કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie banavani rit recipe gujarati

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત - corn flour cookie banavani rit - corn flour cookie recipe in gujarati
Image credit – Youtube/Cooking Makes Me Happy
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત – corn flour cookie banavani rit શીખીશું. do subscribe Cooking Makes Me Happy YouTube channel on YouTube  If you like the recipe  આ કુકી ને તમે મોઢા માં મૂકતા જ એકદમ ઓગળી જસે ને એક વખત બનાવશો તો વારંવાર બનાવશો અને આ કુકી ને તમે નાસ્તામાં , પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો ને આજ આ કુકી ને આપણે કડાઈ કે કૂકરમાં બેક કરી તૈયાર કરીશું તો ચાલો  જાણીએ corn flour cookie recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

  • કોર્ન ફ્લોર ¼ કપ
  • મેંદા નો લોટ 2 ચમચી
  • મિલ્ક પાઉડર 2-3 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • માખણ 1-2 ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • દૂધ 1-2 ચમચી

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie recipe in gujarati

કોર્ન ફ્લોર કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રૂમ તાપમાન વાળુ માખણ લ્યો એમાં પીસેલી ખાંડ નાખી બિટર વડે કે વ્હીસ્પર વડે હલાવી ને બરોબર મિક્સ કરી સોફ્ટ કરો.

ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં કોર્ન ફ્લોર, મેંદા નો લોટ અને બેકિંગ સોડા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

મિશ્રણ બરોબર મિક્સ થઈ  ત્યાર બાદ એક ચમચી દૂધ નાખી નરમ લોટ બાંધી લ્યો ને જરૂર લાગે તો બીજું થોડું દૂધ નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની નાની કે પછી જે સાઇઝ ની કુકી કરવી હોય એ સાઇઝ ના ગોળ બનાવી હથેળી વચ્ચે થોડા ચપટા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને 5 મિનિટ ગરમ કરવા મૂકો ને થાળી કે પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ કુકી ને થોડા થોડા અંતરે મૂકો અને પ્લેટ ને કડાઈ માં મૂકી ઢાંકી દયો ને ગેસ સાવ ધીમો કરી  પંદર વીસ મિનિટ ચડાવી લ્યો

વીસ મિનિટ પછી પ્લેટ બહાર કાઢી લ્યો ને કુકી ને ઠંડી થવા દયો  ને કુકી ઠંડી થાય પછી એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો કોર્ન ફ્લોર કુકી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Makes Me Happy ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake banavani rit

આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati

ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni instant vefar banavani rit

બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત | હલવા બનાવવાની રીત | karachi halvo banavani rit | karachi halvo recipe in gujarati

આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement