કચુકા ના ફાયદા | કચીકા ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Kachuka na fayda

કચુકા ના ફાયદા - કચીકા ના ફાયદા - Aambli na kachuka na fayda - kachika na fayda in Gujarati
Advertisement

આંબલી નું નામ સાંભળીને આપણા બધા ના મોઢામાં પાણી આવી જ જાય છે. આંબલીના ગુણો થી આપણે બધા જાણકાર છીએ જ પરંતુ શું તમે તેના કચૂકા ના ગુણો વિષે જાણો છો? આંબલીના કચૂકા પણ અનેક ગુણો નો ભંડાર છે જે ઘણા બધા પ્રકાર ની શારીરિક સમસ્યાઓ થી બચાવવામાં મદદ કરે છેતો ચાલો જાણીએ કચુકા ના ફાયદા – કચીકા ના ફાયદા, aambli na kachuka na fayda, kachika na fayda

કચુકા ના ફાયદા | કચીકા ના ફાયદા | kachuka na fayda

આંબલીનો આંખો કચીકો ઉપયોગ માં લઇ શકાતો નથી. આંબલીના કચિકા ને પ્રોસેસ કરીને જ વાપરવામાં આવે તેવી સલાહ આપવામાં આવે છે. આંબલીના કચીકાના અમુક ફાયદાઓ વિષેની જાણકારી આજના આ લેખ માં આપવામાં આવી છે.

હૃદય માટે ફાયદેમંદ

આંબલીના કચિકા માં પોટેશિયમ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. પોટેશિયમ આપના શરીર માં બ્લડપ્રેશર ને લેવલ માં રાખવાનું કામ કરે છે. જેનાથી શરીર માં હાઈપરટેન્શન નું લેવલ નિયંત્રિત રહે છે.

Advertisement

આપણા શરીર માં હાઈપરટેન્શન નું લેવલ જો નિયંત્રિત હોય તો નસો માં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને હૃદય ની કાર્ય કરવાની ક્ષમતા સારી રહે છે.

રોગ પ્રતિકારક શક્તિને વધારે છે

કચિકા એન્ટી ઓક્સીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે જે આપણા શરીરમાં થવા વાર કોઈપણ ઇન્ફેકશન સામે રક્ષણ પૂરું પડે છે અને કોઈપણ પ્રકાર ના સંક્રમણ થી બચાવી રાખે છે.

કચુકા ના ફાયદા ડાયાબીટીશ માટે

કચિકા આપણા શરીર માં ઇન્સ્યુલીન નું પ્રાણ વધારવામાં મદદ કરે છે. ડાયાબીટીશ ના દર્દીઓ માટે કચીકાનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થયું છે. કચિકા ના સેવનથી ઘાટું થયેલું લોહી પાતળું થઇ જાય છે અને લોહીમાં જામેલી ચરબી ને કચિકા દૂર કરે છે.

દાંતો માટે ફાયદાકારક

કચિકા ના બનેલા પાવડર થી દાંત ની સફાઈ કરવાથી દાંત મજબૂત બને છે. જે લોકોના દાંત કમજોર અને પીળા થઇ ગયા હોય તેઓએ કચિકા ના પાવડર થી બ્રશ કરવાથી ફાયદો થાય છે. દાંત પીળા થઇ જવા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે સમસ્યા માંથી છુટકારો મેડવી શકાય છે.

હાડકા માટે કચિકા ના ફાયદા

જયારે શરીર ના કોઈપણ અંગ ફ્રેકચર થઇ ગયું છે તો કચિકા માંથી બનાવેલો લેપ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કચિકામાંથી બનાવેલો લેપ લગાવવાથી ફક્ત ફ્રેકચર માં જ રાહત નથી મળતી પરંતુ તેના થી થતા દુખાવામાં પણ રાહત મળે છે.

ત્વચા માટે ઉપયોગી છે આંબલીના કચિકા

ત્વચા માટે આંબલીના કચિકા ખુબ જ ફાયદાકારક છે, ત્વચા ની અનેક સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે કચિકા ના ઉપયોગથી.

ડ્રાય સ્કીન માટે આમ્બીલા ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. કચિકા ત્વચા માં નરમાશ બનાવી રાખે છે. આંબલી ના કચિકા અને તેના પાવડર ને ઘણી બધી કોસ્મેટીક વસ્તુઓમાં વાપરવામાં આવે છે. તેના ઉપયોગ થી ત્વચા માં ચમક કાયમ રહે છે, કરચલીઓ પડતી નથી.

કચુકા ના ફાયદા તે કફ અને ગળા ના ઇન્ફેકશન ને દૂર કરે છે

આંબલીના કચિકા ના પાવડર અને આદું નો રસ મિક્ષ કરીને પીવાથી કે ચાટવાથી ગળા માં થયેલું ઇન્ફેકશન મટી જાય છે.

આંબલીના કચિકા માંથી બનેલો માઉથ વોશ વાપરવાથી મોઢા માંથી આવતી દુર્ગંધ દૂર કરે છે.

પાચન શક્તિ મજબૂત બનાવે છે

આંબલીના કચિકા માં ફાઈબર ભરપૂર માત્ર માં હોય છે અને ખોરાક પચાવવા માટે ફાઈબર એક મહત્વ ની ભૂમિકા ભજવે છે. ફાઈબર ફક્ત ભોજન ને પચાવવામાં જ મદદ નથી કરતુ સાથે સાથે તે કબજીયાત પણ થવા દેતું નથી.

પેટના ચાંદા માં ફાયદાકારક છે

આંબલીના કચીકામાં ટેનિન નામનું તત્વ હોય છે જે પેટ ના ચાંદા ને દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે કચીકામાં પ્રોપેનીડીન, એપીક્તિન અને પોલીમેરિક ટેનિન નામના પોલીફેનોલીક તત્વો મળી રહે છે, જે ચાંદા ને વધવા દેતા નથી.

આંબલીના બીજ ના નુકસાન | કચૂકા ના નુકશાન | કચિકા ના નુકશાન

આંબલી ના કચૂકા માં ટેનિન નામના તત્વ ની સાથે સાથે બીજા અન્ય તત્વો પણ હોય છે જે પાચન શક્તિ ને અસર પહોચાડી શકે છે. માટે તેનોઉપ્યોગ સ્પ્રાન માત્રા માં જ કરવો.

કચિકા માં એસીડીટ તત્વો હોય છે માટે લાંબા સમય સુધી કચિકા નું સેવન કરવું નહિ તે દાંત પેર ખરાબ અસર પહોચાડે છે.

આંબલીના કચિકા ને સીધા ક્યારેય ખાવા જોઈએ નહિ. તેને શેકીને અથવા પ્રોસેસ કરીને જ ખવા નહિતર કબજીયાત અને દાંતો ની સમસ્યા થઇ શકે છે.

વાચકોને કચૂકા ને સંબંધિત મુંઝવતા પ્રશ્નો

આંબલીના કચિકા નો પાવડર કેવી રીતે બનાવવો?

આંબલીના કચિકા, અને તેની અડધી ખાંડ લેવી. આંબલીના કચિકા ને ચાર દિવસ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યારબાદ તેના ફોતરા કાઢીને તેને છાયે સુકવી દેવા, સુકાઈ જાય એટલે તેને મિક્ષ્ચર માં ખાંડ સાથે પીસી લો.

આંબલી ના કચિકા માં કયા કયા પોષક તત્વો હોય છે?

આંબલીના કચીકામાં આયરન અને હિમોગ્લોબીન સારી એવી માત્ર માં હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | aambli na fayda | health benefits of tamarind in Gujarati

ગોરસ આંબલી ના ફાયદા અને છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli na fayda in Gujarati

અડદની દાળ ના ફાયદા નુકશાન અને ઘરેલું ઉપચાર | Adad ni dal na fayda | vigna mungo benefits in Gujarati

સ્ટ્રોબેરી ના ફાયદા | સ્ટ્રોબેરી ના નુકશાન | Strawberry na fayda | Strawberry benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement