કુલ્ફી બનાવવાની રીત | Kulfi banavani rit | Kulfi recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત - Kulfi banavani rit - Kulfi recipe in gujarati
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કુ કુલ્ફી બનાવવાની રીત – Kulfi banavani rit શીખીશું, do subscribe Masala Kitchen YouTube channel on YouTube If you like the recipe , ગરમી માં ઠંડી ઠંડી વાનગી ખાવાની ખૂબ મજા આવે છે અને એમાં પણ આઈસક્રીમ અને કુલ્ફી ની તો મજા જ કાંઈક અલગ હોય છે આજ આપણે ઘરે બહાર મળતી કુલ્ફી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Kulfi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર + ¼ કપ
  • પારલે ની કિસ્મી ચોકલેટ / એલપેનલીબે ચોકલેટ પીસેલી 20
  • ખાંડ 3-4 ચમચી
  • પાણી 2-3 ચમચી

કુલ્ફી બનાવવાની રીત | Kulfi recipe in gujarati

કુલ્ફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં બે ત્રણ ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી પહેલા ફૂલ તાપે ગરમ કરો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો  દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ને મિડિયમ કરી દૂધ ને ઉકળવા દયો

દૂધ ઉકાળી ને વાસણ માં ચોંટે એને ઉખાડી ને પછી દૂધ માં નાખતા જાઓ ને દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાખો ને ફરી હલાવતા રહો પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને દૂધ ને ઠંડુ થવા દયો

Advertisement

હવે બીજી કડાઈ માં પાંચ સાત ચમચી દૂધ લ્યો એમાં પારલે ની કીસ્મી ચોકલેટ ના પ્લાસ્ટિક કાઢી કડાઈમાં નાખો ત્યાર બાદ ગેસ મિડીયમ તાપે કરી હલાવતા રહી ચોકલેટ ને ઓગળી લ્યો ને વચ્ચે વચ્ચે થોડું દૂધ નાખતા જાઓ આમ પા કપ દૂધ થોડું થોડુ નાખી ચોકલેટ ને બરોબર ઓગળી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પીગળેલ ચોકલેટ ને દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ઠંડા થયેલા મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પીસી લઈ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ જેમાં કુલ્ફી જમાવી હોય એમાં ભરી લ્યો ને ફ્રીજર માં મૂકો ને એક બે કલાક પછી એમાં સ્ટીક મૂકી ને ઓછા માં ઓછા દસ બાર કલાક અથવા આખી રાત જમવા મૂકો ને કુલ્ફી બરોબર જામી જાય એટલે ડી મોલ્ડ કરી મજા લ્યો કુલ્ફી.

Kulfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત | Thando bit no soup banavani rit

ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત | Tameta khajur ni chutney banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement