ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati

ખાંડ ના પરોઠા બનાવવાની રીત - Khand na paratha banavani rit - Khand na paratha recipe in gujarati - ખાંડ ના પરોઠા બનાવવાની રેસીપી
Image credit – Youtube/Cooking Recipe with Meena
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ખાંડ ના પરોઠા બનાવવાની રીત – Khand na paratha banavani rit શીખીશું. do subscribe Cooking Recipe with Meena YouTube channel on YouTube  If you like the recipe આજ કાલ ના બાળકો એ તો ક્યારે ખાંડ ના પરોઠા નું નામ પણ નહિ સંભાળ્યું હોય પણ અમારા ઘરે મારા મમી, દાદી ને નાની આ પરોઠા ખૂબ બનાવતા ને એમ ઘણા હોસે હોંસે ખાતા તો આજ એજ અમારા તમારા નાનપણ ની યાદો તાજી કરી લઈએ તો ચાલો ખાંડ ના પરોઠા બનાવવાની રેસીપી- Khand na paratha recipe in gujarati  શીખીએ.

ખાંડના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • ખાંડ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી (ઓપ્શનલ છે)
  • મીઠું 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha recipe in gujarati

ખાંડ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં મીઠું ને બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નોર્મલ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને છેલ્લે એક ચમચી ઘી લગાવી મસળી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા કરી લ્યો અને ખાંડ માં એલચી પાઉડર મિક્સ કરી લ્યો

Advertisement

હવે એક લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ત્યાર બાદ એના પર થોડું ઘી લગાવો અને  એક કે બે ચમચી ખાંડ નાખો ને ફરીથી બધી બાજુથી બરોબર પેક કરી ગોળો બનાવી લ્યો ને હથેળી થી દબાવી થોડો ફેલાવી લ્યો

હવે કોરા લોટ ની મદદ થી મિડીયમ પાતળી રોટલી વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ મૂકો એમાં એક ચમચી ઘી લગાવો અને વણેલી રોટલી એમાં નાખી બને બાજુ થોડી થોડી શેકી લ્યો.

ત્યાર બાદ ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બીજા પરોઠા પણ વણી ને શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ખાંડ ના પરોઠા

ખાંડ ના પરોઠા બનાવવાની રેસીપી | Khand na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Recipe with Meena ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મોઝરેલા ચીઝ બનાવવાની રીત | mozzarella cheese banavani rit

તલ માવા રોલ બનાવવાની રીત | Tal mava roll banavani rit

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત | milk powder thi kala jamun banavani rit gujarati ma

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement