મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત | Maisur dal pulav banavani rit

મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત - Maisur dal pulav banavani rit
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત – Maisur dal pulav banavani rit શીખીશું, do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe , આપણે પુલાવ તો ઘણી પ્રકારના બનાવેલા છે પણ આજ આપણે લખનૌવ ના પ્રખ્યાત પુલાવ બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને બીજું કંઈ ન બનાવો તો પણ ચાલે તો ચાલો જાણીએ મૈસુર દાળ પુલાવ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મૈસુર દાળ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી

  • મસુર દાળ ½ કપ
  • બાસમતી ચોખા 1 કપ
  • તેલ 4-5 ચમચી
  • તમાલપત્ર 2
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • લવિંગ 1-2
  • મરી 2-3
  • જીરું 1 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • સ્લાઈસ કરેલ ડુંગળી 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • સુધારેલ ટમેટા 2
  • સુધારેલ બટાકા 2
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત

મૈસુર દાળ પુલાવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મૈસુર દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અને એક બે પાણીથી ધોઈ લઈ ને બે ગ્લાસ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી લ્યો ને ત્રણ કલાક પછી બીજા વાસણમાં બાસમતી ચોખા લ્યો ને એને પણ બે પાણીથી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ દાળ ને અલગ નિતારી લ્યો ને ચોખા ને પણ અલગ નિતારી લ્યો

હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, મોટી એલચી, મરી, તજ નો ટુકડો અને લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો

Advertisement

ડુંગળી ગોલ્ડન શેકી લીધા બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લો અને ટમેટા ગરી જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો હવે એમાં નિતારી રાખેલ મૈસુર દાળ અને સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી એમાં નિતારી રાખેલ બાસમતી ચોખા નાખો સાથે લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને એમાં અઢી કપ પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો ત્યાર બાદ ગરમ ગરમ રાયતા સાથે સર્વ કરો મૈસુર દાળ પુલાવ.

Maisur dal pulav banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત | Tameta khajur ni chutney banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત | Lili chutney vara bataka nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement