
ગુજરાતી માં ગળો/ગળુ વેલ કહે છે અને હિન્દી મા તેને ગીલોય કહે છે. તો ચાલો જાણીએ ગળા વિષે કેટલીક મહત્વપૂર્ણ માહિતી,ગિલોય નો ઉપયોગ, ગિલોય ના ફાયદા – ગળો ના ફાયદા, ગળો નો ઉકાળો બનાવવાની રીત ,ગિલોય એટલે શું ?,Giloy benefits in Gujarati,giloy in gujarati.
ગળો | ગીલોય | કેવી રીતે ઓળખશો ગળા વેલ ને? | ગિલોય એટલે શું | ગીલોય શું છે | ગળો શું છે?
ગળો વેલ નું ઝાડ નથી હોતું, ગળા નો વેલો હોય છે.પીળા અને લીલા રંગ ના ફૂલ આવે છે. ગિલોય ના પાન કોમળ અને પાન(દીલ/હાર્ટ) ના આકાર ના હોય છે, અને તેનું ફળ વટાણા ના દાણા જેવા હોય છે.
એવું માનવામાં આવે છે કે ગળો વેલ જે કોઈ પણ ઝાડ ઉપર ચડે છે તે ઝાડ ના ગુણ તેમાં આવી જાય છે,
તેથી લીમડા ના ઝાડ સાથે ચડેલી ગળો વેલ ખુબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં લીમડા ના ગુણ પણ આવી જાય છે.
ગળા વેલ ના પાંદ કે દાડી માંથી બનાવેલ કાળા ને વધારે માં વધારે ૨૦-૩૦ મી.લી પીવું.
ગળો ના ફાયદા | ગિલોય ના ફાયદા | Giloy benefits in Gujarati | Giloy in gujarati
હાલ આપણે સૌ રોગપ્રતીકાક્ર શક્તિ વધારવા ઘણીબધી આયુર્વેદિક વસ્તુઓ નું સેવન કરીએ છીએ તો તેની અંદર જો હજુ સુધી ગળા / ગળુ નો ઉપયોગ ના કર્યો હોય તો હવે ચાલુ કરી દેજો,
તેનું કારણ એ છે કે તે તમને ઇમ્યુનિટી સારી કરવાની સાથે સાથે તમારા શરીર ને અનેક ફાયદા કરે છે.
તમે ગળા વેલ વિષે ઘણી વાતો જાણતા હશો જ આયુર્વેદ માં ગળા વેલ ને રસાયણ માનવામાં આવ્યું છે.ગળા વેલ નો સ્વાદ તીખો અને કડવો હોય છે,
પરંતુ કડવા સ્વાદ ના ઘણા મીઠા ગુણો છે તે પચવામાં સરળ છે, ભૂખ ને વધારે છે, આંખો માટે ફાયદાકારક છે, વાત્ત-પિત્ત, ડાયાબીટીસ, પેટમાં બળતરા, જેવા અનેક રોગો માં ફાયદાકારક છે.
ગળું વેલ ને અમૃત વેલ પણ કહેવાય છે,Giloy benefits in Gujarati,ગિલોય ના ફાયદા.
ગઠીયા વા માં ગળો વેલ ફાયદાકારક
ગળાનો ૫-૧૦મિ.લી રસ, અથવા ૩-૬ ગ્રામ ચૂર્ણ અથવા ૧૦-૨૦ ગ્રામ પેસ્ટ અથવા ૨૦ થી ૩૦ મી.લી કાળા ને દરરોજ સેવન કરવાથી ગઠીયા વા માં જરૂર થી રાહત મળે છે. તમે તેને સુંઠ સાથે પણ ખાઈ શકો છો.
૪૦ ગ્રામ ગળા ને સારી રીતે મસળી ને માટી ના વાસણ માં ૨૫૦મિ.લી પાણી સાથે આખી રાત રાખી દો અને સવારે ગાળી ને ૨૦મિલી પાણી દિવસ માં ૨ થી ૩ વાર પીવો તો તાવ માં જરૂર થી ફાયદો થશે.
સવાર ના સમયે ૨૦-૪૦ મિલી ગળા ની ચટણી ને સાકર સાથે મિલાવી ને પીવાથી પિત્ત ને કારણે આવી ગયેલ તાવ માં રાહત મળે છે.
ગળો, લીમડો, અને આમળા ને સરખા ભાગ માં લઇ ને કાળો બનાવી લો આ કાળા માં મધ નાખી ને પીવાથી તાવ માં જલ્દી થી રાહત મળે છે
જો તમને કફ ની સમસ્યા છે તો ગળા ને મધ સાથે ખાવાથી ફાયદો થાય છે,ગિલોય ના ફાયદા,Giloy benefits in Gujarati.
ગિલોય નો ઉપયોગ હેડકી રોકવામા
ગળા અને સુંઠ પાવડર ને સુંઘવાથી હેડકી બંધ થાય છે. ગળો અને સુંઠ ના ચૂર્ણ ની ચટણી જેવું બનાવી લ્યો. હવે આને દૂધ સાથે મિલાવી ને પીવાથી હેડકી માં ફાયદો કરે છે.
ગળાના સેવન થી ઉલ્ટી રોક શકાય છે.
જો એસીડીટી ને કારણે ઉલ્ટી થતી હોય તો ૧૦મિ.લી ગળા ના રસ માં ૪-૬ ગ્રામ સાકર મિલાવી લ્યો આને સવાર-સાંજ પીવાથી ઉલ્ટી બંધ થઇ જાય છે.
ગળા ના ૧૨૫-૨૫૦મિલિ ચટણીમાં ૧૫ થી ૩૦ ગ્રામ મધ મિલાવી ને દિવસ માં ત્રણ વાર સેવન કરવાથી ઉલ્ટી ની પરેશાની થી રાહત મેળવી શકો છો.
Giloy benefits in Gujarati – કબજીયાત દૂર કરે છે
૧૦-૨૦મિ.લી. ગળા ના રસ ને ગોળ સાથે ખાવાથી કબજિયાત માં ફાયદો થાય છે. સુંઠ, હેમજ, અને ગળા ને બરાબર ભાગ માં લઇ ને પાણી નાખી ને ઉકાળો બનાવો,
આ ઉકાળા ને ૨૦-૩૦મિ.લી સવાર સાંજ પીવાથી અપચો અને કબજિયાત ની સમસ્યામાં રાહત મળી જાય છે.
એસીડીટી ને દૂર કરવામાં ઉપયોગી – Giloy benefits in Gujarati
૧૦-૨૦ મિલી રસ માં ગોળ અથવા સાકાર નાખી ને પીવાથી એસીડીટી માં રાહત મળે છે
૧૦-૩૦ મિલી કાળા માં અરડુસી ની છાલ નાખી ને પણ પી શકાય છે,ગિલોય ના ફાયદા,Giloy benefits in Gujarati.
કાનની બીમારી માં ગળા ના ફાયદા
ગળા ની ડાળખી ને પાણી માં ઘસી ને થોડીક ગરમ કરી લ્યો. પછી તેમાંથી નીકળતા રસ ના ૨-૨ ટીપા ને કાન માં નાખો.
આનાથી તમારા કાન માં જામેલો મેલ જલ્દી થી નીકળી જાય છે, ધ્યાન રહે કે ટીપા ની માત્રા વધારવી નહિ, નહીતર ફાયદા ની જગ્યા એ નુકસાન જરૂર થી થશે.
કમળા ના રોગ માં ગળા વેલ ના ફાયદા
૨૦-૩૦ મી.લી કાળા માં ૨ ચમચી મધ નાખી ને દિવસ માં ત્રણ- ચાર વાર પીવાથી કમળા માં ફાયદો થાય છે.
ગળા ના ૧૦-૨૦ પાંદડા ને પીસી ને તેને છાસ માં નાખી ને પીવાથી કમળા માં રાહત મળે છે.
ગળા ની ડાળખી ના નાના નાના ટુકડા કરી ને માળા બનાવી ને પહેરવાથી થી પણ રાહત મળે
આંખો ના રોગ માં ફાયદાકારક – Giloy benefits in Gujarati
૧૦મિ.લી. ગળા વેલ ના રસ માં ૧ગ્રામ મધ અને ૧ગ્રામ સિંધવ નમક ને નાખી ને ખરલ માં ખુબ જ સારી રીતે પીસી લેવું.આને આંખો માં આંજણ તરીકે નાખી શકો છો.
આમ કરવાથી આંખો માં અંધારા આવવા, અને મોતિયા ની સમસ્યા માં રાહત મળે છે.
ગળા વેલ ના રસ માં ત્રિફળા ચૂર્ણ મિક્ષ કરી ને ઉકાળો બનાવો, ૧૦-૨૦મિ.લી. ગ્રામ આ ઉકાળા માં પીપળી ચૂર્ણ અને મધ મિક્ષ કરી ને સવાર-સાંજ પીવાથી આંખો નું તેજ વધે છે.
બસ ધ્યાન એટલું રાખવું કે સાચી અને સચોટ જાણકારી તથા સાચી રીતે સેવન કરવું.
ગિલોય ના ફાયદા બવાસીર(હરસ) મા
હરડે, ગળો,અને ધાણા ને સરખા ભાગ માં લઇ ને તેને પાણીમાં નાખી ને ૧/૪ ભાગ પાણી વધે ત્યાં સુધી ઉકાળો.હવે આ કાળા માં ગોળ નાખી ને પીવો.
સવાર સાંજ પીવાથી હરસની સમસ્યા માં જરૂર થી ફાયદો થાય છે. બસ ધ્યાન રહે કે તમારે હરસની સમસ્યા માં આ કાળો જ બનાવી ને પીવો પડશે, તો જ તેનો લાભ મેળવી શકશો.
ડાયાબીટીસ માં ફાયદાકારક છે ગળો વેલ – Giloy benefits in Gujarati
ગળો વેલ ડાયાબીટીસ ને કંટ્રોલ કરવામાં મદદરૂપ તો છે જ પરંતુ જે વ્યક્તિઓ ને ડાયાબીટીસ ની શરૂઆત જ હોય એવા એવા વ્યક્તિઓએ આયુર્વેદિક ચિકિત્સક ની સલાહ લઇ ને ઉપયોગ કરવો.
૧૦-૨૦ મી.લી ગળા ના રસ માં ૨ ચમચી મધ મિલાવી ને દિવસ માં બે થી ત્રણ વાર પીવાથી ડાયાબીટીસ માં ફાયદો થાય છે.
૧ ગ્રામ ગળા માં ૩ ગ્રામ મધ મિલાવીને સવાર- સાંજ પીવાથી રાહત મળે છે. ૧૦મિ.લી. ગળા ના રસ ને પીવાથી ડાયાબીટીસ, વાત વિકાર અને ટાઈફોઈડ માં રાહત મેળવી શકાય છે.
અમુક નાના નાના પણ અજમાવવા જેવા ઘરઘથ્થુ ઉપાયો.
ગળા ના ઘરઘથ્થુ ઉપાયો
ગળો, ધાણા, લીમડા ની છાલ અને રક્ત્ચંદન નો ઉકાળો સવાર સાંજ પીવાથી તમામ પ્રકાર ના તાવ મટી જાય છે.
ગિલોય ના રસ મા સાકર ભેળવી ને પીવાથી એસીડીટી માં તરત જ ફાયદો થાય છે અને પિત્ત થી થતી ઉલટી તરત જ શાંત થઇ જાય છે.
ત્રિફળા અને ગળાના ઉકાળા માં મધ અને પીપળીમૂળ નું ચૂર્ણ નાખીને સવાર સાંજ પીવાથી સર્વ પ્રકાર ના નેત્રરોગ મટી જાય છે.
ગળાનો રસ અથવા ગળાનો ઉકાળો સવાર સાંજ પીવાથી અને માત્ર મગ અને ભાત પર રહેવાથી કોઢ માં જબરદસ્ત ફાયદો થાય છે.
ગિલોય ના ઘરેલુ ઉપચાર
કફ અને આમવાત માં ખુબ જ ઉપયોગી છે ગળો. ગળો અને સુંઠ નો ઉકાળો પીવાથી આમવાત મટે છે અને તેના પલ્પ માં મધ નાખીને પીવાથી કફ જલ્દી મટી જાય છે અને જૂની શરદી માં ગળા નો નાનો ટુકડો ચૂસવાથી જબરદસ્ત ફાયદો થાય છે.
ગળા ના રસ માં મધ નાખી ને પીવાથી કમળા માં જલ્દી થી રાહત મળી જાય છે.
ગળા વેલ નું એકદમ બારીક ચૂર્ણ કરી તેમાં ગોળ, મધ, અને ઘી મેળવી ચટણી જેવું બનાવવું. એક થી બે ચમચી આ ચટણ દરરોજ સવાર સાંજ લેવાથી કોઇપણ પ્રકાર નો રોગ થતો નથી, ઘડપણ આવતું નથી,કે વાળ પણ ધોળા થતા નથી.
ગિલોય નો ઉપયોગ – Giloy benefits in Gujarati
બે ચમચી મધ માં બે ચમચી ગળા નો રસ મેળવી ને પીવાથી વાત્ત, પિત્ત, કફ થી થતી ઉલટીઓ મટે છે.
ગળો અને ગુગળ એરંડાના પાંદડાના રસમાં ઘસીને પેટ પર લેપ કરવાથી કૃમિ મટે છે. તેના ઉકાળામાં લીંડીપીપરનું ચૂર્ણ નાખી પીવાથી જીર્ણજ્વર મટે છે.
ગળો, નાગરમોથ નો ઉકાળો પીવાથી કોઈપણ પ્રકારનો તાવ મટી જાય છે. જીરું અને સાકર સાથે ગળાનો રસ પીવાથી હૃદયરોગ માં ફાયદો થાય છે.
ગિલોય નો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે, દાડમ સાથે લેવાથી અરુચિ મટે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત
ગળા ના લાભો તો અનેક છે પણ સાથે સાથે તેના અમુક નુકસાન પણ હોય જ છે પણ એ ક્યારે જયારે તમે સાચી રીતે એનું સેવન નથી કરતા ત્યારે અથવા અધુરી જાણકારી હોય ત્યારે,
ગર્ભવતી મહિલાઓ એ ગળા વેલ નું સેવન કરવું જોઈએ નહિ…
આયુર્વેદિક ચિકિત્સક ની સલાહ માનીએ તો કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે ઈમ્યુંનીટી મજબૂત હોવી જરૂરી છે. આવામાં ગળા વેલ નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે
ગળો નો ઉકાળો બનાવવાની રીત
ગળો નો ઉકાળો બનાવવા તમે ગળો ના પાન અને ડાળખી ને સુકવી તેનો પાવડર બનાવી ને ૧ ગ્લાસ પાણી ની અંદર એક ચમચી પાવડર ને ઉકાળી તે ઉકાળા નું સેવન કરી શકો છો તેમજ તમે તેના લીલા પાંદડા અને ડાળી ને પાણી મા ઉમેરી તે પાણી ઉકાળી તે ઉકાળા નું સેવન કરી શકો છો
ગીલોય વિશે લોકો ને મુજવતા કેટલાક પ્રશ્નો
Giloy ને ગુજરાતી મા ગીલોય ,ગળું વેલ અને ગળા જેવા વિવિધ નામો થી ઓળખવામાં આવે છે
હા, ગળા વેલ નો જ્યુસ મેટાબોલીઝમ વધારી ને વજન ઘટાડવામાં મદદ કરે છે, પાચનશક્તિ મા પણ સુધારો કરે છે, ગળા વેલ અને ત્રિફળા ચૂર્ણ ને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી વજન ઓછુ કરી શકાય છે
તાજી ગળા વેલ ને ડાળખી ને આંગળી ના માપ ની કાપી સારી રીતે ધોઈ બે ગ્લાસ પાણી લઇ અડધું થાય ત્યાં સુધી ઉકાળી નવસેકું સેવન કરવું
ગળો એન્ટી ઈમ્ફ્લીમેન્ટરી ગુણો થી ભરપુર છે તેથી ગળો શ્વાસ ને લગતી સમસ્યામાં ફાયદો કરે છે અને કફ ને પણ નિયંત્રિત કરે છે
ગળા ના પાંદડા અને ડાળખી ને સુકવી તેનો પાવડર બનાવી ને ૧ ગ્લાસ પાણી ની અંદર એક ચમચી પાવડર નકી ઉકાળી તેનું સેવન કરો અથવાતો લીલા પાંદડા અને ડાળી ને પાણી મા ઉમેરી તે ઉકાળા નું સેવન કરી શકો છો
Giloy ને ગુજરાતી મા ગળું વેલ,ગીલોય અથવા તો ગળા તરીકે ઓળખવામાં આવે છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
રસાયણ ચૂર્ણ ના ફાયદા | rasayan churna benefits in gujarati | rasayan churna ingredients in gujarati
ખજૂર ના ફાયદા | ખજૂર ખાવાના ફાયદા | khajur na fayda | khajur khavana fayda
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે