ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | dragon fruit na fayda

ડ્રેગન ફ્રુટ ના ફાયદા - ડ્રેગન ફ્રુટ ની માહિતી - ડ્રગન ફ્રુટ ના નુકશાન - ફ્રુટ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - dragon fruit na fayda in gujarati
Advertisement

આજ ના લેખમા અમે ડ્રેગન ફ્રુટ ની માહિતી આપીશું, જેમાં ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ડ્રગન ફ્રુટ ના નુકશાન, ઘરેલું ઉપચારમા ડ્રગન ફ્રુટ નો ઉપયોગ કરવાની રીત,dragon fruit na fayda in Gujarati.

Estimated reading time: 8 minutes

ડ્રગન ફ્રુટ

ડ્રેગન ફ્રુટ ની માહિતી

થોડા સમય પહેલા આ ડ્રેગન ફ્રુટ વિષે બહુ ઓછા લીકો જાણતા હતા. પરંતુ છેલ્લા અમુક વર્ષો થી આ ફ્રુટ કોઈ થી પણ અજાણ નથી.

Advertisement

આ ફ્રુટ ને અલગ અલગ નામો થી જાણવામાં આવે છે. કોઈક તેને “ પતાયા ફ્રુટ” “સુપર ફ્રુડ” કહે છે અને હાલમાં જ ગુજરાત સરકાર એ તેનું નામ “કમલમ” આપ્યું છે.

આપને વાત કરી રહ્યા છીએ સામાન્ય નામ થી જાણીતા “ડ્રેગન ફ્રુટ” ની જેના હેલ્થ ને લગતા, સ્કીન ને લગતા અનેક ફાયદાઓ છે, જેનાથી હજી સુધી ઘણા લોકો અજાણ છે.

ડ્રગન ફ્રુટ નું ફળ ગુલાબી રંગ નું હોય છે. બહાર થી કઠણ અને અંદર થી નરમ હોય છે આ ફ્રુટ ની ભારત ના લગભગ બધા રાજ્યો મા ખેતી થાય છે, ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે ડ્રગન ફ્રુટ.

ડ્રેગન ફ્રુટ માં ઘણા બધા પોષક તત્વો હોય છે જેને કારણે તેનો અનેક રોગોમાં ઇલાઝ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સબંધી એવી ઘણી બધી જટિલ સમસ્યાઓમાં ડ્રેગન ફ્રુટ અસરકારક સાબિત થાય છે.

આવા જ અનેક રોગોના ઈલાજ માટેના ઉપચારો વિષે માહિતી આજના આં લેખ માં છે તો ચાલો જાણીએ.

ડ્રેગન ફ્રુટ ના ત્રણ પ્રકાર છે. બહાર અને અંદર ના રંગ ના કારણે તેનો ફર્ક જાણી શકાય છે. જે કે સ્વાદમાં આ ત્રણેય સરખા જ હોય છે અને ગુણો માં પણ ત્રણેય સરખા જ છે.

લાલ ડ્રેગન ફ્રુટ

સૌથી વધારે પ્રચલિત છે આ લાલ ડ્રેગન ફ્રુટ જે દરેક જગ્યા એ આરામ થી મળી રહે છે, અંદર થી સફેદ અને પોચું હોય છે, ભારતમાં આ લાલ ડ્રેગન ફ્રુટ ની જ ખેતી વધારે થાય છે.

પીળું ડ્રેગન ફ્રુટ

પીળા રંગ નું ડ્રેગન ફ્રુટ જલ્દી થી મળતું નથી કારણ કે તેની ખેતી ખુબ જ ઓછી થાય છે, તે બહાર થી પીળું અને અંદર થી સફેદ હોય છ,. જેમ કે કીવી નું ફ્રુટ અને લાલ ફ્રુટ ની જેમ આ પણ અંદર થી પોચું જ હોય છે.

લાલ ગરભ વાળું ડ્રેગન ફ્રુટ

જેમ લાલ ડ્રેગન ફ્રુટમાં અંદર નો ગર્ભ સફેદ હોય છે તેમ આ ડ્રેગન ફ્રુટ અંદર થી પણ ગુલાબી હોય છે એટલો ફર્ક છે લાલ ડ્રેગન ફ્રુટ માં અને લાલ ગર્ભ વાળા ડ્રેગન ફ્રુટ માં.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Dragon fruit na fayda

ડ્રેગન ફ્રુટ વજન ઘટાડવામાં મદદરૂપ છે

Dragon Fruit – ડ્રેગન ફ્રુટમાં ભરપૂર માત્રા માં ફાઈબર નું પ્રમાણ હોય છે, સાથે સાથે તેમાં ૯૦% તો પાણી નું પ્રમાણ હોય છે, જે ચરબી ને ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

કમલમ ફ્રુટ – ડ્રેગન ફ્રુટ માં ઓમેગા ૩ અને ઓમેગા ૬ ફેટી એસીડ ની માત્રા ભરપૂર હોય છે માટે જ ડ્રેગન ફ્રુટ નું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું કરી શકાય છે.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા તે હાડકા મજબૂત બનાવે છે

ડ્રેગન ફ્રુટમાં કેલ્શિયમ નું પ્રમાણ પણ ભરપૂર હોય છે. ૨૦૦ ગ્રામ જેટલું ડ્રેગન ફ્રુટ ખાવાથી ૧૭.૬ ગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ખુબ જ લાભકારી છે ડ્રેગન ફ્રુટ

ડ્રેગન ફ્રુટ આયરન થી ભરપૂર હોય છે માટે જ ગર્ભવતી મહિલાઓને ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાનું કહેવામાં આવે છે.

કારણ કે તેના સેવન થી બ્લડ સેલ્સ વધે છે સાથે સાથે તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ સારી એવી માત્રા માં હોય છે.

જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓને એનર્જી આપે છે અને સાથે સાથે પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા તે બ્લડ શુગર ઓછું કરવામાં મદદરૂપ છે

ડાયાબીટીશ ના રોગીઓ માટે ડ્રેગન ફ્રુટ અમૃત સમાન છે, આ ફ્રુટ શુગર ને એકદમ કન્ટ્રોલ માં રાખે છે.

સંધીવા માટે ખુબ જ ફાયદકારક છે

આર્થરાઇટિસ એક એવી બીમારી છે જેમાં હાડકા નબળા થઇ જાય છે.

શરીર માં તૈલીય તત્વો ઓછા થઇ જાય છે. જેમાં ડોક્ટર એન્ટી ઓક્સીડેન્ટ વાળી ચીજ વસ્તુઓનું સેવન કરવાનું કહે છે.

ડ્રેગન ફ્રુટ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે, જે આર્થરાઇટિસ માં આરામ અપાવે છે.

ડ્રેગન ફ્રુટ મગજ ના વિકાસ માટે ખુબ જ ફાયદેમંદ

ઓક્સીડેટીવ સ્ટ્રેસ ફક્ત શરીર ને જ નુકસાન નથી પહોચાડતું પરંતુ તેની અસર મગજ પર પણ થાય છે.

આ સ્ટ્રેસ ને કારણે અલ્ઝાઈમર અને બ્રિન ડીસફંક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આવી સમસ્યાઓમાં ડ્રેગન ફ્રુટ નું સેવન ખુબ જ લાભકારી નીવડે છે, તેમાં રહેલા તત્વો ઓક્સીડેટીવ સ્ટ્રેસ ને ઓછું કરવામાં ખુબ જ મદદ કરે છે.

ડેન્ગ્યું તાવ માં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રુટ

ડેન્ગ્યું એક એવી બીમારી છે જેમાં શરીર માં બ્લડ સેલ્સ ની પ્લેટસ ઓછી થવા લાગે છે.

ડોક્ટર ડેન્ગ્યું તાવ માં ડ્રેગન ફ્રુટ ખાસ ખાવાની સલાહ આપે છે, કારણ કે તેના સેવન થી પ્લેટલેટ્સ ના કાઉન્ટ ઝડપ થી વધવા લાગે છે.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા પેટની બીમારીઓમા

ડ્રેગન ફ્રુટ માં ઓલીગોસૈક્રાઇડ અને પ્રીબાયોટીક ગુણ હોય છે જે પાચન શક્તિ મજબૂત બનાવે છે.

dragon fruit પાચન પ્રક્રિયા ને સુધારે છે, દરરોજ ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાથી આતરડા ને લગતા બધા જ વિકારો માંથી છુટકારો મળી જાય છે.

ઈમ્યુંનીટી વધારવા માટે ડ્રેગન ફ્રુટ નું સેવન

શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ડ્રેગન ફ્રુટ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ છે

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી ની માત્રા શરીર માં ભરપૂર હોવી જોઈએ, જે ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાથી મળી રહે છે.

જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેઓએ ડ્રેગન ફ્રુટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા તે ભૂખ વધારવામાં અસરકારક છે

જે વ્યક્તિઓને ભૂખ ઓછી લાગે છે તેઓએ ડ્રેગન ફ્રુટનું સેવન કરવું જોઈએ.

વિટામીન સી હોવાને કારણે તે પાચન ક્રિયા મજબૂત બનાવે છે અને ભૂખ લગાડે છે તેમાં વિટામીન બી-૨ પણ મળી રહે છે જે શરીર માં મલ્ટી વિટામીન નું કામ કરે છે.

અસ્થમા ના દર્દીઓ માટે ડ્રેગન ફ્રુટ નો ઉપયોગ

અસ્થમા એક એવી બીમારી છે જેમાં ઉધરસ થઇ જાય છે અને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડે છે.

ડ્રેગન ફ્રુટ અસ્થમા ના દર્દીઓ માટે ખુબ જ ફાયદેમંદ છે, તેઓએ આ ફ્રુટ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

આંખ ના અનેક રોગ મટાડે છે ડ્રેગન ફ્રુટ

જે વ્યક્તિઓને આંખ ને લગતી કોઈપણ સમસ્યા છે તો તેઓએ ડ્રેગન ફ્રુટ નું સેવન કરવું જોઈએ.

દરરોજ પોતાના ભોજન માં ડ્રેગન ફ્રુટ નો સમાવેશ કરવો જોઈએ.

ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ છે

ડ્રેગન ફ્રુટ નું દરરોજ સેવન કરવાથી લાંબા ગાળે તમને સ્કીન માં ચમક આપોઆપ દેખાવા લાગશે, ચહેરો ચમકદાર બનશે.

dragon fruit – ડ્રેગન ફ્રુટ માં વિટામીન બી-૩ હોય છે જે સ્કીન ની ડ્રાયનેસ ને ઓછી કરીને ત્વચા ને મુલાયમ બનાવે છે. તમે તેનો ફેસ પેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.

વાળ માટે ડ્રેગન ફ્રુટ ના ફાયદા

કમલમ – ડ્રેગન ફ્રુટ માં ફેટી એસીડ મળી રહે છે જે વાળને લગતી તમામ સમસ્યા નું નિવારણ કરે છે.

ડ્રેગન ફ્રુટ ના નુકસાન

આમ તો કોઈપણ ફ્રુટનું સેવન શરીર ને નુકસાન પહોચાડતું નથી પરંતુ જો તેનું સેવન વધારે થઇ જાય અથવા બીમારી ની જાણકારી ના હોય અને તેનું સેવન કરીએ તો અવશ્ય નુકસાન પહોચડે છે.

વજન ઘટાડવા માટે અવશ્ય ડ્રેગન ફ્રુટ અસર કરે છે પણ જો તમે તેનો વધારે પડતું સેવન કરશો તો તે વજન વધારી પણ શકે છે, કારણ કે તેમાં ફાઈબર ની માત્ર ભરપૂર હોય છે.

જો તમે તેને છોલ્યા વગર જ ખાશો તો અનેક નુકસાનો ભોગવવા પડશે.

જો તમે તેનું સેવન દરરોજ અને ખુબ જ કરશો તો તમારું પેટ બગડવાની શક્યતા રહેલી છે અને ઝાડા થઇ શકે છે માટે જ ડ્રેગન ફ્રુટ નું સેવન એક સીમિત માત્રા માં જ કરવું ફાયદેમંદ છે.

ડ્રેગન ફ્રુટ ને સંબંધિત કેટલાક પ્રશ્નો

શું ડ્રેગન ફ્રુટ કેક્ટસ મૂળ નું ફ્રુટ છે?

હા, ડ્રેગન ફ્રુટ કેક્ટસ ફેમેલી નો એક હિસ્સો છે.

ડ્રેગન ફ્રુટ કેટલા પ્રકાર ના આવે છે?

ડ્રેગન ફ્રુટ ત્રણ પ્રકાર ના આવે છે, લાલ ડ્રેગન ફ્રુટ, પીળું ડ્રેગન ફ્રુટ, લાલ ગર્ભ વાળું ડ્રેગન ફ્રુટ.

શું કીડની ની બીમારી માં ડ્રેગન ફ્રુટ નું સેવન કરી શકાય?

હા , લાલ ડ્રેગન ફ્રુટ નું સેવન કીડની ને કાર્બોહાઈડ્રેટ અને ઉચ્ચ ફેટ વાળા ડાયેટ ના પ્રભાવ થી બચાવે છે. માટે કીડની ની બીમારી માં ડ્રેગન ફ્રુટ નું સેવન કરી શકાય છે.

ડ્રેગન ફ્રુટ ની તાસીર કેવી હોય છે?

ડ્રેગન ફ્રુટ ની તાસીર ઠંડી હોય છે.

શું ભૂખ્યા પેટે ડ્રેગન ફ્રુટ નું સેવન કરી શકાય?

હા કરી શકાય છે, પરંતુ બીમારીની જાણકારી રાખીને તેનું સેવન કરવું હિતાવહ છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

કમરખ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | kamrakh na fayda

લાલ કેળા ના ફાયદા | લાલ કેળા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | શા માટે કેળા લાલ હોય છે | lal kela na fayda

લાલ મરચા ના ફાયદા | લાલ મરચા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | lal marcha na fayda

હરડે ના ફાયદા | હરડે નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | હરડે નું તેલ બનાવવાની રીત | harde na fayda

સ્વાદિષ્ટ આલું પાપડી મઠરી બનાવવાની રીત | Aloo Papdi Mathri recipe Gujarati

તજ ના ફાયદા અને નુકસાન | તજ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Taj na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement