ટૂંક સમય માં ભારત ની અંદર નંબર 11 આકડાના થશે

11 digit number in india
11 digit number in india
Advertisement

Telecom Regulatory Authority of India (TRAI)  એ ભલામણો જાહેર કરતા કહ્યું કે, “સ્થિર લાઇન અને મોબાઇલ સેવાઓ માટે પર્યાપ્ત સંખ્યા સંસાધનોની ખાતરી કરવી” અને આ માટે નિયંત્રક સંસ્થા એ દેશ માં 11 આંકડા ના ફોન નંબર નો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

હાલ માં 10 આંકડા ના ફોન નંબર અસ્તિત્વ માં છે, 11 આંકડા ના નંબર ના ઉપયોગ થી ફોન નંબર ની ડિમાન્ડ ઉપર અંકુશ લગાવી શકશે. ઉપરાંત નંબર ની આગળ 9 અંક લાગવા થી 1000 કરોડ નવા ફ્રેશ નંબર મળી જશે, અને નવા નંબરો ની માંગ ને પુરી કરી શકાશે.

આ ઉપરાંત તેમણે લેન્ડ-લાઈન માં કોલ કરતી વખતે નંબર ની આગળ ‘0’ લગાડવાની ભલામણ પણ કરી. હાલમાં મોબાઈલ ફોન વડે લેન્ડ-લાઈન માં કોલ કરવા માટે આગળ 0 લગાડવું ફરજિયાત છે, જોકે ફોન થી ફોન કોલ કરવા માટે 0 લગાડવું ફરજિયાત નથી. અને TRAI એ કહ્યું કે, “મર્યાદા છે કે, જે કોઈપણ અંકનો જે ફિક્સ્ડ નેટવર્ક (સ્થાનિક કોલ માટે) માટે પ્રથમ અંક તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે તે મોબાઇલ નંબરો માટે વાપરી શકાતો નથી” ઉપરાંત ” ‘0’ ડાયલ કરીને નિયત નેટવર્કથી સેવા ક્ષેત્રમાં મોબાઇલ નંબરોને એક્સેસ કરવાનું ફરજિયાત બનાવીને, ‘2’, ‘3’, ‘4’ અને ‘6’ સ્તરના બધા સ્વતંત્ર પેટા-સ્તર પણ  મોબાઇલ નંબરો માટે વાપરી શકાય.”

Advertisement

ડોંગલ માટે 10 આંકડા ની જગ્યા એ 13 આંકડા નો ઉપયોગ કરી શકાય એવી પણ ભલામણ કરી. અને આ નેશનલ નંબરિંગ પ્લાન (NNP) બની શકે એટલો જલ્દી અમલ માં લેવા વિનંતી કરી.

Article ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement