સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | Soji no krispi nasto banavani rit

સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત - Soji no krispi nasto banavani rit
Image credit – Youtube/Easy Home Tips
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Easy Home Tips YouTube channel on YouTube આજે આપણે સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત – Soji no krispi nasto banavani rit શીખીશું આ ક્રિસ્પી તમે એક વખત બનાવી મહિના સુધી સાચવી ને ખાઈ શકો છો પ્રવાસમાં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે કે પછી દિવાળી કે સાતમ આઠમ પર બનાવી શકાય છે ને બજારમાં મળતા નાસ્તા કરતા સ્વાદિષ્ટ ને હેલ્થી બને છે તો ચાલો જાણીએ સોજી ના ક્રિસ્પી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 2 કપ
  • સુકી મેથી 1 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત

સોજી ના ક્રિસ્પી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી સાફ કરી ને લ્યો ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જારમાં પીસી ને પણ લઈ શકો છો)

હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી ને મેથી નાખો ત્યાર બાદ ત્રણ ચાર ચમચી તેલ નાંખી ને હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર ત્રણ ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખી દયો

Advertisement

વીસ મિનિટ પછી ફરી સોજી ને મસળી ને નરમ લોટ બાંધી લ્યો ને છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી ને લોટ તૈયાર કરી લ્યો અને લોટ ને એક સરખા ત્રણ ચાર ભાગ કરી લેવા હવે એક એક લુવા ને ગ્રીસ કરેલ પાટલા વેલણ વડે મીડીયમ જાડી રોટલી જેમ વણી લ્યો

હવે વણેલ રોટલી ને જે આકાર આપવા હોય એ આપી શકો છો અહી અમે અને નાના લંબચોરસ કટકા કરી એને કાટા ચમચી પર થોડા થોડા દબાવી ને હળવા હાથે ગોળ કરી કુરકુરે જેવો આકાર આપેલ છે

તમે ચાહો તો નાના સ્ટાર કે હાર્ટ કે પછી બીજા કોઈ કુકી કટર થી મનગમતા આકાર આપી શકો છો આમ બધા લુવા ને વણી ને આકાર આપી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ એક વખત માં કડાઈમાં સમાય એટલા ક્રિસ્પી તરવા માટે નાખો ને ક્રિસ્પી નાખ્યા પછી ત્રણ ચાર મિનિટ પછી એને ઝારા થી ઉથલાવી બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ( તરી લીધા બાદ એના પ્ર તમે પેરી પેરી મસાલો છાંટી પણ ખાઈ શકો છો)

આમ બધા ક્રિસ્પી ને થોડા થોડા કરી ને ગોલ્ડન તરી લ્યો અને ઠંડા કરવા મૂકો ને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને મજા લ્યો સોજી ના ક્રિસ્પી

 Soji no krispi nasto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Easy Home Tips ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit |rasa vada batata nu shaak recipe in gujarati

સુકી ભેલ બનાવવાની રીત | bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati

ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati

કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement