કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત - kesar pista ice cream recipe in gujarati
Image – Youtube/Dharmis Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dharmis Kitchen YouTube channel on YouTube આજ આપણે ઘરે કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે,kesar pista ice cream recipe in Gujarati.

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • વીપ ક્રીમ ૧ કપ
  • તાજી ક્રીમ અડધો કપ
  • કન્ડ્સમિલ્ક અડધો કપ
  • એલચી નો ભૂકો૧-૨/ એસેંસ
  • પિસ્તા પા કપ
  • કેસર ૮-૧૦ નંગ
  • સુકેલા ગુલાબ ના પાંદ ૩-૪ ચમચ

Kesar pista ice cream recipe in Gujarati

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં વિપ ક્રીમ લ્યો તેને હાથ વડે બિટર થી કે બિટ્ટર મશીન થી ૨-૩ મિનિટ બીટ કરી ક્રીમ ને ઘટ્ટ કરો,

ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ, કન્ડ્સ મિલ્ક ,પિસ્તા ના ટુકડા, દૂધ માં ઓગડેલું કેસર ને એલચી નો ભૂકો /એસેનસ નાખી ફરી બરોબર મિક્સ કરો.

Advertisement

મિશ્રણ ને એર ટાઇટ ડબ્બા માં નાખી ઉપર થી પિસ્તા ની કતરણ, કેસર ને ગુલાબ ની પાંદડીઓ છાંટી ને ડબ્બો બંધ કરી ફ્રીઝર માં આખી રાત કે ૭-૮ કલાક મૂકી દયો

અથવા તો પેપર કપ માં પિસ્તા ની કતરણ કેસર ને ગુલાબ ની પાંદ નાખી ઉપર થી તૈયાર કરેલ આઇસક્રીમ મિશ્રણ નાખો ને પેપર ફોઇલ થી પેક કરી નાનું કાનું કરી એમાં આઈસ ક્રીમ સ્ટીક નાખી ગુલ્ફી પણ બનાવી સકો છો,

જેને પણ ૭-૮ કલાક કે આખી રાત ફ્રિઝર મૂકો ત્યાર બાદ આનંદ માણો ઠંડી ઠંડી આઇસક્રીમ નો.

કેસર પિસ્તા આઈસ્ક્રીમ રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dharmis Kitchen ને Subscribe કરજો

આશા છે અમારા દ્વારા જણાવેલ કેસર પિસ્તા આઇસક્રીમ બનાવવાની રીત કે kesar pista ice cream recipe in Gujarati પસંદ આવી હશે.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્ધી અને ઝટપટ રવા ઈડલી બનાવવાની રીત | Instant Rava idli recipe in Gujarati

હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe in Gujarati

ગોબી મંચુરિયન બનાવવાની રીત | Gobhi Manchurian Recipe in Gujarati

ચટાકેદાર મસાલા સેવ બનાવવાની રીત | Masala sev recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement