ફટકડી ના ફાયદા, નુકશાન અને ફટકડી નો ઉપયોગ ૧૭ ઘરેલું નુસખામા કરવાની રીત

ફટકડી ના ફાયદા - ફટકડી ના ઉપાય - ફટકડીનો ઉપાય - ફટકડી નો ઉપયોગ - fatakdi na fayda - fatakdi no upyog gujarati ma
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર લાવ્યા છીએ ફટકડી ના ફાયદા અને ફટકડી નો ઉપયોગ રોજબરોજ ના કાર્યો મા કરવાની રીત,ફટકડી ના પ્રકાર, Fatakdi na prakar, fatakdi na fayda  ane fatakdi no upyog gujarati ma.

ફટકડી | ફીટકારી | Fatakdi

ફટકડી એક એવું અદભૂત ઘટક છે પાણી ને સાફ કરવાથી લઈને ત્વચા ને નિખારવામાં પણ વપરાય છે. આમ તો પહેલાથી ફટકડી નો ઉપયોગ પાણી ને સાફ કરવા માટે કરવામાં આવે છે પણ ફટકડીના અનેક બીજા લાભો પણ છે. જેના વિષે આજે આજના લેખમાં માહિતી  મેળવીશું, ફટકડી નો ઉપયોગ કરતા પહેલા તે પણ જાણી લેવું જરૂરી બની જાય છે કે કયા પ્રકારની ફટકડીનો ઉપયોગ કરવો.

સામાન્ય રીતે ફટકડીના ઉપયોગની વાત આવે તો વધારે પડતા લોકો તેને શેવિંગ પછી ઉપયોગમાં લેવામાં આવતી ફટકડી વિષે જ વિચારતા હોય છે જયારે ફટકડી ના બીજા અન્ય ઘણા બધા લાભો પણ છે જેનાથી આપણે લગભગ અજાણ છીએ. ફટકડી બે પ્રકારની આવે છે. લાલ ફટકડી અને સફેદ ફટકડી. આપણા બધાના ઘરમાં લગભગ સફેદ ફટકડી જ વાપરવામાં આવતી હોય છે.

Advertisement

ફટકડીને વધારે પડતું ફીટકારી અથવા ફીટ્કરી ના નામથી જ ઓળખવામાં આવે છે. તેને પોટેશિયમ એલમ અથવા પોટેશિયમ એલ્યુમીનીયમ સલ્ફેટ જેવા બીજા નામોથી પણ જાણવામાં આવે છે, તો ચાલો જાણીએ ફટકડી ના ફાયદા અને ફટકડી નો ઉપયોગ,fatakdi na fayda ane upyog

ફટકડી ના પ્રકાર | Fatakdi na prakar :-

  1. પોટેશિયમ એલમ
  2. એમોનિયમ એલમ
  3. સોડીયમ એલમ
  4. ક્રોમ એલમ
  5. એલ્યુમીનીયમ સલ્ફેટ
  6. સેલેનેટ એલમ

ફટકડી નો ઉપયોગ રોજબરોજ ના કાર્યોમા કરવાની રીત :-

આપણા રોજીંદા જીવન માં ફટકડી ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્વચાની દેખભાળ થી લઈને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના નિવારણમાં ફટકડી નો ઉપયોગ કરવા આવે છે.ફટકડી પાણીમાં રહેલી અશુધ્ધિઓ ને નીકાળીને પાણી ને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો કે આ જ તેનો માત્ર ઉપયોગ કે ફાયદો નથી તેના અનેક સૌન્દર્ય લક્ષી અને સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પણ છે. જેના વિષે નીચે માહિતી આપવા આવી છે.

આંખોના ફોડલામાં ફટકડી નો ઉપયોગ | Fatakdi no upyog aankho na fodla ma :-

આંખોમાં થયેલી ફોડલીઓ દૂર કરવા માટે ફટકડી નો ઉપયોગ ખુબ જ કરવામાં આવે છે. થોડુક પાણી અને ચંદન લઈને તેમાં ફટકડી નાખીને જીણી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ નો ઉપયોગ કરવાથી થયેલો ફોડલો એ જ દિવસે ફૂટી જાય છે અને આંખોને આરામાં મળી જાય છે.

મોઢાની સફાઈ માટે ફટકડી નો ઉપયોગ | Fatakdi no upyog modhani safai ma :-

ઘણી વ્યક્તિઓના મોઢામાંથી અત્યંત દુર્ગંધ આવતી હોય છે. આ દુર્ગંધ મોઢામાં રહેલા બેક્ટેરિયાને લીધે આવતી હોય છે. ફટકડી નો ઉપયોગ તમે માઉથ વોશ ની સાથે કરી શકો છો. આમ કરવાથી બેક્ટેરિયા ને વધતા અટકાવી શકાય છે અને મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.

પગના વાઢીયા માં ફટકડી નો ઉપયોગ કરવાની રીત | Fatakdi no upyog pag na vadhiya ma :-

પ્રાચીન સમયથી ફટકડી નો ઉપયોગ પગના ચીરા મટાડવા માટે કરવામાં આવે છે. તેના માટે એક વાસણમાં ફટકડીને ગરમ કરવા મુકો. ગરમ કરવાથી તે ઓગળવા લાગશે અને તેમાં ફીણ બનવા લાગશે જયારે તે સંપૂર્ણ રીતે ઓગળી જાય એટલે તેને ઠંડુ કરવા મુકો. ઠંડુ થઇ જશે એટલે તે ફરી કઠણ થઇ જશે , હવે તે ટુકડા ને એકદમ બારીક પીસીને તે પાવડર ને નારિયેળ ના તેલ સાથે મિક્સ કરીને પગ કે હાથ ના ચીરા માં લગાવી શકાય છે.

ઘાવ-ઝખમ પર ફટકડી નો ઉપયોગ | Fatakdi no upyog vagya par :-

ફટકડી માં લોહીને વહેતું અટકાવવાનો ગુણ પણ રહેલો છે. વાગ્યા પર ફટકડી ના ભુક્કા ને હળદર ની જેમ લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે. પણ એક વાત નું ધ્યાન રાખવું કે વાગેલો ઘાવ બહુ જ ઊંડો ના હોય.

ફટકડી ના ફાયદા અને અન્ય ૧૨ ઘરેલું નુસખા | Fatakdi na fayda ane nushkha :-

સામાન્ય તાવમાં સુંઠ અને ફટકડીને પીસીને દિવસમાં ત્રણ થી ચાર વાર પતાશા સાથે આપવાથી ફાયદો થાય છે.

ત્વચા સબંધી સમસ્યાઓમાં ફટકડી ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. શરીરના કોઈ પણ ભાગ પર દાદર થઇ હોય, ખંજવાળ આવતી હોય, દાગ ધબ્બા થઇ ગયા હોય તો તેને વારંવાર ફટકડી ના પાણી વડે ધોવાથી ફાયદો થાય છે.

કમળો થયો હોય ત્યારે ૧૦ ગ્રામ ફટકડીને પીસીને તેની ૨૧ નાની નાની પોટલીઓ બનાવી લો. આ નાની પોટલી માંથી એક એક પોટલી ગાયના દૂધ અથવા માખણ સાથે સેવન કરવાથી કમળા માં રાહત મળે છે.

જો જખમ મટતું નથી તો ફટકડી ને તવી પર શેકી લો. પછી તેને પીસીને ભુક્કો બનાવી લો. હવે ૧/હ ભાગ જેટલું ગાયનું ઘી લઈને તેમાં ૨૫ ગ્રામ ફટકડી મિલાવીને ઘાવ પર લગાવો. અવશ્ય ફાયદો થશે.

કોઢ ના ડાઘા દૂર કરવા માટે ૧૦૦ ગ્રામ ફટકડીને પીસીને તેની ભસ્મ બનાવી લો. હવે તેમાંથી ૨૫૦મિલી ફટકડી અને એક ચમચી મધ અને ગાજર ના રસમાં મિલાવીને નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે.

૧૦૦ ગ્રામ પીસેલી ફટકડી ને લીમડા ના રસમાં મિલાવીને તેમાં સરસીયું તેલ નાખીને થોડીવાર સુધી ઉકાળી લો અને આ તેલની વાગ્યા જખમ પર લેપ કરો. ત્રણ કલાક પછી તેને લીમડાના પાણી વડે ધોઈ લો. અને બને ત્યાં સુધી ફટકડી ના પાણી વડે જ સ્નાન કરો. થોડાક જ દિવસમાં કોઢના ડાઘા ઓછા થઇ જશે.

Fatakdi na fayda | ફટકડી ના ફાયદા

દાત માં લોહી નીકળતું હોય ત્યારે ૫ ગ્રામ ફટકડી નું ચૂર્ણ બનાવીને તેમાં જાંબુના લાકડા ના બનાવેલા કોલસાનો ભુક્કો નાખીને મિક્ષ કરી લો. આં મિશ્રણને દાત પર ઘસવાથી દાતમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

થોડીક સાકર અને થોડીક ફટકડી લઈને મિક્સ કરી લો. હવે તેમાંથી ૫ ગ્રામ જેટલી ફાકી લઈને સેવન કરવાથી ઉધરસ મટી જાય છે.

સુકી ઉધરસમાં ૧૦ ગ્રામ ફટકડી માં ૨૫ ગ્રામ સાકર નાખીને પીસી લો. તેમાંથી ૧ ગ્રામ ચૂર્ણ ને નવશેકા દૂધ સાથે લેવાથી સુકી ઉધરસ માટી જાય છે.

નસકોરી ફૂટી હોય ત્યારે ફટકડી ના ચૂર્ણને પાણી, દૂધ કે ઘીમાં નાખીને તેના ટીપાં નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

ત્વચા પર બ્લેક હેડ્સ થઇ ગયા હોય ત્યારે ગુલાબજળમાં ફટકડી નો ભુક્કો મિક્સ કરીને બ્લેકહેડ્સ પર લગાવી દો. સુકાઈ જાય એટલે એકદમ હળવે હાથે નીકળી ને ધોઈ લો. બ્લેકહેડ્સ માંથી છુટકારો મળી જશે.

મુલતાની માટી સાથે ફટકડી ના પાવડરનો ફેસ પેક બનાવીને ખીલ થયા હોય તેવી ત્વચા પર લગાવી લો. લગભગ ૨૦ મિનીટ સુધી રાખીને ચહેરા ને સાફ કરી લો. સમય જતા ખીલ માં ફર્ક અવશ્ય જણાશે.

પીવાના પાણીને ઉકાળીને તેમાં ફટકડી ફરાવવામાં આવે તો પાણીની અશુધ્ધિઓ દૂર થઇ પાણી પીવા લાયક બની જાય છે.

ફટકડી ના નુકસાન :-

ફટકડી નું સેવન લાંબા ગાડા સુધી કરવું હિતાવહ નથી. તેનાથી કેન્સર અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી છે.

વધારે પડતો ઉપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરી શકે છે જેવીકે પેચીશ, ડ્રાય સ્કીન વગેરે.

જો તમારી સ્કીન સેન્સીટીવ છે તો ત્વચા પર ફટકડી નો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી બની જાય છે, કારણ કે તેનાથી ત્વચા પર લાલ ચકામાં, ફોડલીઓ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

ફટકડી ને સંબંધિત વાચકોને મુંઝવતા પ્રશ્નો :-

શું ફટકડી અને મધનું સેવન કરી શકાય છે?

ફટકડી અને મધ નું સેવન અસ્થમા અને ઉધરસને મટાડવા માટે કરવામાં આવે છે.

ફટકડી ની તાસીર કેવી હોય છે?

ફટકડીની તાસીર ગરમ હોય છે.

ફટકડી ને અંગ્રેજીમાં શું કહેવાય ?

ફટકડીને અંગ્રેજી માં potash alum કહેવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

બ્રાહ્મી ના ફાયદા | બ્રાહ્મી નો ઉપયોગ ઉપચારમા | Brahmi na fayda gujarati ma | Brahmi no upyog gujarati ma

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | ડાર્ક સર્કલ્સ થવાના કારણ | dark circles dur karna upay gujarati

રસાયણ ચૂર્ણ ના ફાયદા | રસાયણ ચૂર્ણ નો ઉપયોગ | રસાયણ ચૂર્ણ બનાવવાની રીત | rasayan churna na fayda benefits in gujarati | rasayan churna no upyog in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement