સોજી ના લડવા | રવા ના લડવા બનાવવાની સરળ રીત | Rava na ladu banavani rit

સોજી ના લડવા - રવા ના લડવા બનાવવાની સરળ રીત - rava na ladu banavani rit
Image – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સોજી ના લડવા, રવા ના લડવા, rava na ladu banavani rit, આ લડવા ઘરે દરેક ને ખુબજ પસંદ આવશે

રવા ના લડવા રેસીપી

સોજી ના લડવા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • સુજી ૨ કપ
  • દૂધ પા કપ/ જરૂર મુજબ
  • એલચી પા ચમચી
  • કાજુ પા કપ
  • કીસમીસ પા કપ
  • ઘી ૮-૧૦ ચમચી/ જરૂર મુજબ
  • ખાંડ દોઢ કપ

 Rava na ladu banavani rit

સોજી ના લડવા બનવા સૌ પ્રથમ ગેસ પર કડાઈ ગરમ મૂકો તેમાં એક ચમચી ઘી નાખી ધીમા તાપે કાજુ ના કટકા ને ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી કાઢી લ્યો,

ત્યાર બાદ એજ કડાઈ માં ફરી એક ચમચી ઘી ગરમ કરી તેમાં કીસમીસ નાખી સેકી ને કાઢી લ્યો ત્યાં બાદ એજ કડાઈ માં ૪-૫ ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકો,

Advertisement

સોજી બરોબર સેકાઈ જાય એટલે અલગ વાસણ માં કાઢી ઠંડી થવા દયો

સોજી ઠંડી થાય ત્યાં સુધી મિક્સચર જાર માં ખાંડ ને પીસી લ્યો ને ત્યાં બાદ સોજી ને ખાંડ ને એક સાથી મિક્સ કરવા એક વાર મિક્સચેર માં ફેરવી લ્યો,

ત્યાં બાદ મિશ્રણ ને એક વાસણ માં કાઢી તેમાં એલચી નો ભૂકો, સેકેલાં કાજુ, કીસમીસ ને ૫-૬ ચમચી ગરમ ઘી નાખી મિક્સ કરો,

ત્યાં બાદ મિશ્રણ માં લડવા બનાવવા માટે ૨-૩ ચમચી જેટલું દૂધ નાખી ને લડવા નું મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ના નાના નાના લડું બનાવી તૈયાર કરી લ્યો સોજી ના લડવા-રવા ના લડવા.

Rava na ladu banavani rit Video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી નો ઉપમા બનાવવાની રીત | Soji na Upma Recipe in Gujarati

ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા ની રીત | Dry fruit ladu recipe

રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli recipe in Gujarati

ઓટ્સ રવા ઢોસા બનાવવાની રીત | Oats Rava dhosa recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement