શિયાળો આવી ગયો છે ત્યારે આપણે ખૂબ જ સારા દેશી લીલાધાણા મળી રહે છે અને આપણે આ લીલાધાણા નો ઉપયોગ કોઈપણ પ્રકારની રસોઈમાં ગાર્નીશિંગ તરીકે કરીએ છીએ પરંતુ આજે તમને અમે આ લીલાધાણા ના કેટલાક ફાયદા વિશે જણાવીશું, લીલાધાણા ના ફાયદા, Lila Dhana na Fayda in Gujarati, Health Benefits of Lila dhana.
લીલાધાણા ના ફાયદા – Lila Dhana na Fayda in Gujarati
આપણે ભોજનમાં ધાણા નું બંને રીતે સેવન કરતા હોઈએ છીએ સૂકા ધાણા અને લીલાધાણા, આ બંને સ્વરૂપમાં તે ખૂબ જ સારા ફાયદા કરે છે લીલાધાણા ની અંદર એન્ટિઓક્સિડન્ટ અને ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે
તેમજ વિટામીન બી ૧૬, વિટામીન સી , વિટામિન કે, ફોલેટ્સ, વિટામીન એ ,કેલ્શિયમ મેગનીઝ, પોટેશિયમ અને આયરન પણ મળી આવે છે
ડાયાબીટીસ માટે ફાયદાકારક
લીલાધાણા એ આપણા શરીરની અંદર બ્લડ શુગર કંટ્રોલ કરતા ઇન્સુલિનના સ્તર ને યોગ્ય રાખવામાં અને બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેની અંદર રહેલ એન્ટિ ઓક્સિડન્ટ અને બીજા રહેલા પોષક તત્વો આપણું બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે
વજન ઓછુ કરવામાં મદદરૂપ – Health Benefits of Lila dhana
લીલાધાણા ની અંદર રહેલા પોષક તત્વો વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે જો તમે લીલા ધાણા ના જ્યુસ અંદર લીંબુ અને થોડું પાણી ઉમેરી તેનું રોજ સવારે ખાલી પેટે સેવન કરો છો તો તે તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે
હૃદય માટે ફાયદાકરક
લીલા ધાણા એ જેવું કે પહેલા જણાવ્યું એન્ટિ ઓક્સિડન્ટ અને ફાઇબર માટેનું ઉત્તમ સ્ત્રોત છે આ એન્ટિ ઓક્સિડન્ટ અને સારું ફાયર આપણા શરીરની અંદર બ્લડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે
તેમજ તેની અંદર રહેલા ઝિંક કોપર આયર્ન અને અન્ય પોષક તત્વો આપણા શરીરની અંદર રહેલા રક્તકણોની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ થાય છે તેમજ ધાણા આપણા શરીરનું મેટાબોલિઝમ પણ સારું કરે છે
પાચનતંત્ર માટે ફાયદાકાર
લીલાધાણા ની અંદર રહેલ એસેન્શિયલ ઓઈલ આપણા ચયાપચય ની ક્રિયા માં ખુબ જ મદદરૂપ થાય છે તેમજ જો તમે લીલા ધાણા નો જ્યુસ બનાવીને તેનું સેવન કરો છો તો સોજા, loose motion, ઉલટી અને ગેસ્ટ્રીક ની સમસ્યા મા પણ ફાયદો કરે છે તેમજ તેની અંદર રહેલ ડાયેટરી ફાઇબર આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે
આંખો માટે ફાયદાકારક
આપણે સૌ જાણીએ છીએ કે લીલાધાણા શિયાળાની અંદર સારા મળી રહે છે જો લીલાધાણા નું સેવન કરવામાં આવે તો આંખોને ખૂબ જ ફાયદાકારક થાય છે આપણી આંખો માટે ખૂબ જ જરૂરી એવું વિટામીન એ લીલાધાણા ની અંદર રહેલ હોય છે માટે તે આપણી આંખોને સ્વસ્થ રાખવા મદદરૂપ થાય છે. – Health Benefits of Lila dhana.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આયુર્વેદિક(Ayurvedic) વજન ઉતરવાનો કાળો જે તમારી ઇમ્યુનિટી પણ સારી કરે છે
ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda
ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda
ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે