નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત – bataka na farali bhajiya banavani rit શીખીશું. જ્યારે વ્રત ઉપવાસમાં હલકીફૂલકી ભૂખ માટે જટ પટ બનાવી ને ખાઈ શકાય એવા bataka na farali bhajiya recipe in gujarati બનાવવાની રીત શીખીએ.
ફરાળી ભજીયા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- રાજગરા નો લોટ 1 કપ
- અજમો 1 ચમચી (જો તમે ફરાળ માં અજમો ખાતા હો તો નાખવો નહિતર ના નાખવો)
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ફરાળી ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | farali bhajiya ingredients
- બટાકા 5-6
- અજમો 1 ચમચી ( જો તમે અજમો ફરાળ માં ખાતા હો તો નાખવો નહિતર ના નાખવો)
- ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
- દાડમ ના દાણાનો પાવડર 1 ચમચી
- મરી પાઉડર 1 ચપટી
- જીરું પાઉડર 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
ફરાળી લીલી ચટણી બનાવવાની સામગ્રી | farali chatni ingredients
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાન ¼ કપ
- દાડમના સૂકા દાણાનો પાવડર 1 ચમચી
- લીલા મરચાં સુધારેલ 1-2
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ઠંડુ પાણી જરૂર મુજબ
બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya recipe in gujarati
સૌ પ્રથમ આપણે ફરાળી લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ભજીયા નું ફરાળી મિશ્રણ બનાવતા શીખીશું પછી ફરાળી બટાકા ના ભજીયા બનાવવાની રીત શીખીશું.
ફરાળી લીલી ચટણી બનાવવાની રીત | farali chatni banavani rit
એક મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ સુધારેલ લીલા ધાણા અને ફુદીના ના પાન નાખો સાથે ફરાળી મીઠું, દાડમ ના સૂકા દાણા( હોય તો નાખવો), લીલા મરચાં સુધારેલ નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ ચાર પાંચ ચમચી ઠંડુ પાણી નાખી પીસી ને સુમથ ચટણી તૈયાર કરી લ્યો
ભજીયા માટેનું મિશ્રણ બનાવવાની રીત
સૌ પ્રથમ રાજગરા નો લોટ ચાળી લ્યો ત્યારબાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, અજમો ( જો તમે અજમો ફરાળ માં ખાતા હો તો નાખવો નહિતર ના નાખવો) અને જરૂર મુજબ પાણી નાખી ને મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
હવે બટાકા ને છોલી ને પાતળી પાતળી સ્લાઈસ કરી પાણી માં નાખતા જાઓ બધી સ્લાઇજ કરી લીધા બાદ પાણી માંથી કાઢી નિતારી લ્યો ત્યાર બાદ એમાં અજમો ( જો તમે અજમો ફરાળ માં ખાતા હો તો નાખવો નહિતર ના નાખવો), સ્વાદ મુજબ ફરાળી મીઠું, સૂકા દાડમ દાણા નો પાવડર ( હોય તો નાખવો), જીરું પાઉડર, અને ઝીણા સુધારેલા લીલા મરચા નાખી bronrix કરી લ્યો
ફરાળી બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya banavani rit
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે રાજગરાના મિશ્રણ માં બટાકા ની સલાઇજ બોળી તેલ માં નાખતા જાઓ ને ગોલ્ડન તરી લ્યો સલાઈજ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજી સ્લાઇઝ નાખી ને તરી લ્યો
બધા ભજીયા ને મિડીયમ તાપે તરી ને તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ફરાળી બટકા ના ભજીયા
બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tandoori bhutta banavani rit | tandoori bhutta recipe in gujarati
રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati
કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe
મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે