ઘરે બનાવો મેંગો શ્રીખંડ ટાર્ટ – Mango ShriKhand Tart

Mango Shrikhand Tart - Mango Shrikhand Tart Recipe In Gujarati - મેંગો શ્રીખંડ ટાર્ટ રેસીપી
image - youtube Chef Gaurav Chawla
Advertisement

આંબા એ નાના બાળક હોય કે મોટા દરેક ને પ્રિય હોય છે આજે અમે તે આંબા ની મદદ થી બનતી ખુબજ ટેસ્ટી મેંગો શ્રીખંડ ટાર્ટ( Mango Shrikhand Tart )  ની રેસીપી લાવ્યા છીએ જે તમે ઘરે ખુબજ સરળતા પૂર્વક બનાવી શકશો, Mango Shrikhand Tart Recipe In Gujarati, મેંગો શ્રીખંડ ટાર્ટ રેસીપી.

Mango Shrikhand Tart Recipe In Gujarati

મેંગો શ્રીખંડ ટાર્ટ રેસીપી માટે નીચે મુજબની સામગ્રીઓ જોઈશે

  • બે થી ત્રણ પેકેટ પારલે જી બિસ્કીટ (તમે  ગુડડે બિસ્કીટ કે તમારા પાસે હોય એ બિસ્કીટ વાપરી સકો છો)
  • બે થી ત્રણ ચમચી જેટલું પીગળેલ માખણ
  • એક મોટો વાટકો ટિંગાડેલું દહીં (હેંગ કુર્ડ)
  • એક વાટકી આંબા(Mango) નો પ્લપ(આંબા(Mango)ને છોલી મીક્સચર માં પીસી લેવો)
  • એક થી બે એલચી નો પાવડર
  • જો મીઠાસ વધારે જોઈતી હોય તો બે ચમચી ખાંડ નો ભૂકો
  • આંબા(Mango) ની જીની કાપેલી ચીરીઓ
  • 2 ચમચી કેસર વાળુ દૂધ
  • જેમની પાસે ટાર્ટ બનવા માટે નો મોલ્ડ ના હોય તેના માટે સિલ્વર ફોયલ(silver foil)

મેંગો શ્રીખંડ ટાર્ટ રેસીપી

સૌપ્રથમ મિક્ષ્ચર ના જારમાં બિસ્કિટનો એકદમ ભૂકો કરી લો ત્યારબાદ ભૂકાને તેમાં  માખણ નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ  ( silver foil )સિલ્વર ફોઇલ હાથ વડે એક નાની વાટકી અથવા નાની થાળી પર બધી બાજુ ફીટ કરી ને લગાવી નાખો હવે આ તૈયાર થયેલા silver foil વાળા વાસણ માં બિસ્કિટ અને માખણ વાળુ મિશ્રણ નાખી બધી બાજુ એક સરખું મિશ્રણ ફેલવી દાઈ નીચે ને સાઈડ માં દબાવી દબાવી ને મિશ્રણ ને લગાડી નાખો ત્યાર બાદ એને ફ્રિજ માં દસ થી પંદર મિનિટ સુધી મૂકી દયો

હવે બીજા વાસણ માં લટકાવેલ દહીં લઈ તેમાં આંબા(Mango) નો પલ્પ નાખીને (જો મીઠાસ વધારે જોઇએ તો પીસેલી ખાંડ નાખવી) અને એલચી નો ભૂકો નાખી ને તેમાં કેસર વાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરીને સમુથ થાય ત્યાં સુધી મિક્સ કરો તૈયાર થઈ ગયું શ્રીખંડ

Advertisement

હવે ટાર્ટ ને ફ્રીજ માંથી કાઢી તેમાં તૈયાર શ્રીખંડ નાખી ને થાબડી નાખો ને ત્યાર પછી એને ૧૫-૨૦ મિનિટ ફ્રીજ માં મૂકી દો, ૧૫-૨૦ મિનિટ પછી મેંગો શ્રીખંડ ટાર્ટ ને મોલડ માંથી ધીરેધીરે કાઢો ત્યાર બાદ આંબા(Mango) ની જીણી સ્લાઈસ કાપી તેને મેંગો શ્રીખંડ ટાર્ટ(Mango Shrikhand Tart)  પર ગુલાબ ના ફૂલ ની પાંદડી જેમ ગોઠવી ને સજાવો તૈયાર છે એક નવી જ સ્વાદીષ્ટ મીઠી વાનગી જે આ ગરમી ની સિજન માં  નાના મોટા બધા ને ભાવશે.

રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Gaurav Chawla ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

 ઘરે બનાવો આ રીતે પંજાબી રાજમા – Panjabi Rajma in Gujarati

 ઘઉં ના લોટ નો ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો- testy Snack

 ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ઘઉં ની બનાના કેક- banana wheat cake

પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement