જીરું ના ફાયદા તેમજ જીરું નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી

Jiru na Fayda in Gujarati - Health benefits of cumin seeds in Gujarati - જીરું ના ફાયદા - જીરું ખાવાના ફાયદા - jiru khavana fayda - જીરા નું પાણી બનાવવાની રીત
Advertisement

જીરું(Cumin Seeds) નો ઉપયોગ આપણાં ઘર ની અંદર બનતી દરેક વસ્તુ જેવી કે શાક, દાડ કે પછી બનતી બીજી જુદી જુદી વાનગીઓ અંદર થાય છે. અને ઘણી વાનગીઓ ની અંદર જીરું ખાસ કરીને નાખવામાં આવે છે તેની પાછડ નું મૂકી કારણ કે જીરું ના સ્વાસ્થ્ય ને સંબંધિત ઘણાબધા ફાયદાઓ છે તો ચાલો જોઈએ, જીરું ના ફાયદા,Jiru khavana fayda,Jiru na Fayda in Gujarati, Health benefits of cumin seeds in Gujarati , જીરા નું પાણી બનાવવાની રીત અને ફાયદા.

જીરું વિશે માહિતી

જીરું ભોજન માં વપરાતો એક રુચિકર અને સ્વાદિષ્ટ મસાલો છે. ઔષધો માં પણ જીરા નો ઉપયોગ બહુ જ થાય છે. જીરું ભારત માં બધી જગ્યા એ થાય છે. ઉત્તર ગુજરાત માં જીરું નું વાવેતર વધારે થાય છે.

આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી એવી સમાન્ય વસ્તુઓ ઉપલબ્ધ હોય છે અને જેનાં વિષે જાણકાર જ નથી હોતા. એવી જ એક મેજિકલ અને ફાયદાકારક વસ્તુ જીરું છે

Advertisement

જીરું ની પણ અલગ અલગ ઘણી જાતો આવે છે. જેમકે, કાળા જીરું, સફેદ જીરું, શાહી જીરું. આ ત્રણે જીરું સ્વાસ્થ્ય માટે લાભકારક જ હોય છે સફેદ જીરું દાળ-શાક માં વધારે વપરાય છે. અને શાહીજીરું ખાસ કરી ને દવાઈ માં વપરાય છે.

Jiru na Fayda in Gujarati

જીરું માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને અન્ય ન્યુટ્રીઅંટસ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

વિટામીન – સી ની માત્રા સારા એવા પ્રમાણ મા જીરું મા હોય છે, તેથી તેનુ સેવન શરદી અને તાવ માં ફાયદો કરે છે.

જીરું માં આયરન ની માત્ર પણ વધારે હોય છે તેથી તે શરીર માં જામેલી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.

એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોવાને લીધે શરીર ને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

જીરું માં હાઈપોલિપિડેમિક ગુણ હોય છે જે ચરબી ને નિયંત્રિત કરે છે, શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્રા ને જાળવી રાખે છે.

જીરું હોજરી, લીવર અને આતરડા ને બળવાન બનાવે છે. આતરડા ની અંદર ના જંતુઔ નો નાશ કરે છે. દુર્ગંધ ને દૂર કરે છે અને મળ ને બાંધે છે.

પેટ માં ગેસ ભરાઈ રહેવો, મળાવરોધ, આફરો, મળ માં દુર્ગંધ આવવી એ બધું મટે છે.

જીરું ના ફાયદા

પાચનક્રિયા ની વિકૃતિ થી મળ શુદ્ધિ ના થતી હોય અને ગર્ભાશય ની નબળાઈ ને લીધે રજ:શુદ્ધિ ના થતી હોય તો જીરું ના સેવન થી થાય છે. જીરું પ્રસુતા માટે શ્રેઠ ઔષધી છે.

જીરું ના અડધા તોલા જેટલું ચૂર્ણ ગોળ માં નાખી ને નાની નાની ગોળીઓ બનાવી ને સેવન કરવાથી પરસેવો વળી ને તાવ ઉતરી જાય છે.

ગાય ના દૂધ માં જીરું ને સીજાવી અને ચૂર્ણ જેવું કરી ને સાકર સાથે ખાવાથી ગમે તેવો તાવ હશે તે મટી જાય છે.

તાવ નો બરો મુતરયો હોય તો જીરું ને પાણી માં વાતી ને હોઠ પેર લગાવવાથી મટી જાય છે.

ધાણા અને જીરું નું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી માં ફાયદો થાય છે. અને છાતી માં થતી બળતરા ઓછી થઇ જાય છે.

પાચનશક્તિ બળવાન બનાંવા માટે જીરું અને સિંધા નમક સરખા ભાગે લઇ લીંબૂ ના રસ માં સાત દિવસ પલાળી રાખી, સુકવી તેનું ચૂર્ણ બનાવીને સવાર સાંજ લેવું.

તથા આ ચૂર્ણ ખાવાથી પેટ માં આફરો આવતો હોય તો એ પણ મટે છે.

જીરું ના સેવન થી વારંવાર આવતી હેડકી બંધ થાય છે, Health benefits of cumin seeds in Gujarati.

જીરૂ ખાવાના ફાયદા

જીરા ને વાટી તેની પેસ્ટ કરી ને મસા પર બાંધવાથી તેની પીડા ઓછી થાય છે. જીરું નું સેવન કરવાથી આંખો નું તેજ વધારવામાં મદદ મળે છે.

જીરું હિંગ અને સિંધા નમક ની ફાકી મધ તથા ઘી સાથે લેવાથી પેટ માં આવતી ચૂક મટી જાય છે.

જીરું અને સાકર નું ચૂર્ણ કરી ને તેને ચોખાના ઓસામણ સાથે લેવાથી સ્ત્રીઓનો સ્વેતપ્રદર અને લોહીવા મટે છે. રોજ જીરું નું ચૂર્ણ ખાવાથી રતાન્ધણાપણું મટે છે.

Jiru na Fayda in Gujarati

ખંજવાળ થી છુટકારો મેળવવા માટે ૪૦ ગ્રામ જીરું અને ૨૦ ગ્રામ સિંદૂર લો. આને કોઈ પણ તેલ માં પકાવી ને ખંજવાળ વારી જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે.

જીરું માં આયરન અને ડાયટરી ફાયબર હોય છે. જેથી રોજ તેનું સેવન કરવાથી ઈમ્યુન સીસ્ટમ સ્ટ્રોંગ થાય છે.

જીરું તથા સિંધવ નમક ને ભેગું કરી ને ખાવાથી મોઢા માંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

શરદી અને તાવ માં કાળા જીરું ને એક તવી માં નાખી ને તેનો ધુમાડો લેવાથી તાવ માં ફાયદો થાય છે અને જલ્દી મટી જાય છે.

Jiru khavana fayda

જો નાના બાળકો ને પેટ માં કીડા થઇ ગયા છે તો જીરું ના ભુક્કા ને એરંડિયા તેલ સાથે આપવાથી પેટમાંથી કીડા નીકળી જાય છે.

જીરું ના પાંદડા ના રસ ના બે થી ત્રણ ટીપા નાક માં નાખવાથી નાક માંથી નીકળતું લોહી બંધ થાય છે.

ઝાડા થઇ ગયા છે તો દહીંમાં જીરું નો ભુક્કો નાખી ને દહીં ખાવાથી ઝાડા તરત જ મટી જાય છે.

સ્તનપાન કરાવતી મહિલાઓએ જીરું ને ઘી માં સેકી લેવું અને પછી કોઈ પણ વ્યંજન બનાવો ત્યારે આ મિશ્રણ નાખવાથી સ્તન માં દૂધ માં વધારો થય છે.

આગ થી બળી ગયેલી જગ્યા પર જીરું ના ભુક્કા ને ઘી સાથે મિલાવી ને બળી ગયલી જગ્યા એ લગાવાવથી તરત જ ફાયદો થાય છે.

જીરા નું પાણી બનાવવાની રીત અને ફાયદા

જો તમને ખાટા ઓડકાર આવે છે તો ૨૦૦ મિલી પાણી માં જીરું નાખી ને કાળો બનાવી લો. જયારે પાણી અડધું રહે ત્યારે ઉતારી લો. પછી તેમાં કાળા મરી અને મીઠું નાખી ને આ પાણી પીવો.

ઘણી વખત બીમાર પડ્યા પછી ભૂખ ના લાગવાની સમસ્યા રહેતી હોય છે. ત્યારે, જીરું ને લીંબૂ ના રસ માં નાખી ને પલાળી રાખી ને પછી તેમાં મીઠું નાખી ને સેવન કરવાથી ભૂખ લાગે છે.

પીરીયડ સમયે જે સ્ત્રીઓને ખુબ જ દુખાવો થતો હોય તેમણે જીરા નું પાણી નું સેવન માસિકધર્મ દરમિયાન કરવું જોઈએ.

જીરું ડાયાબિટીસ થી બચવામાં મદદ કરે છે.

ડાયાબિટિશ એ એવી બીમારી છે કે જેનાથી દરેક વ્યક્તિ દૂર રહેવા માંગે છે. ડાયાબિટિશ હોય તેવા વ્યક્તિ ને ઘણી બધી વાનગીઓ થી દૂર રહેવું પડે છે.

જીરું ની અંદર એક એન્ટિ ડાયબેટીક ગુણ હોય છે જે શરીર માં થતાં ડાયાબિટિશ ના જોખમ ને ઘટાડવા મદદ કરે છે – જીરું ના ફાયદા.

લોહી ની ઉણપ થી બચાવે છે

લોહી ની ઉણપ થી બચવા માટે જીરું ખુબજ ફાયદાકારક છે જેને વૈજ્ઞાનિકોએ પણ સહમતી આપી છે. જીરું ની અંદર આયર્ન મિનરલ હોય છે જે આપણાં શરીર ની અંદર લોહી બનાવવામાં મદદ કરે છે

અને લોહી ની ઉણપ ને કારણે થતી એનીમિયા જેવી બીમારી સામે રક્ષણ આપે છે. – Jiru na Fayda in Gujarati.

ખોરાક પાચન ને લગતી સમસ્યા મા  મદદ કરે છે

જીરું ના રેગ્યુલર સેવન કરવાના કારણે પાચન ક્રિયા ખુબજ સ્વસ્થ થાય છે અને પેટ ને લગતી સમસ્યાઓ નિવારવા માં ખુબજ મદદ કરે છે,

જીરું ની અંદર ખુબજ પ્રમાણ માં ફાઈબર હોય છે જે પેટ ની સમસ્યાઓ માં મદદ કરે છે. – health benefits of Cumin Seeds in Gujarati.

બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે – Jiru na Fayda in Gujarati

બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા જીરું(Cumin Seeds) નું સેવન ખુબજ ફાયદાકારક થઈ શકે છે તેના ઘણા પુરાવાઓ પણ છે. જીરું આપણાં શરીર ની અંદર રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રા ને ખુબજ ઓછું કરી શકે છે

જેના કારણે ઘણી સમસ્યાઓ નું જોખમ ઘટે છે અને તે આપણાં શરીર માટે જરૂરી સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારવામાં મદદ કરે છે,Jiru na Fayda.

જીરું કબજિયાત દૂર કરે

કબજિયાત એ સામાન્ય રીતે દરેક વ્યક્તિ ને થતી સમસ્યા છે કબજિયાત ના ઘરેલુ ઉપચાર માં જીરું(Cumin Seeds) નું પાણી પીવા નું કહેવામા આવે છે કારણકે તેની અંદર રહેલ ફાઈબર જે તમારી પાચન પ્રક્રિયા સારી કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે – Jiru na Fayda in Gujarati.

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી જીરું ના ફાયદા,Jiru khavana fayda,Jiru na Fayda in Gujarati, Health benefits of cumin seeds in Gujarati , જીરા નું પાણી બનાવવાની રીત અને ફાયદા તમને ગમી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

મકાઈ ના ફાયદા અને નુકશાન | makai na fayda in Gujarati | Corn benefits in Gujarati

કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા – Kacha Papaiya

બાળકોને કફ થવાના કારણ અને તેને દૂર કરવાના 6 ઉપાય – Kaf thava na karan

બેટરી જલ્દી ઉતરી જાય છે મોબાઈલ ની? આ પાંચ વસ્તુઓ નું ધ્યાન રાખો – Mobile Battery saving tips

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા  Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement