faida

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement