મગદાળ નો સલાડ બનાવવાની રીત | Moong dal salad banavani rit | Moong dal salad recipe in gujarati

મગદાળ નો સલાડ બનાવવાની રીત - Moong dal salad banavani rit - Moong dal salad recipe in gujarati
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મગદાળ નો સલાડ બનાવવાની રીત – Moong dal salad banavani rit શીખીશું. આ સલાડ ને તમે વેગન સલાડ અથવા કોસંબરી સલાડ રેસિપી પણ કહી શકો છો ને એક હેલ્થી નાસ્તો પણ કહી શકો છો, do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube If you like the recipe , કેમ કે આ સલાડ ખાવા માં તો હેલ્થી છે જ સાથે પેટ પણ સારી રીતે ભરાઈ જાય છે, જેથી બીજી અન હેલ્થી વાનગીઓ ઓછી ખવાય છે ને સ્વાસ્થ્ય પણ ખૂબ સારું બને છે, અને જે ડાઈટ કરતા હોય એમના માટે ખૂબ જ અસરકારક છે. તો ચાલો જાણીએ Moong dal salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મગદાળ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ફોતરા વગરની મગદાળ ½ કપ
  • ઝીણી સુધારેલી કાકડી ¾ કપ
  • છીણેલું ગાજર ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • છીણેલું લીલું નારિયળ ¼ કપ
  • લીલું મરચું ઝીણું સમારેલું 1-2
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મગદાળ નો સલાડ બનાવવાની રીત | Moong dal salad recipe in gujarati

મગદાળ સલાડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગદાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી હાથે થી  ધસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એક  કલાક પલળી મૂકો,

એકાદ કલાક માં દાળ બરોબર પલળી ને ફૂલી જસે અને સોફ્ટ પણ બની જસે એટલે પલાળેલી મગ દાળ ને ચારણી  નાખી એનું પાણી નિતારી લ્યો

Advertisement

હવે દાળ માંથી પાણી નીતરે ત્યાં સુંધી માં કાકડી ને ધોઇ સાફ કરી છોલી ને ઝીણી ઝીણી સુધારી લ્યો, ગાજર ને ધોઇ ને છોલી ને મોટી સાઈડ થી છીણી લ્યો , લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ઝીણા સુધારી લ્યો, લીલા મરચા ને પણ ધોઇ ઝીણા સુધારી લ્યો અને લીલું નારિયળ ની છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો અથવા કટકા કરી મિક્સર જાર માં અધ કચરા પીસી લ્યો 

હવે પાણી બરોબર નિતારી લીધા બાદ એક મોટી તપેલી માં મગદાળ  ને નાખો સાથે એમાં ઝીણી સુધારેલી કાકડી, છીણેલું ગાજર, છીણેલું લીલું નારિયળ, ઝીણું સમારેલું લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ અને લીંબુનો રસ જરૂર મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર સલાડ તરત જ મજા લ્યો  મગદાળ સલાડ.

Moong dal salad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati

દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit | beet na parotha recipe in gujarati

ગોળ ની રોટલી બનાવવાની રીત | Gol ni rotli banavani rit | Gol ni rotili recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement