મીઠા ના ફાયદા | મીઠા ના પ્રકાર 5 વિશે માહિતી | મીઠા ના ઘરેલું ઉપાય | મીઠા ના નુકશાન

મીઠા ના ફાયદા - મીઠા ના ઘરેલું ઉપાય - મીઠા ના પ્રકાર - મીઠા ના નુકશાન - mitha na fayda - salt benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર વાંચો મીઠા વિશે માહિતી જેમાં મીઠા ના ફાયદા, મીઠાન ૫ પ્રકાર અને તેના વિશે માહિતી, મીઠા નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા , મીઠા ના નુકશાન, mitha na fayda, salt benefits in Gujarati.

મીઠા વિશે માહિતી

સ્વાદે ખારું અને નામે મીઠું. એવા મીઠા ની આજે આ લેખ માં વાત કરશું. મીઠા વગર તો બધી જ રસોઈ અધુરી છે.

જેમ શાકભાજીમાં બટેકા શાકભાજીનો રાજા ગણાય છે. તેમ મીઠું મસાલા ના રાજા તરીકે ગણાય છે. મીઠા વગર ના બધા મસાલા નકામાં અને અધૂરા છે.

Advertisement

કચ્છ અને થાર ના રણ માંથી મીઠું મળી આવે છે. દરિયાના ખારા પાણી ને અગર ની ક્યારીઓમાં વાળવામાં આવે છે. સુરજ ની ગરમીથી સુકાઈને તે મીઠું બને છે.

ગુજરાત માં ખારાઘોડા ના અગરોનું મીઠું વપરાય છે. અત્યારે તો દુનિયામાં દરિયાનું જ મીઠું વધારે વપરાય છે અને આ જ “મીઠા” કે “નમક” ના નામ થી ઓળખાય છે.

આપણા રોજીંદા વપરાશનું મીઠું સામાન્ય રીતે અગર માંથી મેળવેલું હોઈ ચોખ્ખું હોતું નથી.ઘણી વાર તેમાં માટી, કચરો અને કેટલીક અશુદ્ધિઓ ભળેલી હોય છે. માટે જ એક્દમ ચોખ્ખું મીઠું જ ખાવું જોઈએ.

મીઠા ના પ્રકાર 5 વિશે માહિતી

  •  સેંધા નમક.
  •  સંચળ
  •  બિડલવણ
  • સાંભરલુણ કે વડાગરું
  • દરિયા નું ઘસીયું મીઠું

સેંધા નમક

સેંધા નમક ખાણમાંથી નીકળે છે. આ મીઠું બધા મીઠા માં શ્રેઠ છે. ખોરાક માં જયારે મીઠું ખાવાનું બંધ હોય ત્યારે થોડાક પ્રમાણ માં સિંધા નમક નો ઉપયોગ કરી શકાય

સંચળ

સંચળ પણ જમીન માંથી નીકળે છે. તે મીઠું થોડુક ખારું, તીખું,  જંતુ, પેટ નો ગોળો, આફરો અને અરુચિ નો નાશ કરનાર છે.

સાંભરલુણ કે વડાગરું

બિડલવણ લઘુ, ઉષ્ણ, રૂચી ઉપજાવનારું, અને ગરમીનો નાશ કરનારું છે. તેના સેવન થી પેટ નું શૂળ, ગેસ, કફ અને દાદર નો નાશ કરી શકાય છે.

દરિયા નું ઘસીયું મીઠું

સાંભરલુણ સાંભર નામ ના સરોવર માંથી ઉત્પન્ન થાય છે. આ મીઠું વધારે ખારું હોય છે, તે મીઠું પિત્તકારક, વાતહર, અને કફ તથા વાયુ નો નાશ કરનાર છે.

મીઠા નો ઉપયોગ પાચન ક્રિયા સુધારવા કરો

અજમો અને મીઠું વાટીને તેની ફાકી બનાવીને એ ફાકી ખાવથી પેટ નો દુખાવો મટે છે.

આદુનો રસ, લીંબુનો રસ, અને મીઠું, આ ત્રણેય ને મિક્ષ કરીને સવાર સાંજ પીવાથી અપચાજન્ય શૂળ મટે છે. ગેસ ની શુદ્ધિ થાય છે અને પાચન ક્રિયા બળવાન બને છે.

સવારે ઉઠતા ની સાથે જ એક નાની ચપટી મીઠાને પાણીમાં મિલાવીને થોડાક દિવસ નિયમિત પીવાથી પેટની અંદર ના નાના નાના કૃમીઓ બહાર નીકળી જાય છે.

જેથી નવા કીડા બનતા નથી અને પાચન ક્રિયા સુધરે છે.

સિંધવ મીઠું/રોક સોલ્ટ ના સેવન કરવાના ફાયદા અને તેનો ઉપયોગ

સિંધવ મીઠું પાચન માં સુધારો કરે છે અને પેટના દુખાવામાં રાહત મેળવવાનો એક સરળ કુદરતી માર્ગ છે. એક ગ્લાસ લસ્સીમાં રોક્ સોલ્ટ અને તાજા ફુદીના ના પાન ઉમેરી અને ફાયદો લઇ શકો છે.

સિંધા નમક નો ઉપયોગ તમારી ચયાપચ્ય ની પ્રક્રિયા ને ઉત્તેજિત કરવા અને શરીરની કામ્ગીરીમાં સુધારો લાવે છે.

સિંધા નમક હાઈ અને લો બ્લડ પ્રેશર ને જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

શ્વાસ ની સમસ્યાઓ અને સાયનસ થી પીડિત વ્યક્તિઓ માટે સિંધવ મીઠું ફાયદા કારક છે.

સિંધા નમક ઇન્સ્યુલીન ને ફરી થી સક્રિય કરીને ખાંડ ની તંગી ને ઘટાડે છે, અને તેનાથી વજન ઘટે છે.

સિંધા નમક મેલાટોનીન ના સ્તર ને નિયંત્રિત કરે છે,salt benefits in Gujarati.

મીઠા ના ફાયદા અને મીઠા ના ઘરગથ્થું ઉપચારો

મીઠા વાળા ગરમ પાણી ના કોગળા કરવાથી ગળા નો દુખાવો, કાકડા અને સોજા મટી જાય છે. સુકી ઉધરસ માં પણ મીઠા ના સેવન થી અત્યંત ફાયદો થાય છે.

સુકી ઉધરસ થઇ હોય તો આખા મીઠાની નાની ગાંગડી મોઢામાં રાખવાથી ખુબ જ ફાયદો થાય છે.

ઉલટી, કફ અને પિત્ત માં મીઠા ને ગરમ પાણીમાં નાખીને એ પાણી પીવાથી જલ્દી જ ફાયદો થાય છે.

મીઠા સાથે મરી વાટીને ખાવાથી ઉલટી બંધ થઇ જાય છે.

ગરમ પાણીમાં મીઠું ઉકાળીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.

મીઠા ને તવી પર લાલ રંગ નું થાય ત્યાં સુધી શેકીને હુફાળા ગરમ પાણીમાં નાખી પીવાથી અપચો, આમ્વાત્ત, કફ વગેરે માં ખુબ જ ફાયદો થાય છે.

હુફાળા ગરમ પાણીમાં રોજ રાત્રે મીઠું નાખીને પીવાથી આતરડા સાફ થઈને કબજીયાત મટે છે. અને મળ સાફ આવે છે. જૂની કબજિયાત પણ તેના નિયમિત સેવન થી મટી જાય છે.

મીઠા ના ફાયદા અને ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા

છાતીમાં કફ સુકાઈને ચોટી જાય છે, ત્યારે વારંવાર ઉધરસ આવે છે, ત્યારે સુકાયેલો કફ પીગળવા માટે છાતી પર તેલ લગાવી મીઠાની પોટલી બનાવી તેના વડે શેક કરવો. આમ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. ન્યુમોનિયા માં પણ આ રીતે કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

મીઠા અને બાવળ ના કોલસાનું મંજન દાંત ને સ્વચ્છ કરે છે. સરસીયા તેલ સાથે મીઠા નું મંજન પાયોરિયા માં ફાયદો કરે છે.

મીઠું અને હળદર પાણીમાં બારીક વાટીને લગાવવાથી વાગવા કે હાથ મચકોડાઈ ગયો હો હોય તો તેની પીળા દૂર થાય છે. મીઠા ને લસોટીને લગાવવાથી પણ સોજા ઉતરી જાય છે.

દાઢ દુખતી હોય ત્યારે મીઠાના પાણી ના કોગળા કરવાથી રાહત થાય છે. ઘા કે વાગ્યું હોય અને તેમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીન્જવેલો પાટો બાંધવાથી ઝખમ પાકતો નથી અને ઘા માં જલ્દી રૂઝ આવી જાય છે.

પેશાબ ગંદુ આવતું હોય અથવા પેશાબ માં ખુબ જ વાસ આવતી હોય તો મીઠા ને ઠંડા પાણી માં નાખીને દરરોજ થોડુક પીવાથી વાંસ આવતી નથી.

મીઠા ના નુકશાન

કોઈપણ વસ્તુ નો ઉપયોગ હમેશા પ્રમાણસર જ કરવો જોઈએ. અને મીઠા ના ઉપયોગ માં તો ખાસ આ વાત ધ્યાન માં રાખવા જેવી છે.

જો જરૂરીયાત થી વધારે મીઠું ખવાઈ જાય છે તો શરીર ને ખુબ જ નુકસાન થઇ શકે છે, એવા જ અમુક નુકસાનો નીચે આપવામાં આવ્યા છે.

મીઠું વધારે માત્રા માં લેવાથી પાચનક્રિયા, લોહી, માંસ, ચરબી, વગેરે ધાતુઓ અને વાત્ત નડીઓને નુકસાન કરે છે.

અતિશય વધારે માત્રા માં મીઠાનું સેવન કરવાથી હોજરીની બળતરા અને બીજી અનેક સમસ્યાઓ થઇ શકે છે.

ઘણા દિવસો સુધી મીઠું મીઠું વધુ માત્રામાં લેવાથી ચામડીનારોગ, લોહીવિકાર, સાંધા માં પીળા માથાનો દુખાવો, મૂત્રરોગ વગેરે વિકારો ઉભા થઇ શકે છે.

લોકો રોજીંદા જીવન માં મીઠા વાળી ચીજ વસ્તુઓ વધારે પ્રમાણ માં લેતા હોય છે. પરંતુ આવું કરવું જોઈએ નહિ.

આમ કરવાથી ધીમે ધીમે શરીર માં મીઠા નું પ્રમાણ વધી જાય છે, અને તેના હાનીકારક પરિણામો ભોગવવા પડે છે.

મીઠાનો વધુ પડતો ઉપયોગ ઘડપણ જલ્દી લાવે છે, મીઠું છોડી દેવાથી દમ અને ઉધરસ જેવા દર્દો મટાડી શકાય છે.

મીઠા ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો

વધારે મીઠું ખાવાથી શું નુકશાન થઇ શકે છે?

વધારે મીઠું ખાવાથી શરીર મા કેશીયમ ની માત્રા ઘટી જય છે જેના કારણે ઓસ્ટિયોપોરાયસીસ અને અલ્સર જેવી બીમારીઓ નો સામનો કરવો પડે છે.

સૌથી સારું મીઠું કયું છે?

સિંધા નામક ને સૌથી સારું મીઠું માનવામા આવે છે ભારત મા આ મીઠા નો ઉપયોગ ઉપવાસ દરમિયાન કરવામાં આવે છે

સિંધવ નામાંકમા આયોડીન ની માત્રા કેટલી હોય છે

સેંધા નામક મા ૮૫% સોડીયમ ક્લોરાઈડ હોય છે અને બાકીના ૧૫% ખનીજ તત્વો જેવાકે આયરન , કોપર, આયોડીન , મેગ્નેશિયમ, સેલેનીયમ જેવા વિવીધ તત્વો હોય છે

Salt benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમીઠા ના ફાયદા, મીઠા ના 5 પ્રકાર અને તેના વિશે માહિતી, મીઠાનો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત,મીઠા ના નુકશાન, mitha na fayda, salt benefits in Gujarati

તમને પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

નારિયેળ પાણીના ફાયદા અને નુકશાન | નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત

પગના ચીરા | પગના વાઢીયા ને દુર કરવાના સરળ ઘરેલું ઉપાય | pag na vadhiya

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement