બીટ ના લાડુ બનાવવાની રીત | Beet na ladoo banavani rit

બીટ ના લાડુ - Beet na ladoo - બીટ ના લાડુ બનાવવાની રીત - Beet na ladoo banavani rit
Image credit – Youtube/Food se Fitness Gujarati
Advertisement

ઘરે હિમોગ્લોબીન થી ભરપુર બીટ ના લાડુ બનાવવાની રીત – Beet na ladoo banavani rit શીખીશું, do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube If you like the recipe , જોવામાં કાળા જામું જેવા અને ટેસ્ટ માં ટોપરા પાક જેવા લાગે છે. જે લોકો બીટ નથી ખાતા તે લોકો પણ હસતા હસતા બીટ ના લાડુ ખાઈ લે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર લાગે છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. મોઢામાં નાખતા જ પીગળી જાય તેવા સોફ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી હિમોગ્લોબીન થી ભરપુર બીટ ના લાડુ બનાવતા શીખીએ.

બીટ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • ગ્રેટ કરેલ બીટ 2
  • ઘી 1 ચમચી
  • દૂધ 1 કપ
  • ખાંડ ⅓ કપ
  • નારિયલ નો ચૂરો 50 ગ્રામ
  • કાજુ બદામ ના ટુકડા 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • મિલ્ક પાવડર ¼ કપ

બીટ ના લાડુ બનાવવાની રીત

બીટ ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેટ કરીને રાખેલ બીટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

Advertisement

ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે હલવા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હલવો સરસ થી મિક્સ થઈ જાય અને  કઢાઇ માં ચિપકાવાનું બંધ થઈ જાય એટલે ગેસ બંધ કરી દયો. હવે લાડુ ના મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો.

ત્યાર બાદ ચમચી ની મદદથી લાડુ નું મિશ્રણ હાથ માં લ્યો. હવે તેને સરસ થી રાઉન્ડ સેપ આપો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં કોટ કરી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ મૂકો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી હિમોગ્લોબીન થી ભરપુર બીટ ના લાડુ.

Beet laddo recipe notes

  • બીટ ના લાડુ ને હલવા ની જેમ ખાવું હોય તો તેમાં નારિયલ નો ચૂરો નાખ્યા વગર સર્વ કરવું.

Beet na ladoo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજ કોફતા કરી બનાવવાની રીત | Veg Kofta Curry banavani rit

દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit

ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત | farali batata na paratha banavani rit | farali batata na paratha recipe gujarati

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement