સુંઠ ના ફાયદા | સુંઠ નો ઉપયોગ ઉપચારમા | Sunth na Fayda in Gujarati

sunth na fayda in Gujarati - sunth na fayda in Gujarati language - સુંઠ ના ફાયદા - સુંઠ નું સેવન કરવાના ફાયદાઓ - સુંઠ નો ઉપયોગ – sounth no upyog
Advertisement

સ્વાદે તીખી પણ સ્વાથ્ય માટે મીઠી એવી સુંઠ ના અનેક ફાયદાઓ છે. સુંઠ કફ ને બાળનાર, હૃદય ની કાર્યક્ષમતા વધારનાર,શરીર માં થતા વિવિધ દુખાવાને દૂર કરનાર છે, તો ચાલો જાણીએ,સુંઠ નું સેવન કરવાના ફાયદાઓ , સુંઠ ના ફાયદા ,સુંઠ નો ઉપયોગ ઉપચારમા કરવાની રીત,સુંઠ ના નુકશાન,sounth no upyog upcharma, Sunth na Fayda in Gujarati. 

Sunth | સુંઠ

સુંઠ એટલેકે આદુનો પાવડર, આદુનો ભુક્કો જેને આદુની સૂકવેલી મુળિયા માંથી બનાવવામાં આવે છે. તેની સુંગંધ એકદમ સ્ટ્રોંગ હોય છે. તેનો ટેસ્ટ થોડોક કડવો અને તીખો હોય છે. જેમ આદું ખાવાના અનેક ફાયદા છે તેમ સુંઠ ના પણ અનેક ફાયદાઓ છે. આમ તો સુંઠ એ આદું નો જ એક ભાગ છે.માટે જે હેલ્થ બેનીફીટ્સ આપણને આદુમાંથી થાય છે એ સુંઠ માંથી પણ મળે છે. સુંઠ નો પાવડર ઘરે પણ બનાવી હકાય છે જેની માહિતી આર્ટીકલ માં આપેલી જ છે.  

સુંઠ નું રસાયણિક સંગંઠન :-

Sunth – સુંઠ માં ૧-૩% જેટલું ઉડનશીલ તેલ મળી રહે છે. સુન્થમાં જીન્જેરોલ અને શોગોલ નામનું કડવું દ્રવ્ય પણ હોય છે. જેના લીધે સુંઠ નો સ્વાદ થોડોક તીખો અને કડવો હોય છે. સુથમાં રેઝીન અને સ્તર્ચ્નું પ્રમાણ પણ હોય છે. એકદમ સારી ગુણવત્તા વાળી સુંઠ માં રાસ ની માત્રા લગભગ ૬% જેટલી હોય છે. અને ભળીજાય તેવી રાસ ની માત્રા ૧.૭% જેટલી હોય છે.

Advertisement

સુંઠ ના ઔષધીય ગુણો :-

તાસીર ની વાત કરીએ તો સુંઠ ની તાસીર ગરમ હોય છે. તેના કારણે જ તે શ્વાસ, કફ, જેવા રોગોમાં ખુબ જ ફાયદાકારક હોય છે. કફ નો નાશ કરવાને લીધે સુંઠ ને કફનાશક ઔષધી કહેવામાં આવે છે.

સુંઠ એ એક ઉત્તમ ઔષધી છે તે કફનાશક, વાત્ત-પિત્ત ને દુર કરનાર, અને ઉતેજક સુંગંધ વાળી ઔષધી છે. તેના કારણે જ સુંઠ નું સેવન કરવાની રીત થોડીક અલગ હોય છે. જેમાં તેની સમાનતા રાખવા વાળી ઔષધિઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આના આધાર ઉપર જ સુંઠ ના ફાયદા અને નુકસાન છે. તો ચાલો જાણીએ સુંઠ ના આવા નેક ફાયદાઔ વિષે.

સુંઠ ને બીજી અનેક ઔષધિઓ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે છે એવી જ ઔષધિઓ અને સુંઠ બન્ને ને ભેગા કરીને થતા ફાયદાઓ વિષે જાણકારી મેળવીએ.

Sunth na Fayda in Gujarati | સુંઠ ના ફાયદા

સુંઠ નો શાબ્દિક અર્થ થાય છે શુદ્ધિ કરનાર. આમ તો સુંઠ એ આદું નો જ એક પ્રકાર છે. છે. પણ આદું ને સુકવી ને જે મળે છે એ છે સુંઠ. તો ચાલો જાણીએ આજે સુંઠ ના અનેક ફાયદાઓ.

આદું નો રસ લોહી ને સુધારવાનું કામ કરે છે. લોહી ના બગાડા ને લીધે જો એલર્જી થઇ ગઈ હોય તો આદું ના રસ માં હળદર ભેળવી ને લાંબા સમય સુધી પીવું.

કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હોય અને તાત્કાલિક સારવાર માટે સુંઠ સુંઘાડવામાં આવે તો  ઝેર જલ્દી થી ચડતું નથી.

જે વ્યક્તિ ને બહુ ઠંડી ચડતી હોય અને શરીર માં વારંવાર ધ્રુજારી આવતી હોય, ઠંડો પવન સહન ના થતો હોય, હાથપગ માં કળતર રહેતી હોય તો તેવી વ્યક્તિઓએ સુંઠ, ઘી અને ગોળ સરખાભાગે મેળવી તેની નાની નાની ગોળીઓ બનાવી ને દિવસ માં ત્રણ થી ચાર વાર સેવન કરવું.

ગમે તેટલી દવા કરવા છતાય હિમોગ્લોબીન વધતું નથી તો, મેથી ની ભાજી અથવા સોવા માં સુંઠ ભભરાવી ને ખાવાથી હિમોગ્લોબીન જલ્દી થી વધારી શકાય છે.

વારંવાર થઇ આવતી ઉધરસ માં કે વધારે પડતી કફ ની સમસ્યા માં આદું ના રસ માં મધ મિક્ષ કરી ને ચાટવું.

સુંઠ નું સેવન કરવાના ફાયદાઓ

સ્ત્રીઓ ના કમર ના દુખાવામાં ગોખરું અને સુંઠ નો ઉકાળો દિવસ માં બે વખત લેવો જોઈએ.

શ્વેતપ્રદર ની સમસ્યા માં ભાત નાં ઓસામણ માં સુંઠ પાવડર મિક્ષ કરી ને પીવાનું રાખવું.

કમળો થયા પછી રહેતી અશક્તિ ને દૂર કરવામાં ગોળ અને સુંઠ ને સરખા ભાગે ખાવાથી ફાયદો થાય છે.

હૃદય ની કાર્યક્ષમતા મંદ પડી ગઈ હોય હૃદય ને લોહી ઓછું પહોચતું હોય તો સુંઠ,ગંઠોડા અને ગોળ ની રાબ બનાવી ને પીવાથી જરૂર થી ફાયદો થાય છે.

શરીર ના કોઈ પણ ભાગ માં ચેપ હોય અથવા તો વારંવાર તાવ ની તકલીફ રહેતી હોય તો લાંબા સમય સુધી સુંઠ ના પાણી નું સેવન કરવું જોઈએ.

જૂની શરદી જેમાં કફ જામી ગયો હોય, માંથું ભારે રહેતું હોય, આળસ અને ઊંઘ જેવું જ રહેતું હોય તો સુંઠ ના પાવડર ને સુંઘવાથી છીંકો આવશે. અને આ છીંકો દ્વારા કફ નીકળી જશે.

હેડકી આવતી હોય અને બંધ જ ના થાતી હોય તો સુંઠ અને ગોળ ના હુફાળા પાણી ના બે બે ટીપા નાક માં નાખવા.ધ્યાન રહે કે ટીપા નાખતી વખતે માથું નીચે ની તરફ ઢળેલું હોવું જોઈએ.

Sunth na Fayda

કાન માં ચસાકા મારતા હોય તો હુફાળા ગરમ પાણી માં સુંઠ હળદર અને મીઠું ખદખદાવી ને લેપ જેવું બનાવી ને આ લેપ કાન ની ફરતે લગાવી રાખવો.

પેશાબ વાટે લોહી પડતું હોય તો બકરી ના દૂધ માં સુંઠ સાકર અને એલચી નાખી ને પીવાથી ફાયદો થાય છે.

ઝાડા વાટે કાચો આમ કે અપાચ્ય ખોરાક જતો હોય તો સવારે હાજત ગયા પછી સુંઠ નું ગરમ પાણી પીવું જોઈએ.

પ્રસુતિ પછી ની અશક્તિ માં ઘઉં ના લોટ ના શીરા માં સુંઠ નાખી ને ખાવો જોઈએ.

સુંઠ અને અજમાના ફાયદા | sunth ane ajmana fayda :-

અજમો પિત્તનાશક છે. અને સુંઠ વત્ત અને કફને દુર કરે છે. એટલે જ તે અનેક રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ બન્ને નું મિશ્રણ અનેક રોગોને દુર કરવામાં મદદરૂપ બને છે. દરેક પ્રકારના પેટના રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ગેસ થઇ જવો, ઉબકા આવવા, મ્ન્દાગની વગેરે.

કફ નાશક છે સુંઠ | sunth na fayda kaf ni samsya ma :-

સુંઠ ને કફનાશક કહેવામાં આવે છે. અડધી ચમચી સુથના ભુક્કામાં મુલેઠી નો એક ચમચી ભુક્કો નાખીને નવસેકા પાણી સાથે પીવાથી ગળામાં જામી ગયેલો કફ બહાર નીકળી જાય છે. અને ઉધારમાં પણ આરામ મળે છે.

ઘુટણ ના દુખાવામાં સુંઠ નો ઉપયોગ :-

ઘુટણ ના દુખાવાથી રાહત મેળવવા માટે સુંઠ નો ઉપયોગ કરવામાં આવે છે. સુંઠ અને જાયફળના ભુક્કા ને તલના તેલમાં મિલાવીને તે તેલની માલીશ કરવાથી સંધના દુખાવામાં રાહત મળે છે. સાથે સાથે ગરમ પાણીમાં મધ અને સુંઠ નાખીને પીવાથી પણ ફાયદો થાય છે.

૧૦ ગ્રામ સુંઠ અને ૧૦ ગ્રામ અજમાને ૨૦૦ મિલીલીટર સરસીયા તેલમાં નાખીને ગરમ કરો. જયારે અજમો ગરમ થઈને લાલ થઇ જાય ત્યારે તેલ ને નીચે ઉતારી લો. આ તેલને ઠંડુ કરીને બોટલમાં ભરી લો. હવે આ તેલ ની નિયમિત માલીશ કરવાથી ખુબ જ રાહત મળે છે.

તાવમાં સુંઠ નો ઉપયોગ | tav ma sunth no upyog :-

સામાન્ય તાવમાં સુંઠ નો ઉપયોગ કરવાથી આરામ મળી જાય છે. બકરીના દુધમાં ૧.૫ ગ્રામ સુંઠ પાવડર નાખીને પીવાથી ફાયદો થાય છે.

માઈગ્રેન માં સુંઠ નો ઉપયોગ/આધાશીશીમાં સુંઠ નો ઉપયોગ :-

સુંઠ ને પાણીમાં નાખીને તેનો લેપ બનાવીને માથા પર લેપ કરવાથી આધાશીશીનો દુખાવો મટી જાય છે.

હૃદયરોગ માં ઉપયોગી છે સુંઠ :-

હૃદયરોગમાં પણ સુંઠ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. સુંઠ નો ન્વ્શેકો ઉકાળો પીવાથી તેમાં લાભ થાય છે.

ઉલટી ને રોકવામાં સુંઠ નો ઉપયોગ :-

સુંઠ અને બીલી ફળ નો ઉકાળો પીવાથી ઉલટી થતી બંધ કરી શકાય છે.

હેડકી ના ઉપચારમાં સુંઠ | sunth no upyog hedki ma :-

સુંઠ અને હરડે ને પાણીમાં પીસીને તેની જાડી લુગદી ને ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ અને હેડકી નો ઉપચાર કરી શકાય છે.

આમળા, સુંઠ અને પીપળી મૂળ ના ચૂર્ણને મધ સાથે ચાટવાથી હેડકી બંધ થઇ જાય છે.

સુંઠ પાવડરનો ફાકડો ભરીને ઉપર થી બકરીનું નવશેકું દૂધ પીવાથી પણ હેડકી બંધ થઇ જાય છે.

લકવા માં સુંઠ નો પ્રયોગ | sunth no upyog lakva ni samsya ma :-

સુંઠ અને સિંધા નમક ને એકદમ બારીક પીસીને સુંઘવાથી અથવા તેનો લેપ કરવાથી લકવા માં ફાયદો થાય છે.

પેટના રોગોમાં સુંઠ નો ઉયોગ :-

સુંઠના ભુક્કા વડે બનાવેલો ઉકાળો પીવાથી મંદાગ્ની, ઉદરરોગ માં ખુબ જ ફાયદો થાય છે.

સુંઠ ના ફાયદા પેટમાં થયેલ બાદી દુખાવામાં | sunth na fayda badi dukhavama:-

સુંઠ અને એરંડિયા ના મુળિયા ને મિક્સ કરીને પીવાથી પીવાથી પેટમાં થયેલી બાદી દુર થઇ જાય છે.

સંગ્રહણી માં બીલી ના કાચા ફળ નો ગર્ભ અને સુંઠ ને ગોળ માં નાખીને મિક્સ કરીને દહીં સાથે પીવાથી સંગ્રહણી માં ફાયદો થાય છે.

કમરદર્દ માં સુંઠ નો ઉપયોગ :-

સુંઠમાંથી બનાવેલો ઉકાળો નિયમિત પીવાથી કમર નો દુખાવો મટે છે. એ ઉકાળામાં એરંડિયું તેલ મીલાવવું.

આમવાત માં સુંઠ નો ઉપયોગ :-

આમવાત, સંધિવાત, વગેરેમાં સુત્ય પાવડર નો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય ફાયદો મળે છે. સુંઠ અને ગોખરું ને મિક્સ કરીને તેમાંથી બનાવેલો ઉંડો પીવાથી તેના દર્દમાં ખુબ જ રાહત મળે છે.

પેટના ગેસની સમસ્યામાં સુંઠ અને અજમાના ફાયદા :-

સુંઠ અને અજમાનું સેવન કરવાથી પેટના ગેસની સમસ્યામાંથી છુટકારો મળે છે. ૨૦ ગ્રામ સુંઠ નાપાવડરમાં ૧૦૦ ગ્રામ અજમો પીસીને મિલાવી લો. હવે આ મિશ્રણ ને લીંબુના રસમાં નાખીને ઘાટું બનાવી લો અને તેને સુકાવી નાખો. સુકાઈ ગયા બાદ તેમાં મીઠું નાખીને મિલાવી લો. સવાર-સાંજ પાણી સાથે આને ખાવાથી ગેસ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

લીવર ના રોગમાં અજમો અને સુંઠ ના ફાયદા | sunth na fayda liver na rog ma :-

૨ ગ્રામ અજમાને પીસીને તેમાં ૧ ગ્રામ સુંઠ નો ભુક્કો નાખીને ૧ કપ પાણીમાં આખી રાત પલળવા દેવું. સવારે આ પલાળેલા પાણીને મસળીને ગાળીને નવસેકું કરીને પી જવું. આ પ્રયોગ નિયમિત ૧૫ દિવસ સુધી કરવો. લીવરના દર્દ માં અવશ્ય ફાયદો થશે.

વારંવાર ભૂખ લાગવાના રોગ માં અજમો અને સુંઠ નો ઉપયોગ :-

૨૦ ગ્રામ અજમો, ૨૦ ગ્રામ સુંઠ, ૫ ગ્રામ નૌસાદર, આ ત્રણેય ને મિક્ષ કરીને પીસીને ગાળીને રાખો. પછી તેમાં લીંબુનો રસ નાખીને નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીને છાયા માં સુકાવીને ખાવામાં ઉપયોગમાં લેવી. આમાંથી ૨ ગોળી નિયમિત સવાર-સાંજ લેવાથી અવશ્ય ફાયદો થાય છે.

આદુ માંથી સૂંઠ બનાવવાની રીત | aadu mathi sunth banavani rit :-

એકદમ પાકેલો આદું લઈને તેને પાણી વડે ધોઈને સુકવીને રાખો, પછી તેની ઝીણી ઝીણી છાલ ઉતારી લો.

પછી છાલ ઉતારેલા આદુને પાણીમાં ડુબાડીને પલાળી ૨૪ કલાક સુધી રાખી મુકો, ત્યાર બાદ આ પલાળેલા આદુને લીંબુ નાખેલા પાણીમાં વારંવાર ધોવો.(૬૦૦ મિલી લીંબુનો રસ હોય તો તેમાં ૩૦ લીટર પાણી નાખવું)

પછી આદુને ચુના વાળા પાણીમાં ત્યાં સુધી ડુબાડી રાખો જ્યાં સુધી ચુનાનું પડ આદું ઉપર જામી નાં જાય(૧ કિલો ચુનામાં ૧૨૦ લીટર પાણી નું પ્રમાણ)

છલ્લે આ ચુના વાળા આદુને તડકામાં સુકાવી દો. જ્યાં સુધી તે એકદમ સુકાઈ ના જાય ત્યાં સુધી સુકાવા દો અને સુકાઈ ગયા બાદ તેમાં વધેલી છાલ ને રગડી ને કાઢી નાખો. તૈયાર છે સુંઠ.

સુંઠ વાળું દૂધ પીવાના ફાયદા | sunth varu dudh pivana fayda :-

ગરમ દુધમાં સુંઠ અને થોડીક હળદર નાખીને પીવાથી તે ઈમ્યુંનીટી બુસ્ટર નું કામ કરે છે. આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે સુંઠ વાળું દૂધ.

દરરોજ રાત્રે સુંઠ વાળું દૂધ પીવાથી શરદી અને તાવ માં ખુબ જ ફાયદો થાય છે. ગરમ દુધમાં સુંઠ નો પાવડર નાખીને પીવાથી ખુબ જ રાહત મળે છે.

સુંઠ વાળું દૂધ પીવાતી હાડકા પણ મજબુત બને છે.

હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા વાળા વ્યક્તિઓએ સુંઠ વાળું દૂધ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

સુંઠ ના નુકશાન | sunth na nukshan :

સુંઠ નો ઉપયોગ જુના હૃદય રોગ માં કરવો નહિ.

તેનું વધારે માત્રામાં સેવન કરવું જોઈએ નહિ. પેટમાં બળતરા થઇ શકે છે કારણકે તેની તાસીર ગરમ હોય છે.

પિત્તાશય ની પથરીના દર્દીઓએ સુંઠ ખાવી જોઈએ નહિ.

સુંઠ ને સંબંધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

સુંઠ in English

સુંઠ ને અંગ્રેજીમાં Ginger powder કહેવામાં આવે છે

આદું અને સુંઠ માં શું તફાવત છે ?

સુંઠ એ આદું નું જ એક પ્રકાર છે. ફરક બસ એટલોજ છે કે તે સુકેલા આદું નો ભુક્કો છે એટલે તેને સુકેલા આદુનો પાવડર કહેવાય છે.

ગોળ અને સુંઠ ખાવાથી શું ફાયદો થાય છે ?

સુંઠ અને ગોળ બન્ને ને ભેગા કરીને ખાવું એ પેટ માટે ખુબ જ ફાયદેમંદ છે. શિયાળામાં સુંઠ અને ગોળ ને ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. તેના સેવન થી પચાન્શાક્તીમાંજ્બુત બને છે. કબજીયાત ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સુંઠ ખાવાથી શું ફાયદા થાય ?

sount – સુંઠ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. ગરમ પાણીમાં થોડીક સુંઠ નાખીને તે પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે. શરીરના તાપમાન ને ઘટાડવામાં મદદ કરે છે. મધ સાથે સુંઠ પાવડર મિક્સ કરીને ચાટવાથી તાવ મટે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

પીસ્તા ના ફાયદા | પીસ્તા ખાવાના ફાયદા | pista na fayda | pista khavana fayda | pista benefits in gujarati

તમાલપત્રના ફાયદા | તમાલપત્ર નો ઉપયોગ | tamalpatra na fayda gujarati ma | tamalpatra benefits in gujarati | bay leaf benefits in gujarati

પલાળેલી અખરોટ ના ફાયદા | paladi akhrot na fayda in gujarati

નાગરવેલ ના ફાયદા | નાગરવેલ ના પાન ના ફાયદા | nagarvel na pan na fayda | nagarvel na pan no upyog | nagarvel na pan benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement