રાગી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | બાળકો માટે રાગી નો ઉપયોગ | રાગી ની વાનગી

રાગી ના ફાયદા – રાગી ના ઘરેલું ઉપચાર - રાગી નો ઉપયોગ બાળકો માટે - રાગી ની વાનગી - ragi na fayda - ragi na benefits in Gujarati
Advertisement

આપણા સ્વાસ્થ્ય માટે આપણે બહુ જ સજાગ હોઈએ છીએ, સ્વાસ્થ્ય ને સારું બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકાર ના શાક, ફળ, અનાજ વગરે વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. તેમાં અનાજ આપણા રોજીંદા જીવન માં મહત્વ નો ભાગ ભજવે છે. એ પછી ઘઉં હોય, ચોખા હોય, કે વિવિધ પ્રકાર ના કઠોળ હોય. અનાજ નું સેવન એ આપણા શરીર ને જરૂરી બધા પોષક તત્વો પુરા પડે છે સાથે સાથે આપણને ઘણીજ બીમારીઓ સામે રક્ષણ પણ પૂરું પડે છે. એમાનું એક અનાજ છે રાગી. રાગી નું સેવન કરવાથી ઘણા જ પ્રકાર ની બીમારીઓથી બચ શકાય છે. રાગી માંથી ઘણી બધી વાનગીઓ બને છે. રાગી રોટલી બનાવાય છે, રાગી નું દડિયું, રાગી ની ખીચડી વગેરે. આજે આપણે રાગી ના ફાયદા, રાગી ના ઘરેલું ઉપચાર, બાળકો માટે રાગી નો ઉપયોગ, રાગી ની વાનગી, ragi na fayda – ragi na faida in gujarati, ragi benefits in gujarati  ચર્ચા કરીશું.

Table of contents

રાગી ના ફાયદા | Ragi na fayda | Ragi benefits in Gujarati

રાગીને “નાચની” નામ થી પણ ઓળખવામાં આવે છે. આ અનાજ મુખ્યત્વે આફ્રિકા અને એશિયા માં ઉગાડવામાં આવે છે. ભારત માં તે મુખ્યત્વે કર્નાટક રાજ્ય માં તેની ખેતી કરવામાં આવે છે. રાગીમાં ફાઈબર, પોટેશિયમ, અને કેલ્શિયમ ભરપૂર માત્રા માં હોય છે. સાથે સાથે તેમાં એમીનો એસીડ મેથોનાઈન પણ હોય છે, જે સ્ટાર્ચ વાળા અનાજ માં મળતું નથી.

હિમોગ્લોબ્ન વધારવામાં રાગી

રાગી ને મુખ્યત્વે ઘઉં ના લોટ ની સાથે પીસીને તેની રોટલી બનાવીને વાપરવામાં આવે છે અથવા તો તેને ફણગવીને પણ ખાઈ શકાય છે. શરીર માં લોહીની ઉણપ વારી વ્યક્તિઓએ રાગીનું સેવન ખાસ કરવું જોઈએ. ફાઈબર અને આયરન થી ભરપૂર રાગી ખાવાથી હિમોગ્લોબીન નું સ્તર ઝડપ થી વધારી શકાય છે.

Advertisement

રાગી ના ફાયદા તે કેલ્શિયમ ની ઉણપ ને દૂર કરે છે

૧૦૦ ગ્રામ રાગીમાં ૩૪૪ મીલીગ્રામ કેલ્શિયમ મળી રહે છે. રાગીનો લોટ બીજા અન્ય અનાજ ની તુલના માં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળી રહે છે. જે આપણા હાડકા ને મજબૂત બનાવે છે.

રાગી નો ઉપયોગ વજન ઘટાડવામાં

વજન ઘટાડવામાં રાગી ની રોટલી, રાગી નું દડિયું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. રાગી નું સેવન કરવાથી વજન ઝડપ થી ઘટાડી શક્ય છે. રાગી માં બીજા અનાજો ની તુલના માં રાગીમાં ચરબીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. રાગી માં ટ્રીપટોફન નામનું એસીડ હોય છે જે ભૂખ ને ઓછી કરવમાં મદદ કરે છે અને જેના દ્વારા આપણે વજન ઘટાડી શકીએ છીએ.

રાગી નો ઉપયોગ ડાયાબીટીશ ના દર્દીઓ માટે

રગીમાં પોલીફેનોલ અને ફાઈબર નું પ્રમાણ સારી એવી માત્ર માં હોય છે. બીજા અનાજ ની તુલના માં રાગી માં આ બન્ને તત્વો રાગીમાં હોવાને કારણે તે આપણા શરીર માં ગ્લીસેમિક ઇન્ડેક્સ ફૂડ ક્રેવીંગ ને ઓછું કરે છે અને પાચન શક્તિ ને સારી બનાવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીર માં શુગર નું લેવલ જળવાઈ રહે છે.

રાગી ના ફાયદા તે એનીમિયા થી બચાવે છે રાગી

રાગીમાં આયરન સારા એવા પ્રમાણ માં મળી આવે છે. બીજા કઠોળ ની જેમ જો તમે રાગી ને પણ ફણગાવીને ખાશો તો તમને વિટામીન-સી ખુબ જ સારા પ્રમાણ માં મળી રહેશે. જે આપણા શરીર માં લોહીની ઉણપ ને ઝડપ થી દૂર કરે છે. આયર્ન ની ભરપૂર માત્રા હોવાથી રાગી નું સેવન કરવું એનીમિયાના દર્દીઓ માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રાગી ફાયદેમંદ છે

રાગીમાં એમીનો એસીડ નામનું તત્વ સારા એવા પ્રમાણ માં મળી રહે છે. એમીનો એસીડ અઆપના લીવર માં રહેલા વધારા ના ખરાબ તત્વો ને બહાર કાઢવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ ની માત્ર ને શરીર માં વધવા દેતું નથી.

રાગી માં એન્ટી એન્જીંગ તત્વ

રાગીમાં વિટામીન- ડી, મેથીઓનીન અને લાઈસીન નામનું તત્વ હોય છે. જે ત્વચામાં એન્જીંગ ની પ્રક્રિયા ને ધીમું કરવામાં મદદ કરે છે. કરચલીઓ જલ્દી પડતી નથી.

મગજ સબંધિત સમસ્યાઓના નિવારણ માં રાગી

રાગી માં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ નામનું તત્વ અને એમીનો એસીડ મગજની કાર્ય પ્રણાલી ને સારી બનાવે છે. તેનું નિયમિત સેવન કરવાથી ડીપ્રેશન, તણાવ, માથાનો દુખાવો, ઊંઘ ના આવવી વગેરે જેવી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

બાળકો માટે રાગી ના ફાયદા અને ઉપયોગ

રાગીમાં રહેલા કેલ્શિયમ, પ્રોટીન બાળકના વિકાસ માટે અને તેના સ્વાસ્થ્ય માટે મદદરૂપ સાબિત થાય છે.બાળક ૬ મહિના નું થાય પછી તેને રાગી નું સેવન કરાવવું ફાયદેમંદ સાબિત થાય છે. આવો જાણીએ રાગી નું સેવન બાળકો માટે કેટલું ફાયદાકારક છે.

બાળકોની પાચનશક્તિ વયસ્ક વ્યક્તિઓ કરતા કમજોર હોય છે, રાગી એક એવો ખોરાક છે જે બાળકોને આસાની થી પછી જાય છે.

રાગીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરીયલ, એન્ટી ડાયાબિટીકઅને બીજા અનેક તત્વો હોય છે. જે બાળકોને એનેક બીમારિયો થી બચાવે છે.

શરીર માં જરૂરી પોષક તત્વો ની ઉણપ ને કરને લોહી ની કમી થઇ જતી હય છે તેવામાં બાળકોને રાગી નું સેવન કરાવવું ખુબ જ ફાયદેમંદ સાબિત થયું છે. રાગી આપણા શરીર માં હિમોગ્લોબીન ના સ્તર ને ઉચુ લાવવામાં મદદ કરે છે.

બાળકમાં કેલ્શિયમ ની ઉણપ વધારે જોવા મળતી હોય છે. રાગીમાં કેલ્શિયમ ની માત્રા ભરપૂર હોય છે. માટે બાળકોને રાગી નું સેવન કરાવવું જોઈએ.

રાગી ની રેસીપી બાળકો માટે

રાગી કાંજી (૧ વર્ષ કે તેથી મોટી ઉમરના બાળકો માટે)

ragi ni kanji – રાગી કાંજી બનાવવા જરૂરી સામગ્રી

બે ચમચી રાગી પાવડર, એક કપ પાણી, એક ચમચી ઘી, અડધો કપ દૂધ, ગોળ.

રાગી કાંજી બનાવવાની રીત

સૌથી પહેલા ઠંડા પાણી માં રાગીના પાવડર ને સારી રીતે મિક્સ કરી લો, ત્યારબાદ તેને ધીમા તાપે ચડાવો,

થોડુક ચડી જાય પછી તેમાં ઘી નાખીને હલાવતા રહો થોડુક ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ગોળ નાખીને હલાવો અને ગેસ પર થી ઉતારી લો.તૈયાર છે કાંજી.  ઠંડી પડે એટલે બાળક ને ખવડાવો.

રાગીની ખીચડી (૧ વર્ષ કે તેથી મોટી ઉમર ના બાળક માટે)

રાગીની ખીચડી બનવવા જરૂરી સામગ્રી

૧/૪ કપ રાગી, ૧/૪ પીડી માગ ની દાળ, ૨ ચમચી ઘી, થોડીક હિંગ, દોઢ કપ પાણી.

રાગી ની ખીચડી બનવવાની રીત

ragi – રાગી અને મગ ની દાળ ને ચાર થી પાંચ કલાક માટે પલાળી ને રાખી મુકો, ત્યાર બાદ એક વાસણમાં ઘી ગરમ કરીને તેમાં પલાળેલી દાળ અને રાગી નાખી દો દોઢ કપ પાણી ઉમેરી ઉપર થી થોડીક હિંગ અને મીઠું નાખી ને ખીચડી ને ચડવા દો, ચડી ગયા બાદ ઠંડી થાય પછી બાળક ને આપો.

રાગી દડિયું (૧ વર્ષ કે તેથી મોટી ઉમર ના બાળક માટે)

દડિયું બનાવવા જરૂરી સામગ્રી

૨-૩ ચમચી રાગીનો લોટ એક કપ પાણી, એક ચમચી ઘી, અડધો કપ દૂધ, ૧-૨ ચમચી ખાંડ અથવા ગોળ.

રાગી દડિયું બનાવવાની રીત

એક વાસણ માં ઘી ને ગરમ કરવા મુકો ગરમ થઇ જાય એટલે તેમાં રાગી નો લોટ નાખીને ધીમા તાપે સેકો.

સેકાઈ ગયા બાદ તેમાં પાણી અને દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા પડે નહિ, સારી રીતે મિક્ષ થઇ જાય એટલે તેમાં ગોળ અથવા ખાંડ નાખીને હલાવો, થોડુક ઘટ્ટ થઇ જાય એટલે ગેસ પેર થી ઉતારી લો.

રાગીના નુકસાન

રાગીમાં કેલ્શિયમ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. રાગીનું જરૂરત થી વધારે પ્રમાણ માં સેવન કરવામાં આવે તો પથરી થવાની સંભાવના વધી જાય છે.

રાગી માં ફાઈબર પણ હોય છે માટે તેનું સેવન કરવામાં ખ્યાલ રાખવું નહિતર પેટ ને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

રાગીની તાસીર ઠંડી હોય છે, તેથી શરદી અને તાવ હોય ત્યારે રાગી નું સેવન ઓછું કરવું જોઈએ.

રાગી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

રાગીને અંગ્રેજીમાં શું કહેવાય છે?

રાગી ને અંગ્રેજીમાં ‘FINGER MILLET’ અથવા ‘INDIAN MILLET’ કહેવામાં આવે છે.

રાગી ની તાસીર કેવી હોય છે?

રાગીની તાસીર ઠંડી હોય છે.

રાગી અને બાજરા માં શું તફાવત હોય છે?

રાગી અને બાજરો દેખાવ માં લગભગ સરખો જ હોય છે, બન્ને ના રંગ માં તફાવત હોય છે. રાગી એ કેલ્શિયમ નો સ્ત્રોત માનવામાં આવે છે, જયારે બાજરો પ્રોટીન નો મોટો સ્ત્રોર્ત મનાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

પનીર ખાવાના ફાયદા | પનીર ના ફાયદા | paneer na fayda in Gujarati | health benefits of paneer in Gujarati

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી પીવાની રીત વિવિધ સમસ્યામા | garam pani na fayda | health benefits of drinking hot water in Gujarati

જાયફળ અને જાવંત્રી ના ફાયદા | જાયફળ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા | jayfal na fayda | health benefits of nutmeg in Gujarati

અળવી ના ફાયદા | અળવી ના પાન ના ફાયદા | Advi na pan na fayda in Gujarati | Taro leaves benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement